+

આ રસપ્રદ વાત જે શિવજી ફક્ત પાર્વતીજીને ગુપ્તમાં કહેવા ઈચ્છતા હતા, જાણો અમરનાથ યાત્રાનો ઇતિહાસ..

અમરનાથ યાત્રા 30મી જૂનથી શરૂ થઇ ગઇ છે. શ્રદ્ધાળુઓ બમ બમ ભોલેના નાદ સાથે અમરનાથ તરફ આગળ વધી રહ્યા છે. આ પવિત્ર યાત્રા 11 ઓગસ્ટ સુધી ચાલશે. બાબા બર્ફાની હિમાલયની ગોદમાં બિરાજમાન છે. જેના દર્શન માટે દર વર્ષે લાખ્ખો ભક્તો ઉમટી પડે છે. આ યાત્રા સાથે એક ધાર્મિક કથા પણ જોડાયેલી છે. આવો જાણીએ અમરનાથ યાત્રાનો ઇતિહાસ.. એકવાર દેવી પાર્વતીએ મહાદેવને પૂછ્યું, એવું કેમ છે કે આપ અજર અમર છો. અને મારે દરà

અમરનાથ યાત્રા 30મી જૂનથી શરૂ થઇ ગઇ છે. શ્રદ્ધાળુઓ બમ બમ ભોલેના નાદ સાથે અમરનાથ તરફ આગળ વધી રહ્યા છે. આ પવિત્ર યાત્રા 11 ઓગસ્ટ સુધી ચાલશે. બાબા બર્ફાની હિમાલયની ગોદમાં બિરાજમાન છે. જેના દર્શન માટે દર વર્ષે લાખ્ખો ભક્તો ઉમટી પડે છે. આ યાત્રા સાથે એક ધાર્મિક કથા પણ જોડાયેલી છે. આવો જાણીએ અમરનાથ યાત્રાનો ઇતિહાસ.. 

એકવાર દેવી પાર્વતીએ મહાદેવને પૂછ્યું, એવું કેમ છે કે આપ અજર અમર છો. અને મારે દરેક જન્મ પછી નવા સ્વરૂપમાં આવી, વર્ષોના તપ પછી આપને પ્રાપ્ત કરવા પડે છે. આપના ગળામાં પડેલી નરમુંડ માળા અને આપના અમર થવાનું રહસ્ય શું છે? મહાદેવે પહેલા તો પાર્વતીના સવાલોના જવાબ આપવાનું ઉચિત ન સમજ્યું, પરંતુ પછી પત્નીહઠને કારણે કેટલાક ગુઢ રહસ્ય તેમણે જણાવવા પડ્યા.. જે જગ્યાએ મહાદેવે દેવી પાર્વતીને આ ગુપ્ત રહસ્યોની કથા સંભળાવી તે જગ્યા એટલે અમરનાથની ગુફા.
 
