+

તળાવમાં ન્હાવા પડેલો પુત્ર અચાનક ડૂબવા લાગ્યો, કપડા ધોતી માતા તળાવમાં કૂદી પડી, બન્નેના નિપજ્યા મોત

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ તાલુકાનાં રાણસીકી ગામે માતા પુત્રનાં ડુબી જવાથી મોત નિપજતા અરેરાટી ફેલાઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ રાણસીકીમાં આવેલા તળાવમાં આદીવાસી રૈયનીબેન રુપસંગ સાહદર ઉ.૩૦ સાંજના સુમારે કપડા…

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

ગોંડલ તાલુકાનાં રાણસીકી ગામે માતા પુત્રનાં ડુબી જવાથી મોત નિપજતા અરેરાટી ફેલાઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ રાણસીકીમાં આવેલા તળાવમાં આદીવાસી રૈયનીબેન રુપસંગ સાહદર ઉ.૩૦ સાંજના સુમારે કપડા ધોઇ રહી હતી તે સમયે તેમનો આઠ વર્ષનો પુત્ર રામ તળાવનાં કાંઠે નહાઇ રહ્યો હતો.દરમ્યાન રામ ઉંડા પાણીમાં ખેંચાઇ જઇ ડુબવા લાગતા રૈયનીબેને પળનો વિલંબ કર્યા વિના પુત્ર ને બચાવવાં પાણીમાં જંપલાવ્યું હતુ.પરંતુ કુદરત ને મંજુર ના હોય તેમ માતા પુત્ર બન્ને ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.

.તળાવનાં કાંઠે અન્ય મહીલાઓ કપડા ધોતી હોય તેમણે દ્રષ્ય જોઇ બુમાબુમ કરતા આસપાસ થી લોકો દોડી આવ્યા હતા.અને તળાવમાંથી માતાપુત્ર ને બહાર કાઢયાં હતા.પરંતુ ત્યાંસુધીમાં બન્નેનાં મોત નિપજ્યા હતા. મૃતદેહો પીએમ માટે કુંકાવાવ હોસ્પિટલ ખસેડ્યા હતા.

મૃતક રૈયનીબેન  મુળ બડવાણી મધ્યપ્રદેશ હતા.  અને છેલ્લા એક વર્ષ થી રાણસીકી વિનુભાઈ કાછડીયા ની વાડીએ તેના પતિ રુપસંગ તથા પુત્ર સાથે રહી ખેતમજુરી કરતા હતા.બનાવ અંગે સુલતાનપુર પોલીસ મથક દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે

Whatsapp share
facebook twitter