- પાનકોરનાકા વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની (Ahmedabad)
- રમકડાં-કપડાંનાં ગોડાઉમાં ભીષણ આગ લાગી
- ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદનાં (Ahmedabad) પાનકોરનાકા વિસ્તારમાં આગની મોટી દુર્ઘટના ઘટી હોવાનાં સમાચાર મળ્યા છે. પાનકોરનાકા (Pankore Naka) વિસ્તારમાં આવેલા રમકડાં અને કપડાંનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી વિકરાળ છે કે ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો – Vadodara : જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજનો વધુ એક Video આવ્યો સામે, કહ્યું – મારી હત્યાનું..!
રમકડાં અને કપડાંના ગોડાઉનમાં ભીષણ આગ
પ્રાથમિક અહેવાલ મુજબ, પાનકોરનાકા વિસ્તારમાં (Ahmedabad) આજે રાતે ત્યારે દોડધામ મચી ગઈ જ્યારે ત્યાં આવેલા એક રમકડાં અને કપડાંનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી. આગ લાગતા જ ધુમાડાનાં ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. જોતા જોતા આગ ખૂબ જ વિકરાળ બની જતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. જો કે, સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને (Fire Brigde) આગ લાગી હોવાની જાણ કરતા ફાયરની 10 જેટલી ગાડીઓ ત્વરિત ઘટના સ્થળે પહોંચી છે.
આ પણ વાંચો – Morbi : ‘હું હિન્દુ-મુસલમાન નથી કરતો, હું હિન્દુ-હિન્દુ કરું છું.’ : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
ફાયર બ્રિગેડનાં જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જો કે, સદનસીબે અત્યાર સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, ગોડાઉનમાં રાખલો તમામ સમાન બળીને ખાખ થયો હોવાનું જાણવા મળ્યું છે. ગોડાઉનમાં આગ કયાં કારણોસર લાગી તે અંગે હાલ સાચી માહિતી સામે આવી નથી. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. હાલ, આગ પર કાબૂ (Fire Accident) મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો – Rain in Gujarat : રાજ્યનાં આ જિલ્લાઓમાં મેહુલિયો મન મૂકી વરસ્યો, સુરતમાં 700 વિદ્યાર્થી ફસાયા!