+

RCB VS DC : RCB ની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ યથાવત, દિલ્હી સામે મળી BOLD VICTORY

IPL 2024 માં આજરોજ ખૂબ જ મહત્વપૂર્ણ મુકાબલો રમાયો હતો. આ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ( RCB ) અને દિલ્હી કૅપિટલ ( DC )  એકબીજા સામે ટકરાયા હતા. પ્લે ઓફમાં…

IPL 2024 માં આજરોજ ખૂબ જ મહત્વપૂર્ણ મુકાબલો રમાયો હતો. આ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ( RCB ) અને દિલ્હી કૅપિટલ ( DC )  એકબીજા સામે ટકરાયા હતા. પ્લે ઓફમાં પહોંચવા માટે બને ટીમ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી. આ મસ્ટ વિન મેચમાં RCB એ વિજય મેળવ્યો છે અને પ્લેઓફની રેસ સુધી પહોંચવા માટે પોતાની આશા કાયમ રાખી છે. RCB ની ટીમે અહી પ્રથમ બેટિંગ કરતાં 187 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હીની ટીમ ફક્ત 140 ના સ્કોર ઉપર જ ઓલ આઉટ થઈ હતી. આ જીત સાથે જ હવે RCB 12 પોઇન્ટ્સ સાથે હવે પાંચમા ક્રમાંકે પહોંચ્યું છે.

RCB માટે પાટીદાર બન્યા મુખ્ય નાયક

બેંગ્લોરના સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં દિલ્હીના કપ્તાન અક્ષર પટેલ દ્વારા ટોસ જીતીને પ્રથમ બોલિંગની પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરની શરૂઆત એટલી સારી રહી ન હતી. બેંગ્લોરના કપ્તાન ફાફ ડુ પ્લેસિસ છ રનના નજીવા સ્કોર ઉપર પવેલિયન તરફ પાછા વળ્યા હતા. પરંતુ ત્યારબાદ બેંગ્લોરના મિડલ ઓર્ડર દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિરાટ કોહલીના 27 રન ઉપર આઉટ થયા બાદ વિલ જેક્સ અને રજત પાટીદાર વચ્ચે શાનદાર પાર્ટનરશીપ થઈ હતી. રજત પાટીદારે આજે પણ ઝડપી બેટિંગ કરતાં 32 બોલમાં 162 ની સ્ટ્રાઈક રેટ સાથે 52 રન બનાવ્યા હતા. વિલ જેક્સ પણ આજે ફોર્મમાં દેખાયા હતા અને તેમણે પણ 29 બોલમાં 41 રન બનાવ્યા હતા. ત્યારબાદ ગ્રીનએ પણ 24 બોલમાં 32 રન બનાવીને પોતાની યોગદાન આપ્યું હતું. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટનો સ્કોર પણ પાર કરી શક્યું ન હતું. બેંગ્લોરના નાના ગ્રાઉન્ડ ઉપર RCB ની ટીમ 187 રન બનાવી શક્યું હતું. દિલ્હી માટે ખલીલ અહમદ, રસિક સલામને 2-2 સફળતા મળી હતી.

દિલ્હીની ટીમ 140 માં ખખડી, યશ દયાલે કરી કમાલ

બેંગ્લોરના 188 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હીની ટીમ માટે કોઈ પણ બેટ્સમેન મેચ વિનિંગ ઈનિંગ રમી શક્યો ન હતો. સૌપ્રથમ ડેવિડ વોર્નર ફક્ત એક રન બનાવીને સ્વપ્નિલ સિંગનો શિકાર બન્યા હતા. ત્યારબાદ ફ્રેશર પણ દુર્ભાગ્યપૂર્ણ રન આઉટ થયા હતા. દિલ્હી માટે સૌથી વધારે રન કપ્તાન અક્ષર પટેલ દ્વારા બનાવવામાં આવ્યા હતા. રિષભ પંતની ગેરહાજરીમાં અક્ષર પટેલ દ્વારા સારું યોગદાન આપવામાં આવ્યું હતું.

 

અક્ષર પટેલે 39 બોલમાં 57 રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમ બેંગ્લોરના ગ્રાઉન્ડ ઉપર ફક્ત 140 રનના નજીવા સ્કોર ઉપર ઓલ આઉટ થઈ હતી.બેંગ્લોર માટે આજે બોલિંગમાં ખૂબ જ સારું પ્રદર્શન રહ્યું હતું. જેમાં યશ દયાલે ત્રણ વિકેટ ઝડપી હતી અને લોકી ફર્ગ્યુસનએ બે વિકેટ ઝડપી હતી. વધુમાં સ્વપ્નિલ, મોહમ્મદ સિરાજ અને ગ્રીનને પણ 1-1 સફળતા મળી હતી. આ જીત સાથે જ RCB એ 12 પોઇન્ટ્સ સાથે 5 માં ક્રમે પહોંચ્યું છે, હવે RCB માટે PLAY OFF ના રસ્તા ખૂલ્યા છે જ્યારે દિલ્હી માટે હવે તે રસ્તો અશક્ય બન્યો છે.

આ પણ વાંચો : CSK ના ફેન્સને MS DHONI એ ચેપોક સ્ટેડિયમમાં આપી આ ખાસ ભેટ, વાંચો અહેવાલ

Whatsapp share
facebook twitter