+

દેશની સૌથી જૂની એરલાઇન્સની ફ્લાઇટ એટેન્ડન્ટનો બદલાશે લૂક, 40 પાનાનો ડ્રેસ કોડ બહાર પડાયો

બિંદી, વીંટી, સાડી, અને વાળને લઇને નવા નિયમ દેશની સૌથી જૂની એરલાઈન્સનો ચહેરો બદલાવા જઈ રહ્યો છે. જ્યારથી ટાટાએ દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાને ખરીદી છે, ત્યારથી તેમાં કેટલાક ફેરફારો થઈ રહ્યા છે. આવનારા સમયમાં તમને એર ઈન્ડિયાની સાડીવાળી  ફ્લાઈટ એટેન્ડન્ટનો પણ નવો લુક જોવા મળી શકે છે. ખાનગીકરણ બાદ એર ઈન્ડિયામાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. કેબિન ક્રૂ માટે 40 પાનાનો ડ્રેસ કોડ જારી કરવામાં આà
બિંદી, વીંટી, સાડી, અને વાળને લઇને નવા નિયમ 
દેશની સૌથી જૂની એરલાઈન્સનો ચહેરો બદલાવા જઈ રહ્યો છે. જ્યારથી ટાટાએ દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાને ખરીદી છે, ત્યારથી તેમાં કેટલાક ફેરફારો થઈ રહ્યા છે. આવનારા સમયમાં તમને એર ઈન્ડિયાની સાડીવાળી  ફ્લાઈટ એટેન્ડન્ટનો પણ નવો લુક જોવા મળી શકે છે. ખાનગીકરણ બાદ એર ઈન્ડિયામાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. કેબિન ક્રૂ માટે 40 પાનાનો ડ્રેસ કોડ જારી કરવામાં આવ્યો છે. જેમાં બિંદી, વીંટી, સાડી, અને વાળને લઇને નિયમો બનાવવામાં આવ્યા છે.
ટાટા ગ્રુપની માલિકી હેઠળ આવ્યા બાદ કડક ડ્રેસ કોડ 
જ્યાં સુધી એર ઈન્ડિયા સરકારી માલિકીની હતી ત્યાં સુધી કેબિન ક્રૂ ડ્રેસ કોડ સરળ અને આરામદાયક રહ્યો. ક્રૂને ડ્રેસ કોડમાં પોતાની સુવિધા સચવાય તેવી છૂટ હતી. પણ હવે એવું નથી રહ્યુ. ટાટા ગ્રૂપની માલિકી હેઠળ આવ્યા બાદ,અન્ય ખાનગી એરલાઇન્સની જેમ ડ્રેસ કોડ ખૂબ કડક બનાવવામાં આવ્યો છે.
બિંદીની સાઇઝને લઇને પણ નિયમ 
40 પાનાનો ડ્રેસ કોડ પુરુષ અને સ્ત્રી ક્રૂ સભ્યો માટેના પોશાકની વિગતો આપે છે. આ મુજબ, મહિલા ક્રૂ મેમ્બર્સને સાડી પહેરી હશે તો જ બિંદી લગાવવાની મંજૂરી હશે. આમાં પણ બિંદીની સાઈઝ 0.5 સેમીથી વધુ ન હોવી જોઈએ. મોતી પહેરવા પર સખત પ્રતિબંધ છે. સોના અને ડાયમંડના હળવી અને સાદી ઝવેલરીની છૂટ છે, પરંતુ તેમાં ડિઝાઇનર અથવા રંગીન રત્નો ન હોવા જોઈએ. આ ઉપરાંત વાળનો ઝૂડો પારદર્શક નેટથી બનેલો હોવો જોઈએ. કાળા ઝૂડાને ઉપયોગમાં લઇ શકાશે નહીં. મહિલા કેબિન ક્રૂને સ્કિન ટોન અનુસાર ફાઉન્ડેશન અને કન્સિલર ઉમેરવા માટે કહેવામાં આવ્યું છે.એર ઈન્ડિયાના નવા ડ્રેસ કોડમાં પુરૂષોને પણ કડક નિયમોથી બાંધી દેવામાં આવ્યા છે. ઓછા વાળ ધરાવતા પુરૂષોને દરરોજ માથું મુંડાવવાની સલાહ આપવામાં આવી છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter