+

Tirupati Balaji લડ્ડુ પ્રસાદના વિવાદમાં મંદિર ટ્રસ્ટની મહત્વની જાહેરાત

તિરુપતિ બાલાજીમાં શ્રીવરી લાડુ પ્રસાદમ એટલે કે લાડુ પ્રસાદમાં ફરી આપવાનું શરુ કરાયું મંદિર ટ્રસ્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કહ્યું કે શ્રીવરી લાડુ પ્રસાદમની પવિત્રતા પુનઃસ્થાપિત કરવામાં આવી…
  • તિરુપતિ બાલાજીમાં શ્રીવરી લાડુ પ્રસાદમ એટલે કે લાડુ પ્રસાદમાં ફરી આપવાનું શરુ કરાયું
  • મંદિર ટ્રસ્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કહ્યું કે શ્રીવરી લાડુ પ્રસાદમની પવિત્રતા પુનઃસ્થાપિત કરવામાં આવી
  • આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ બુધવારે ચોંકાવનારો દાવો કર્યો હતો
  • લાડુમાં જનાવરોની ચર્બીનો ઉપયોગ થયો હોવાનો દાવો કર્યો હતો

Tirupati Balaji : તિરુપતિ બાલાજી (Tirupati Balaji)માં શ્રીવરી લાડુ પ્રસાદમ એટલે કે લાડુ પ્રસાદમાં ફરી આપવાનું શરુ કરાયું છે. મંદિર ટ્રસ્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કહ્યું કે અહીં શ્રીવરી લાડુ પ્રસાદમની પવિત્રતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ બુધવારે ચોંકાવનારો દાવો કર્યો હતો

ઉલ્લેખનિય છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ બુધવારે ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે ગત્ત વાઇએસઆર કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે, રાજ્યમાં તિરુપતિમાં પ્રસાદમાં મળનારા લાડુમાં જનાવરોની ચર્બીનો ઉપયોગ થયો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ગત્ત સરકાર શુદ્ધ ઘીના કારણે જાનવરોની ચર્બીનો ઉપયોગ કરતી હતી. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી સરકારે આ આરોપોને ફગાવીને તેને દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યું હતું.

પ્રસાદ સ્વરૂપે અપાતા લાડુ બનાવવા માટે શુદ્ધ ઘીના બદલે જાનવરોની ચર્બીનો ઉપયોગ

બુધવારે એનડીએ ધારાસભ્ય દળની બેઠકને સંબોધિત કરતા ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે, જગન રેડ્ડી સરકાર દરમિયાન તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિર દ્વારા પ્રસાદ સ્વરૂપે અપાતા લાડુ બનાવવા માટે શુદ્ધ ઘીના બદલે જાનવરોની ચર્બીનો ઉપયોગ કરવામાં આવતો હતો. મંદિરનું ટ્રસ્ટ તિરુલા તિરુપતિ દેવસ્થાનમ (ttd) દ્વારા કરવામાં આવે છે. નાયડૂની તેલુગુ દેશમ પાર્ટી જુનમાં પવન કલ્યાની જનસેના અને ભાજપની સાથે ગઠબંધન કરીને આંધ્રપ્રદેશમાં સત્તામાં આવી છે.

આ પણ વાંચો—Tirupati Laddu Controversy : હવે થશે આ મોટો ફેરફાર, મંદિર પ્રશાસનનું આવ્યું નિવેદન, બોર્ડે આપી સ્પષ્ટતા

તિરુપતિ મંદિરની પવિત્રતાને કલંકીત કરાઇ

નાયડુએ કહ્યું કે, ગત્ત 5 વર્ષોમાં આઇએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ તિરુમલાની પવિત્રતાને કલંકીત કરી છે. તેમણે અન્નદાનમની ગુણવત્તા પણ ખુબ જ ખરાબ કરી હતી. ઘીના બદલે પશુની ચરબીનો પ્રયોગ કરીને પવિત્ર તિરુમલા લાડુને પણ દુષીત કરી દીધા છે. આ ખુલાસાએ ચિંતા પેદા કરી દીધી છે. જો કે હવે અમે શુદ્ધ ઘીનો ઉપયોગ કરી રહ્યા છીએ. ટીટીડીની પવિત્રતાની રક્ષ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

લેબ રિપોર્ટમાં પણ ચરબીનો ઉપયોગ થયાનો ઘટસ્ફોટ

નાયડુના દાવા અંગે સેન્ટ્રલ એનાલિસિસ એન્ડ લર્નિંગ લાઇસ્ટોક ફુડ (CALF) ની લેબ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, લાડુમાં વપરાયેલા ઘીમાં પશુ ચરબીનો પ્રયોગ કરવામાં આવતો હતો. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા પણ લાડુના ઘીમાં એનિમલ ફેટ હોવાની વાતનો સ્વિકાર કર્યો હતો.

આ પણ વાંચો–Tirupati templeના લાડુ પ્રસાદ કેસમાં FSSAI કરશે તપાસ

Whatsapp share
facebook twitter