+

AAP Swati Maliwal: હવે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટીમાં જ મહિલાઓ સુરક્ષિત નહીં

AAP Swati Maliwal: આમ આદમી પાર્ટી (AAP) ની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે મારપીટ થઈ હોવાના મામલે મોટો ખુલાસો નોંધાયો છે. ત્યારે આજરોજ આપ (AAP) સાંસદ સંજ્ય (Sanjay…

AAP Swati Maliwal: આમ આદમી પાર્ટી (AAP) ની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે મારપીટ થઈ હોવાના મામલે મોટો ખુલાસો નોંધાયો છે. ત્યારે આજરોજ આપ (AAP) સાંસદ સંજ્ય (Sanjay Singh) સિંહે કહ્યું હતું કે, સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે દિલ્હી (Delhi) ના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના પીએએ ગેરવર્તણૂક કરી હતી. ત્યારે એક પાર્ટી કાર્યાકાર અને સાંસદ સાથે આ પ્રકારનું વ્યવહાર ખરેખર નિંદનિય છે. ત્યારે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.

  • દિલ્હીના મુખ્યમંત્રીના નિવાસસ્થાને બની ચોંકાવનાર ઘટના

  • સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ અને ગેરવર્તણૂક કરાઈ

  • મુખ્યમંત્રીના પીએએ કરી સાંસદ સાથે મારપીટ

જોકે આ મામલે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આ મામલે પહેલીવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજ્યસભા સાંસદ Swati Maliwal સાથે થયેલી ગેરવર્તણૂકના મામલે દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. ત્યારે રાજ્યસભા સાંસદે (Sanjay Singh) એક પત્રકાર પરિષદમાં આ મામલે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યુ કે, દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રીના પીએ વિભવ કુમારે સાંસદ Swati Maliwal સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગેરવર્તણૂક કરી હતી.

આ પણ વાંચો: PM મોદી સાથે નામાંકન પત્ર ભરવા પહોંચેલા આ વિદ્વાન છે કોણ? રામ મંદીર સાથે છે ખાસ કનેક્શન..

તાત્કાલિક 112 પર કોલ કરીને પોલીસ બોલાવીને

તેમણે વધુમાં કહ્યું કે, સાંસદ Swati Maliwal દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ (CM Arvind Kejriwal) ના નિવાસ્થાને તેમને મણવા માટે આવ્યા હતા. ત્યારે જ મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) ના પીએ વિભવ કુમાર સાંસદ Swati Maliwal પાસે આવ્યા હતા. ત્યારે તેમણે સાંસદ Swati Maliwal સાથે ગેરવર્તણૂક કરી હતી. ત્યારે તેમણે તાત્કાલિક 112 પર કોલ કરીને પોલીસ બોલાવીને આ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી.

આ પણ વાંચો: Karnataka News: માતા હિરાબાની તસવીર બનાવનાર કર્ણાટકની યુવતીને વડાપ્રધાને આભાર પત્ર લખી આપ્યો

દિલ્હી પોલીસ પણ હચમચી ગઈ હતી

ત્યારે Swati Maliwal પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી (CM Arvind Kejriwal)ના નિવાસસ્થાને તેમની સાથે મારપીટ કરવામાં આવી છે. મારી સાથે મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) ના પીએએ મારપીટ સાથે ગેરવર્તણૂક કરી છે. ત્યારે ફોન સાથે દિલ્હી પોલીસ પણ હચમચી ગઈ હતી. ત્યારે થોડીવાર પછી કંફર્મ થયું કે કોલ કરનાર સાંસદ સ્વાતિ માલીવાલ છે, ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસ કાફલો મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી ગયો હતો.

આ પણ વાંચો: Bhairamgarh : સૈનિકોને ટાર્ગેટ કરવા માટે લગાવેલી લેન્ડમાઈન બ્લાસ્ટ થતા 2 બાળકોના મોત…

Whatsapp share
facebook twitter