+

Ambalal Patel : અખાત્રીજના દિવસે અંબાલાલ પટેલે ચોમાસાને લઈ કરી આગાહી, જાણો કેવું રહેશે ચોમાસું ?

રાજ્યમાં લોકો ધોમધખતા તાપના કારણે ગરમીનો ઉકળાટ સહન કરી રહ્યા છે. ત્યારે આજે અખાત્રીજના દિવસે ગરમીથી રાહત આપે એવા સમાચાર આવ્યા છે. હવામાન જાણકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) અખાત્રીજના દિવસે…

રાજ્યમાં લોકો ધોમધખતા તાપના કારણે ગરમીનો ઉકળાટ સહન કરી રહ્યા છે. ત્યારે આજે અખાત્રીજના દિવસે ગરમીથી રાહત આપે એવા સમાચાર આવ્યા છે. હવામાન જાણકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) અખાત્રીજના દિવસે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલેની આગાહી મુજબ, અખાત્રીજના દિવસે સવારે નૈઋત્યના પવનના સંકેત મળ્યા છે, જેનાથી આ વર્ષે ચોમાસું (monsoon) વહેલું બેસી શકે છે.

ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે : અંબાલાલ પટેલ

હવામાન જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે, મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. બંગાળમાં ઉપસાગરમાં પણ 16 મેથી હલચલ જોવા મળશે. આથી, આ વર્ષે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું બેસશે. તેમણે કહ્યું કે, 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી શકે છે. આ વર્ષે દક્ષિણ ભારતમાં મેઘરાજાની પધરામણી વહેલી થવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલે (Ambalal Patel) આગળ જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં (Mrigashirsha Nakshatra) બેસશે. 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે અને ચોમાસાની (monsoon) શરૂઆત આંધી વંટોળ સાથે થઈ શકે છે.

11 થી 13 મે સુધી રાજ્યમાં વરસાદ પડવાની આગાહી

તેમણે કહ્યું કે, જુલાઈ અને ઓગસ્ટમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ છે. આ વર્ષે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ 106 ટકા થવાની સંભાવના છે. ગુજરાતમાં 700 એમએમ કરતા વધારે વરસાદ પડી શકે છે. જણાવી દઈએ કે, ગઈકાલે હવામાન વિભાગના (Meteorological Department) ડાયરેક્ટર એ. કે. દાસે (A. K. Das) પણ ચોમાસા અંગે મહત્ત્વની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં 3 દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી છે. 11 થી 13 મે સુધી રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે, 11 મે દરમિયાન, નર્મદા, તાપી (Tapi), ડાંગ, વલસાડ, દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે 12 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં વરસાદ પડી શકે છે. એ.કે. દાસે આગળ કહ્યું કે, 13 મેના રોજ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી (Navsari), દમણ, દાદારાનાગર, હવેલી, સાબરકાંઠામાં (Sabarkantha) વરસાદ આવી શકે છે.

 

આ પણ વાંચો – Gujarat Weather Update: મેઘરાજા વહેલી તકે રાજ્યમાં પથરામણાં કરશે

આ પણ વાંચો – Gujarat WEATHER: અંગ દઝાડતી ગરમીમાં શેકાયું ગુજરાત! આગામી 3 દિવસ રહેશે ગરમી યથાવત

આ પણ વાંચો – Weather Reports : આગ ઝરતી ગરમી! હિટવેવની આગાહી, આ 3 જિલ્લામાં તાપમાન 43 ડિગ્રીને પાર

Whatsapp share
facebook twitter