+

શિંદેના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીનો મામલો, સુપ્રીમની અધ્યક્ષને ટકોર, મામલાના નિકાલની સમયમર્યાદા નક્કી કરો

સુપ્રીમ કોર્ટે સોમવારે  મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને આવતા અઠવાડિયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સહાયક ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સંબંધિત અરજીઓની સુનાવણી કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું આ મામલામાં તેમણે કેસના નિકાલ માટે…

સુપ્રીમ કોર્ટે સોમવારે  મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને આવતા અઠવાડિયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સહાયક ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સંબંધિત અરજીઓની સુનાવણી કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું આ મામલામાં તેમણે કેસના નિકાલ માટે સમય મર્યાદા નક્કી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આ મામલાને બે અઠવાડિયા પછી સુનાવણી માટે મુલતવી રાખ્યો છે. અને સ્પીકર ઓફિસને તે દિવસે તેમના દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જણાવવા કહ્યું છે..

 

અયોગ્યતાનો કેસ અનિશ્ચિત સમય માટે પેન્ડિંગ રહી શકે નહીં – SC

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અયોગ્યતાનો કેસ અનિશ્ચિત સમય માટે પેન્ડિંગ રહી શકે નહીં. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સુનીલ પ્રભુએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે 11 મેના કોર્ટના આદેશ છતાં સ્પીકર ઓફિસે શિંદે કેમ્પના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર સુનાવણી ઝડપી કરી નથી. દરમિયાન, શિવસેનાના ધારાસભ્યોની ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણયમાં વિલંબ પર, CJI ડીવાય ચંદ્રચુડે કહ્યું, “સ્પીકરે સુપ્રીમ કોર્ટની ગરિમાનું સન્માન કરવું જોઈએ.”

 

એકનાથ શિંદેને શિવસેનાનું નામ અને ચિહ્ન આપવાનો પણ કેસ છે

ઉદ્ધવ ઠાકરે જૂથે એકનાથ શિંદેને પાર્ટી અને તેનું ચૂંટણી ચિન્હ આપવા સામે પણ અરજી કરી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે આ કેસની સુનાવણી 3 અઠવાડિયા પછી થશે. ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં ચૂંટણી પંચના નિર્ણયને રદ્દ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે વિધાનસભ્ય પક્ષમાં મતભેદને પક્ષની વિસંવાદિતા કહેવું ખોટું છે.

Whatsapp share
facebook twitter