+

શાળામાં ભણતી સગીરા સાથે ધાક ધમકી આપી કૌટુંબિક મામાએ આચર્યું દુષ્કર્મ

ગોમતીપુરમાં રહેતી 16 વર્ષની સગીરાએ અમરાઈવાડીમાં રહેતા વિશાલ ગુપ્તા સામે ફરિયાદ નોધાવી છે કે તેણે ધાકધમકી આપીને મોબાઈલ નબંર પર વાતચીત કરતો હતો .અને અવરનવાર ધાક ધમકી આપી સ્કુલથી અને ઘરેથી અમરાઈવાડી લઇ જઈ  લગ્નની લાલચ આપી શારીરિક સબધ બાંધ્યા હતા. જેને લઈને સગીરાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુધ્ધ ફરિયાદ નોધાવી છે. ગોમતીપુરમાં રહેતી 16 વર્ષની સગીરાએ ફરિયાદ નોધાવી છે કે તેનું à
ગોમતીપુરમાં રહેતી 16 વર્ષની સગીરાએ અમરાઈવાડીમાં રહેતા વિશાલ ગુપ્તા સામે ફરિયાદ નોધાવી છે કે તેણે ધાકધમકી આપીને મોબાઈલ નબંર પર વાતચીત કરતો હતો .અને અવરનવાર ધાક ધમકી આપી સ્કુલથી અને ઘરેથી અમરાઈવાડી લઇ જઈ  લગ્નની લાલચ આપી શારીરિક સબધ બાંધ્યા હતા. જેને લઈને સગીરાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુધ્ધ ફરિયાદ નોધાવી છે. 
ગોમતીપુરમાં રહેતી 16 વર્ષની સગીરાએ ફરિયાદ નોધાવી છે કે તેનું મૂળ વતન ઉતરપ્રદેશ છે અને ગોમતીપુર વિસ્તારમાં માતાપિતા સાથે રહે છે અને ગોમતીપુરમાં આવેલ સ્કુલમાં 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. સાથે જ તે સીવણ કલાસ પણ કરે છે. હાટકેશ્વરમાં રહેતા વિશાલ ગુપ્તા આ સગીરાનાં મામા થાય છે જેના કારણે અમરાઈવાડીમાં રહેતા એક સબધીને ત્યાં બને મળ્યા હતા અને વિશાલે 2 વર્ષ પહેલા પ્રપોઝ કર્યું હતું પણ સગીરા પ્રેમ સબંધ રાખવા માગતી ન હોવાના  કારણે મનાઈ કરી હતી. જોકે ત્યાર બાદ આ વિશાલે ધાકધમકી આપી સગીરા સાથે ફોનમાં વાતચીત કરતો અને અવરનવાર તેના ઘરે આવતો હતો .

અને આજથી 2 વર્ષ પહેલા વિશાલ ગુપ્તા સગીરાના ઘરે આવ્યો હતો અને સ્કુલે ઉભા રહેવાનું કહીને નીકળી ગયો હતો ત્યાર બાદ સગીરા સ્કુલે ગઇ તે વખતે વિશાલ તેને બાઈક પર બેસાડીને તેના ઘરે અમરાઈવાડી લઇ ગયો હતો. અને સગીરાની મરજી વિરુદ્ધ લગ્ન કરવાનું કહીને  શરીર સબધ બાંધ્યા હતા, અને ત્યાર બાદ પાછો સ્કુલે મૂકી ગયો હતો.  ત્યાર બાદ અવરનવાર વિશાલ તેના ઘરે સગીરાને આવાનું દબાણ કરતો હતો, અને સગીરા મનાઈ કરતા તેના પિતા અને ભાઈ ને મારી નાખવાની ધમકી આપી અવરનવાર સ્કુલની સામેથી તેમજ સીવણ ક્લાસની સામેથી બાઈક પર લઇ જઈ શારીરિક સબંધ બાધ્યાં હતા. જોકે આ સમગ્ર બાબતની જાણ સગીરાએ તેના ભાઈને કરી હતી અને ત્યારબાદ સગીરાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુધ ફરિયાદ નોધાવી છે.  
Whatsapp share
facebook twitter