Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વિરોધીઓને જડબાતોડ જવાબ આપી રહી છે અદાણી ગ્રુપની આ નવી એડ ફિલ્મ

05:45 PM May 29, 2023 | Vishal Dave

દુનિયામાં કેટલાક લોકો માત્ર વાતો કરે છે, અને કેટલાક લોકો કરીને બતાવે છે.. આ સ્લોગન છે અદાણી ગ્રુપની નવી એડ ફિલ્મનું જેના થકી અદાણી ગ્રુપે તેની ટિકા કરનારા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. આ ફિલ્મમાં કહેવામાં આવ્યુ છે કે એવું કહેવાતું હતું કે દેશમાં સોલર પાવર સફળ ન થઇ શકે, પરંતુ અમે તે સફળ કરી બતાવ્યું.

અદાણી ગ્રુપ હાલ દેશનો સૌથી મોટો પાવર પ્લાન્ટ ધરાવે છે..જેને લઇને ફિલ્મમાં કહેવાયું છે કે એવું કહેવાતું હતું કે આ અશકય છે, પણ અમે તે શક્ય કરી બતાવ્યું.

 

દેશના ખૂણે-ખૂણા સુધી વીજળી પહોંચાડવાની વાત નીકળતી ત્યારે સૌ કોઇ કહેતા કે આ કોઇના બસની વાત નથી, પરંતુ અમે દેશના ખૂણે-ખૂણે વીજળી પહોંચાડી બતાવી.

 

આ ફિલ્મમાં એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી ગેસની વાત કરતા કહેવાયું છે કે સૌ કોઇના મનમાં એ સવાલ હતો કે એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી ગેસ સૌ કોઇ સુધી કેવી રીતે પહોંચશે , પરંતુ અમે તે પણ પહોંચાડી બતાવ્યો..

 

પેકેજ્ડ ફૂડ ક્ષેત્રે પણ અદાણીએ હરણફાળ ભરી છે.. જેનો ઉલ્લેખ કરતા કહેવાયું છે કે પેકેજડ ફૂડ બિઝનેસ અમે નહીં કરી શકીએ તેવુ કહેવાઇ રહ્યું હતું, પરંતુ અમે તે કરી બતાવ્યું.

 

સિમેન્ટ સેક્ટરમાં અદાણી ગ્રુપની સફળતાનો ઉલ્લેખ કરતા કહેવાયું છે કે એવી વાત પણ ઉઠી કે સિમેન્ટ સેક્ટરમાં અમે ક્યારેય મજબુત ન બની શકીએ , પરંતુ અમે એ પણ કરીને બતાવ્યું

અદાણી પોર્ટની વાત કરતા ફિલ્મમાં કહેવાયું છે કે ચર્ચા ઉઠી હતી કે દેશમાં આટલું મોટુ પોર્ટ બનાવવું અસંભવ છે.. પરંતુ અમે તેને સંભવ કરી બતાવ્યું.

અને સૌથી છેલ્લે ફિલ્મમાં અદાણી ગ્રુપ દ્વારા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડના બનાવવાની વાત કરતા કહેવાયું છે કે લોકો કહેતા હતા કે દેશના એરપોર્ટસ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના ન થઇ શકે પરંતુ અમે તે કામ પણ કરીને બતાવ્યું

મહત્વપૂર્ણ છે કે અદાણી ગ્રુપની સફળતા પચાવી ન શકનારા લોકો યેનકેન પ્રકારે તેના પર નિશાન સાધવાનો પ્રયાસ કરતા રહે છે.. પરંતુ અદાણી ગ્રુપે પોતાની આ એડ ફિલ્મ થકી તમામ વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે.. અને એ વાતનો સંદેશ આપ્યો છે કે વિરોધીઓએ જ્યાં જયાં અમને અન્ડરએસ્ટીમેટ કર્યા ત્યાં ત્યાં અમે સફળતાના પરચમ લહેરાવી બતાવ્યા છે.