+

ફિલ્મે 1000 કરોડની કમાણી કરી, સાથે જ તોડ્યા આ 7 રેકોર્ડ

બ્લોક બસ્ટર KGF ચેપ્ટર 2એ 2018ની ફિલ્મ KGFની સિક્વલ છે. જેમાં યશ, શ્રીનિધિ શેટ્ટી, રવિના ટંડન અને પ્રકાશ રાજે કામ કર્યું છે. આ વર્ષની ફિલ્મે KGF ચેપ્ટર 2 રૂ. 1000 કરોડનો આંકડો પાર કરી ગયો છે., આ સાથે આ ફિલ્મે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે બનાવ્યા છે અને તોડ્યા છે. દિગ્દર્શક પ્રશાંત નીલ દ્વારા બનાવવામાં આવેલી કન્નડ ફિલ્મ KGF ચેપ્ટર 2નો ફીવર સમગ્ર વિશ્વ પર છવાયેલો છે. આ ફિલ્મે વિશ્વભરમાં કરોડો રૂપિયાની કàª
બ્લોક બસ્ટર KGF ચેપ્ટર 2એ 2018ની ફિલ્મ KGFની સિક્વલ છે. જેમાં યશ, શ્રીનિધિ શેટ્ટી, રવિના ટંડન અને પ્રકાશ રાજે કામ કર્યું છે. આ વર્ષની ફિલ્મે KGF ચેપ્ટર 2 રૂ. 1000 કરોડનો આંકડો પાર કરી ગયો છે., આ સાથે આ ફિલ્મે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે બનાવ્યા છે અને તોડ્યા છે. દિગ્દર્શક પ્રશાંત નીલ દ્વારા બનાવવામાં આવેલી કન્નડ ફિલ્મ KGF ચેપ્ટર 2નો ફીવર સમગ્ર વિશ્વ પર છવાયેલો છે. આ ફિલ્મે વિશ્વભરમાં કરોડો રૂપિયાની કમાણી કરી છે. આ સાથે તેણે ભારતીય સિનેમાના ઈતિહાસમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે. KGF ચેપ્ટર 2 બોક્સ ઓફિસ કલેક્શન 1000 કરોડને પાર છે. ફિલ્મે આ રેકોર્ડ તોડ્યાં છે.
ભારતની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
KGF ચેપ્ટર 2 ચોથી ભારતીય ફિલ્મ છે, જેણે 1000 કરોડનો બિઝનેસ કર્યો છે. અગાઉ, RRR એ 1115 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, બાહુબલી 2એ 1810 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને દંગલે 2024 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મ વેપાર નિષ્ણાતો કહે છે આ વીકના અંત સુધીમાં, આ ફિલ્મ RRRને પાછળ છોડી દેશે. અને ટોચની  ત્રણ ફિલ્મમાં સ્થાન મેળવશે.
કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
વિશ્વભરમાં 1000 કરોડની કમાણી કર્યા પછી KGF ચેપ્ટર 2 કન્નડ સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ફલ્મ બની છે.  એ નોંધવું પડશે કે KGF પ્રકરણ 2 એ કન્નડ ઉદ્યોગની આગામી 12 સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની કમાણી જેટલી કમાણી કરી છે. 
ઓપનિંગ વીકએન્ડ પર ભારતીય ફિલ્મનું સૌથી વધુ કલેક્શન
KGF ચેપ્ટર 2 તેના શરૂઆતના સપ્તાહાંતમાં જ મોટી કમાણી તરફ આગળ વધી છે. રિલિઝના સપ્તાહના અંતે, KGF 2એ બાહુબલી 2 ના વૈશ્વિક કલેક્શનને માત આપી. ફિલ્મે ઓપનિંગ વીકએન્ડમાં 552 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બાહુબલી 2નું કલેક્શન 526 કરોડ રૂપિયા હતું. જોકે KGA જો કે, KGF ચેપ્ટર 2એ ચાર દિવસના સપ્તાહના અંતે આ કલેક્શન કર્યુ હતું, 
ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ
કન્નડ ફિલ્મોના હિન્દી ડબ વર્ઝન ભાગ્યે જ સારું પ્રદર્શન કરે છે. ત્યારે KGFના હિન્દી વર્ઝનનું કલેક્શન 50 કરોડ રૂપિયા હતું, જે અત્યારસુધીની સૌથી સારી કમાણી માનવામાં હતું. પરંતુ, KGF ચેપ્ટર 2 એ પહેલા દિવસથી ઘણી કમાણી કરી છે. આ ફિલ્મનો ઓપનિંગ ડે 52 કરોડ રૂપિયા હતો, જે હિન્દી સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ છે. આ પહેલાં 50 કરોડ  સાથે  ઠગ્સ ઑફ હિન્દોસ્તાન માટે 48 કરોડની કમાણી હતી.
કોરોના પછી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ
હિન્દી સંસ્કરણની બમ્પર કમાણી સાથે, KGF પ્રકરણ 2 માટે કલેક્શન માટે ઘણા રસ્તાઓ ખુલી ગયા. તેને જર્સી અને રનવે 34 જેવી ફિલ્મોનો ફાયદો પણ મળ્યો. તેના રિલીઝના બે અઠવાડિયામાં, KGF ચેપ્ટર 2 ના હિન્દી સંસ્કરણે 350 કરોડની કમાણી કરી. સાથે જ તે રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. આ સાથે તે ત્રીજા ક્રમે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ  છે.
એડવાન્સ બુકિંગમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ
જો કે, KGF ચેપ્ટર 2 એ તેની રિલીઝ પહેલા જ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું હતું. તેના એડવાન્સ બુકિંગને કારણે  તે ચર્ચામાં આવી. યશની ફિલ્મે એડવાન્સ બુકિંગથી 60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રિપોર્ટ અનુસાર, બાહુબલી 2 એ એડવાન્સ બુકિંગથી 58 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

પ્રાદેશિક સિનેમાના પણ ઘણા રેકોર્ડ તોડ્યા
ઘણાં વૈશ્વિક અને રાષ્ટ્રીય રેકોર્ડ તોડવા ઉપરાંત, KGF ચેપ્ટર 2 એ ઘણા પ્રાદેશિક રેકોર્ડ પણ બનાવ્યા છે. ઓડિશામાં 10 કરોડની કમાણી કરનારી આ પહેલી ફિલ્મ છે. કન્નડ ભાષાની ફિલ્મ હોવા છતાં, તેણે તમિલ ફિલ્મ બીસ્ટને માત આપી છે આ સાથે તેણે તમામ ઓડિશા ફિલ્મોને પાછળ છોડી દીધી છે. કેરળમાં સૌથી ઝડપી 50 કરોડની કમાણી કરનાર ફિલ્મ બની. તેમજ ફિલ્મ KGF 2 ફિલ્મે મુંબઈ અને તમિલનાડુમાં 100-100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં પણ KGF  2 બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યી છે. 
Whatsapp share
facebook twitter