+

weather Forecast : આગામી 3 દિવસ ગુજરાતને ઘમરોળશે કમોસમી વરસાદ! આ જિલ્લાઓમાં માવઠાંની વકી

weather Forecast : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કેટલાક તાલુકાઓમાં ભારે પવન સાથે કરાં અને કમોસમી વરસાદ પડ્યો છે. માવઠાંના કારણે વિવિધ પાકને…

weather Forecast : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કેટલાક તાલુકાઓમાં ભારે પવન સાથે કરાં અને કમોસમી વરસાદ પડ્યો છે. માવઠાંના કારણે વિવિધ પાકને પણ ભારે નુકસાન થયું છે. અગાઉ હવામાન વિભાગે 16 મે સુધી વરસાદની આગાહી કરી છે. ત્યારે હવે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા મુજબ, રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદ પડી શકે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા અને તાલુકાઓમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. માહિતી મુજબ, રાજકોટ (Rajkot), ભાવનગર, ગીરસોમનાથમાં વરસાદ ખાબકવાની સંભાવના છે. ઉપરાંત, દ્વારકા, અમરેલી (Amreli), મોરબી, જૂનાગઢમાં વરસાદી છાંટા જોવા મળી શકે છે. જ્યારે ડાંગ, નવસારી (Navsari), વલસાડ, દમણમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આજે અહીં પડી શકે છે માવઠું

હવામાન વિભાગ મુજબ, 15 મેના રોજ અરવલ્લી, ખેડા (Kheda), અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે, 16 મેના રોજ બનાસકાંઠા (Banaskantha), સાબરકાંઠા, દાહોદ (Dahod), ગીર સોમનાથ, અમરેલી (Amreli), ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી (weather Forecast) છે. બે દિવસ પહેલા રાજ્યભરમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો હતો. રાજ્યના વિવિધ જિલ્લાઓના 41 તાલુકામાં ભરઉનાળે પવન સાથે કરાં અને માવઠું પડતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. કમોસમી વરસાદના (Unseasonal rain) કારણે ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે.

 

આ પણ વાંચો – Unseasonal rain : સાવચેત રહેજો! આગામી બે દિવસ આ જિલ્લાઓમાં કહેર વર્તાવશે માવઠું! વીજળી પડતાં 2 ના મોત

આ પણ વાંચો – Raghavji Patel : કમોસમી વરસાદથી પાકને નુકસાન, કૃષિમંત્રીએ આપ્યા આ આદેશ

આ પણ વાંચો – PANCHMAHAL : ભર ઉનાળે વરસેલા કમોસમી વરસાદથી પંચમહાલ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની

Whatsapp share
facebook twitter