હિમાલયમાં અમરનાથ, કૈલાશ અને માનસરોવર તિર્થસ્થળો પર લાખ્ખો શ્રદ્ધાળુઓ પહોંચે છે.  પગે ચાલીને દુર્ગમ યાત્રા કરે છે. આ વિશ્વાસ કંઇ એમનેમ જ નથી પેદા થયો. શિવના પ્રિય અધિકમાસ અથવા અષાઢની પૂર્ણિમાથી શ્રાવણમાસની પૂર્ણિમા વચ્ચે અમરનાથની યાત્રા ભકતોને ખુદની સાથે જોડાયેલા રહસ્યોને કારણે વધુ પ્રાસંગિક લાગે છે.
શિવ મહાપુરાણોમાં મૃત્યુથી લઇને અજર-અમર થવા સુધીના અનેક પ્રસંગો છે. જેમાં એક સાધના સાથે જોડાયેલી અમરકથા ખૂબ જ રોચક છે. જેને ભક્તજનો અમરત્વની કથાના રૂપે માને છે.. 
પૌરાણિક માન્યતા અનુસાર અમરનાથની ગુફા એ સ્થાન છે, જ્યાં ભગવાન શિવે માઁ પાર્વતીને અમર થવાના ગુપ્ત રહસ્યો જણાવ્યા હતા. તે દરમ્યાન ત્યાં શિવ અને પાર્વતી સિવાય ત્રીજુ કોઇ પ્રાણી ન હતું.. ના તો મહાદેવના નંદી હતા કે અને ના તો તેમનો નાગ. ના તો માથા પરની ગંગા, કે ના તો કપાળ પરનો ચંદ્ર.. આ સાથે ના તો ગણપતિ હતા કે ના તો કાર્તિકેય.. 
  • ગુપ્ત સ્થાનની શોધમાં મહાદેવે પહેલા તો નંદીને સૌથી પહેલા છોડ્યો. મહાદેવે જે જગ્યા પર નંદીનો ત્યાગ કર્યો તે જગ્યા પહેલગામ કહેવાય છે.. અમરનાથની યાત્રા અહીંથી જ શરૂ થાય છે..
  • ત્યાંથી થોડા આગળ જતા શિવજીએ ગણેશજીનો ત્યાગ કર્યો, તે જગ્યા ગણેશટોપ કહેવાય છે. 
  • બાદમાં થોડે આગળ જઇને  શિવજીએ પોતાના કપાળમાંથી ચંદ્રમાને અલગ કરી દીધા. આ જગ્યા ચંદનવાડી કહેવાય છે.
  • ત્યાંથી થોડા આગળ જતા તેમણે પોતાની જટામાંથી ગંગાનો ત્યાગ કરી દીધો. આ જગ્યા પંચતરણી કહેવાય છે.
  • અને બાદમાં જે જગ્યા પર તેમણે કંઠના આભુષણ સમાન સર્પોનો ત્યાગ કરી દીધો તે જગ્યા શેષનાગ કહેવાય છે.   
એક પછી એક જીવદાયી પાંચ તત્વોને પોતાનાથી અલગ કર્યા બાદ મહાદેવે પાર્વતી સાથે એક ગુફામાં પ્રવેશ કર્યો.. કોઇ ત્રીજી વ્યક્તિ, પ્રાણી કે પશુપક્ષી ગુફામાં પ્રવેશી આ કથા ન સાંભળી લે તે માટે મહાદેવે ચારે તરફ અગ્નિ પ્રજવલિત કરી દીધી. અને ત્યારબાદ તેઓ પાર્વતીજીને કથા સંભળાવવા લાગ્યા. 
દરમ્યાન પાર્વતીને કથા સાંભળતા-સાંભળતા નિંદ્રા આવી ગઇ અને તેઓ સુઇ ગયા. મહાદેવ કથા સંભળાવવામાં મસ્ત હતા. તેમને એ વાતનો બિલકુલ અણસાર નહોતો કે પાર્વતીજી સુઇ ગયા છે. તેઓ કથા બોલતા જ રહ્યા અને તે દરમ્યાન ત્યાં છુપાયેલું કબૂતરનું જોડું ખૂબ જ શાંતિપૂર્વક મહાદેવજીની આ કથા સાંભળતું રહ્યું. જ્યારે મહાદેવને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ક્રોધથી કબૂતરના જોડાને ભસ્મ કરવા ગયા..
પરંતુ કબુતરોએ મહાદેવના ચરણોમાં પડી તેમની માફી માંગી. જે બાદ મહાદેવે તેમને એ જ સ્થળ પર શિવ-પાર્વતીના પ્રતિક ચિન્હ્ રૂપે નિવાસસ્થાન કરવાના આશિર્વાદ આપ્યા.આ રીતે કબૂતરનું જોડું અમર થઇ ગયું. અને આ ગુફા અમરકથાની સાક્ષી થઇ ગઇ. 
Whatsapp share
facebook twitter