+

દુર્ગાષ્ટમી-કન્યા પૂજનનો મહિમા

નવરાત્રીની અષ્ટમી-કન્યા પૂજનનો મહિમા શારદીય નવરાત્રિની અષ્ટમી તિથિએ કન્યા પૂજન કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિ કન્યાની પૂજા કર્યા વિના અધૂરી માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે…

નવરાત્રીની અષ્ટમી-કન્યા પૂજનનો મહિમા
શારદીય નવરાત્રિની અષ્ટમી તિથિએ કન્યા પૂજન કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિ કન્યાની પૂજા કર્યા વિના અધૂરી માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે કન્યાની પૂજા કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને ભક્તોને

આશીર્વાદ આપે છે.

આ વખતે નવરાત્રિની અષ્ટમી તિથિ 22 ઓક્ટોબરે છે. ચાલો કાશીના જ્યોતિષી પાસેથી જાણીએ કે કન્યા પૂજામાં કઈ-કઈ મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ કરવો જોઈએ, જેનાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમની કૃપા ભક્તો પર રહે છે.
યથાશક્તિ પાંચ કે અગિયાર કુન્વાસીઓને સન્માન સહીત ઘેર બોલાવી પૂજન કરવું.

માતાના પ્રિય લાલ ચુંદડી -લાલ કપડાં

કાશીના જ્યોતિષી પંડિત સંજય ઉપાધ્યાયે જણાવ્યું કે માતા દુર્ગાને લાલ ચુંદડી ખૂબ જ પ્રિય છે અને નવરાત્રિની પૂજામાં કુંવાસી કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી, કન્યા પૂજા દરમિયાન પધારેલ દરેક કન્યાને લાલ ચુંદડી દાન આપવી જોઈએ.

જો શક્ય હોય તો તમે કન્યાઓને લાલ કપડાં પણ ભેટ તરીકે આપી શકો છો. આ સિવાય દેવીને લાલ ફૂલો પણ ખૂબ જ પસંદ છે. તેથી કન્યા પૂજામાં લાલ ફૂલ અવશ્ય સામેલ કરવા જોઈએ.
કુંવાસી એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે.કન્યા પૂજનથી દેવી પ્રસન્ન થાય છે. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

આ સિવાય કન્યા પૂજા દરમિયાન કન્યાઓને જમાડી યથાશક્તિ દાન પણ આપવું જોઈએ તેનાથી દેવીની કૃપા જળવાઈ રહે છે.

કન્યા પૂજન જેવો એકે ય ઉપાય દેવીની પ્રસન્નતા માટે બીજો એકેય નથી.

Whatsapp share
facebook twitter