+

ગાંધીનગરમાં વધ્યો રખડતા શ્વાનનો આતંક, સેક્ટર 3 ના વૃદ્ધાને ભર્યા બચકા

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. ગાંધીનગર કે જેને નેતાઓની નગરી કહેવાય છે ત્યા હવે રખડતા શ્વાન જાહેર જનતા માટે મોટી મુસિબત બન્યા છે. તાજેતરમાં એક કિસ્સો…

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. ગાંધીનગર કે જેને નેતાઓની નગરી કહેવાય છે ત્યા હવે રખડતા શ્વાન જાહેર જનતા માટે મોટી મુસિબત બન્યા છે. તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જે મુજબ ગાંધીનગરના સેક્ટર-3 માં રહેતા વૃદ્ધાને રખડતા શ્વાને બચકા ભર્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, મંગળવારે બપોરના સમયે એક વૃદ્ધા ભજનમાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન એક રખડતા શ્વાને તેમને બચકા ભર્યા હતા. જોકે, તાત્કાલિક 108 બોલાવવામાં આવી હતી અને તેમને જરૂરી સારવાર આપવામાં આવી હતી. પરંતુ આ પ્રકારના હુમલાના કારણે હવે રહીસોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગાંધીનગરમાં વધ્યો રખડતા શ્વાનનો આંતક

છેલ્લા ઘણા સમયથી આપણે સાંભળી રહ્યા છીએ કે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. તેના હુમલા સતત વધતા હવે ઘણી જગ્યાએ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં પાટનગર ગાંધીનગરમાં પણ કઇંક આવો જ ભયનો માહોલ બન્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, ગાંધીનગરના સેક્ટર-3 ન્યૂ માં છેલ્લા ઘણા દિવસોથી એક રખડતા શ્વાને આતંક મચાવ્યો છે. અત્યાર સુધીમાં આ શ્વાને કુલ 8 લોકોને બચકા ભર્યા છે. આ જ શ્વાને મંગળવારે પણ એક વૃદ્ધાને બચકા ભર્યા હતા, જેના કારણે તે વૃદ્ધ મહિલા ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર, વૃદ્ધ મહિલા રાત્રિના સમયે ભજનમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ શ્વાને તેમને બચકા ભર્યા હતા. શ્વાને બચકા ભર્યા તે દરમિયાન હાજર લોકોએ તેમને ભારે મહેનત બાદ વૃદ્ધાનો પગ છોડાવ્યો હતો. વૃદ્ધ મહિલા એટલા ઈજાગ્રસ્ત થઇ ગયા હતા.

અહીં સૌથી નવાઈની વાત એ છે કે, સ્થાનિકોએ આ અંગે મનપાના અધિકારીઓને ઘણી વખત રજૂઆત કરી છે. વળી આ અંગે હવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમની માંગણી છે કે, આ રખડતા શ્વાનના કારણે ઘરની બહાર નીકળવામાં ડર લાગે છે, જો મનપા આ શ્વાનોને કોઇ દૂર છોડી આવે તો તે શ્વાન માટે અને અમારા માટે સારું રહેશે. ઉલ્લેખનીય છે કે, અમરેલીના બગસરા તાલુકાના સમઢીયાળા ગામે છેલ્લા બે મહિનાથી ગામની અંદર શ્વાને હાહાકાર મચાવી દેતા 8 થી 9 બાળકોને બચકા ભર્યા હતા. વળી સુરતમાં ફેબ્રુઆરી માસમાં એક બાળકીનું મોત આવા રખડતા શ્વાનના કરડવાથી થયું હતું.

આ પણ વાંચો – ગૃહમંત્રીનો આદેશ, કહ્યું- RTOમાં અરજદાર યુવતીઓના નંબર નોંધવા નહીં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter