+

રાજસ્થાન તરફથી ચોમાસાની વિદાય પણ ઓક્ટોબર માસ રહેશે ભારે…

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નૈઋત્ય ચોમાસું હવે વિદાય લેવાની નજીકમાં છે. રાજસ્થાન (Rajasthan) તરફથી ચોમાસા (monsoon)એ વિદાય લીધી છે અને આગામી એક…
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નૈઋત્ય ચોમાસું હવે વિદાય લેવાની નજીકમાં છે. રાજસ્થાન (Rajasthan) તરફથી ચોમાસા (monsoon)એ વિદાય લીધી છે અને આગામી એક સપ્તાહમાં ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેશે. આગામી 5 દિવસ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઓક્ટોબરમાં રહેશે વરસાદ
જો કે  બીજી તરફ આગામી ઓક્ટોબર માસમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને અરબ સાગરમાં પણ તેની હળવી અસર જોવા મળશે જેના લીધે ચોમાસાની ભલે વિદાય થઇ રહી હોય પણ ઓક્ટોબર માસમાં ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં  ભારે વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાઇ શકે
ઘણા હવામાન નિષ્ણાતોએ પણ આગાહી કરી છે કે મહારાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ પછી સિસ્ટમ બનવાની શક્યતા છે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાઇ શકે છે.
5 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદ રહેશે. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. જો કે હાલ વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નથી. ઉલ્લેખનિય છે કે સુરતમાં આજે સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભલે રાજ્યમાંથી ચોમાસું વિદાય લઇ રહ્યું હોય પણ વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે ઓક્ટોબર માસમાં વરસાદ રહેવાની શક્યતા છે. ખાસ કરીને નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં વરસાદ રહે તેવી શક્યતા છે.
Whatsapp share
facebook twitter