+

પડતર પ્રશ્નો મુદ્દે હિંમતનગર પાલિકાના કર્મચારીઓએ વિરોધ વ્યક્ત કર્યો

Himmatnagar : અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ (Akhil Gujarat Municipal Employees’ Union) દ્વારા રાજ્યના તમામ પાલિકાઓમાં પડતર પ્રશ્નોના અંગે સરકાર સામે આંદોલન (agitation) ઉપર ઉતર્યા છે. જે અંતર્ગત બુધવારે હિંમતનગર…

Himmatnagar : અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ (Akhil Gujarat Municipal Employees’ Union) દ્વારા રાજ્યના તમામ પાલિકાઓમાં પડતર પ્રશ્નોના અંગે સરકાર સામે આંદોલન (agitation) ઉપર ઉતર્યા છે. જે અંતર્ગત બુધવારે હિંમતનગર પાલિકાના કર્મચારીઓ (employees of Himmat Nagar Municipality) એ કાળી પટ્ટી બાંધી (black stripes) ને સૂત્રોચાર કરી પોતાનો વિરોધ (Protest) દર્શાવ્યો હતો.

પાલિકાના કર્મચારીઓ (employees of the municipality) ના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી તેમની માંગણીઓ અંગે સરકાર દ્વારા હકારાત્મક કાર્યવાહી ન કરવાને કારણે કર્મચારીઓ (employees) માં અસંતોષ વ્યાપેલો છે. જે સંદર્ભે તા.15 માર્ચે ધારાસભ્ય (MLA) તથા 16 માર્ચે પ્રાદેશિક ઝોન કમિશ્નરને આવેદનપત્ર અપાશે. ત્યારબાદ 23 માર્ચે રાજયની તમામ નગરપાલિકાઓના કર્મચારીઓ તેમની માંગણીઓના હકારાત્મક નિકાલ ન આવે ત્યાં સુધી ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાનાર ધરણાના કાર્યક્રમમાં હાજરી આપશે.

અહેવાલ – યશ ઉપાધ્યાય

આ પણ વાંચો – હિંમતનગર મેડિકલ કોલેજમાં MRI મશીનનું કરાયું લોકાર્પણ

આ પણ વાંચો – Leopard Killer: હિંમતનગરના જંગલોમાં ફંસલામાં ફસાવાથી મોત પામેલા દીપડાનો ભેદ ઉકેલાયો

આ પણ વાંચો – જિલ્લામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી હિંમતનગર “એ”ડિવિઝન પોલીસ સ્ટેશન

Whatsapp share
facebook twitter