+

ગંગોત્રી-યમનોત્રીમાં ગુજરાતના યાત્રિકોને સરળતાથી માર્ગ મળે તે માટે રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી

CM BHUPENDRA PATEL : 10 મે, 2024 ના રોજ અક્ષય તૃતીયના પાવન અવસર પર ચારધામ યાત્રાની શરૂૂઆત થઇ હતી. ચારધામના કપાટ ખૂલતાની સાથે જ ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડી છે.…

CM BHUPENDRA PATEL : 10 મે, 2024 ના રોજ અક્ષય તૃતીયના પાવન અવસર પર ચારધામ યાત્રાની શરૂૂઆત થઇ હતી. ચારધામના કપાટ ખૂલતાની સાથે જ ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડી છે. દરરોજ હજારોની સંખ્યામાં ભાવિ શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા કરતા જોવા મળે છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રિકો યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ પહોચી રહ્યાં છે. આવી સ્થિતિમાં ગંગોત્રી ધામની યાત્રા કરવા ગયેલા અનેક યાત્રીકો ફસાયા હતા. આ યાત્રિકોમાં ગુજરાતના પણ ઘણા શ્રદ્ધાળુઑનો સમાવેશ થાય છે. હવે ગંગોત્રી-યમનોત્રીમાં યાત્રિકોના અભૂતપૂર્વ ધસારામાં અસર પામેલા ગુજરાતના યાત્રિકોને લગતા સમાચાર સામે આવ્યા છે..

CM ભૂપેન્દ્ર પટેલને આ યાત્રાધામોમાં ગુજરાતના યાત્રાળુઓના વાહનો ભીડમાં અટવાઈ ગયા હોવાની માહિતી મળી હતી

ચારધામ યાત્રાની શરૂઆત વેળાએ ગંગોત્રી-યમનોત્રીમાં યાત્રિકોના અભૂતપૂર્વ ધસારામાં અસર પામેલા ગુજરાતના યાત્રિકોને સરળતાથી માર્ગ મળે તે માટે રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી છે. CM ભૂપેન્દ્ર પટેલને આ યાત્રાધામોમાં ગુજરાતના કેટલાક યાત્રાળુઓના વાહનો ભીડમાં અટવાઈ ગયા હોવાની માહિતી મળી હતી. આ ઘટનાની જાણ થયા બાદ CM એ આ સંદર્ભમાં ત્વરાએ યોગ્ય પ્રબંધન માટે કાર્યકારી મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમરને સૂચનાઓ આપી હતી.

ઉત્તરાખંડ સરકારના વહીવટી તંત્રએ આ યાત્રાળુઓ માટે યોગ્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવી

કાર્યકારી મુખ્ય સચિવએ CM ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર ઉત્તરાખંડ રાજ્ય સરકારનો સંપર્ક સાધીને યાત્રા માર્ગમાં અટવાયેલા ગુજરાતી યાત્રિકોને સરળતાએ માર્ગ કાઢીને આગળની યાત્રા માટે પ્રસ્થાનની જરૂરી વ્યવસ્થાઓ અંગે વાતચીત કરી હતી. સ્ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર પણ આ અંગે જરૂરી સંકલનમાં રહ્યું હતું. CM ભૂપેન્‍દ્ર પટેલના આ વિષયે ત્વરીત દરમ્યાન થવાથી ગુજરાત સરકાર સાથે સંકલનમાં રહીને ઉત્તરાખંડ સરકારના વહીવટી તંત્રએ આ યાત્રાળુઓ માટે યોગ્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ વ્યવસ્થાઓ હાથ ધરી છે. એટલું જ નહીં, ચારધામ યાત્રાએ ગયેલા આ યાત્રિકોએ યમનોત્રી-ગંગોત્રીથી આગળની યાત્રા માટે પ્રસ્થાનની શરૂઆત પણ કરી દીધી છે.

આ પણ વાંચો : TAPI : સોનગઢના ગોલણ ગામે નવનિર્મિત પાણીની ટાકી ધરાશાયી, એક મજૂરનું ઘટનાસ્થળે કરૂણ મોત

Whatsapp share
facebook twitter