Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોલસા અને કેમિકલના ભાવમાં ઘટાડો થતાં કાપડ ઉદ્યોગ ઉપર પડી નેગેટિવ અસર

07:15 PM Jun 05, 2023 | Vipul Pandya
અહેવાલ—રાબિયા સાલેહ, સુરત
કોલસા અને કેમિકલના ભાવમાં ઘટાડો થતાં કાપડ ઉદ્યોગ ઉપર પડી નેગેટિવ અસર
કાપડ અને કેમિકલ ઉધોગમાં આવેલી મંદીના કારણે વિવર્સની મુશ્કેલીમાં વધારો
કોલસાનો ભાવ ટન દીઠ 2000 ઘટ્યો છે
કાપડની નબળી ડિમાન્ડને લીધે મિલોમાં ઉત્પાદન ઉપર કાપ મુકાયો છે.
સપ્તાહમાં ૩ દિવસનો ઉત્પાદન કાપ રહેતા વિવર્સ અટવાયા છે
કાપડ ઉદ્યોગમાં ચાલતી ડાઈંગ પ્રિન્ટિંગ મીલો એક મહત્વનો ભાગ ભજવી રહી છે અને આ મિલોની અંદર હાલ છવાયેલા મંદીના માહોલને કારણે કાપડ ઉદ્યોગકારો સહિત વિવર્સની હાલત સતત કફોડી થઈ રહી હોવાની માહિતી મળી છે. વર્ષ ૨૦૨૨માં તહેવારોની સીઝન ફેઇલ જતા ટેક્સટાઇલ અને કેમિક્લ ઉદ્યોગમાં મંદી છવાઈ હતી.

દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગ ઉપર વિપરીત અસર
ઉદ્યોગકારોનું કહેવું કે દિવાળી પછી રમઝાન ઇદ અને લગ્નસરાના તહેવારોની સિઝન નિષ્ફળ ગઈ હતી, જેના કારણે દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગ ઉપર વિપરીત અસર પડી છે. એક અંદાજ મુજબ આયાતી કોલસાની કિંમતમાં ફેરફાર થયો છે. છેલ્લા બે મહિનામાં મેટ્રિક ટન દીઠ કોલસાના ભાવો 2000 રૂપિયા સુધી તૂટ્યા છે. જો કે કોલસા અને કેમિકલના ભાવોને લીધે સાડીની પ્રોડક્શન કોસ્ટ નીચે જતાં ભારે નુક્સાનની ભીતિ પણ સેવાઈ રહી છે, પરંતુ એકાએક કોલસાના ભાવો ટન દીઠ 2000 ઘટવા છતાં સ્થિતિ નબળી થઈ છે.

કાપડની ડિમાન્ડ ઘટવાને કારણે મિલોમાં કાપ મુકાયો
આ અંગે વિવર્સ એસોસિએશન ના સભ્ય મયુર ગોળવાલા એ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ કાપડની ડિમાન્ડ ઘટવાને કારણે મિલોમાં કાપ મુકાયો છે, એક બાજુ સપ્તાહમાં ૩ દિવસનો ઉત્પાદન કાપ ચાલી રહ્યો છે તો બીજી બાજુ કાપના કારણે રોજગારીનો પ્રશ્ન પણ ઉભો થયો છે.કોલસા, કેમિકલનાં ભાવ ઘટાડાની સારી કે ખરાબ બન્નેમાંથી એક પણ અસર પ્રોસેસિંગ ઉધોગમાં જણાઈ નથી. એનાથી વિપરીત ટ્રેડર્સની નબળી માંગને પગલે મિલોની ૩ પાળીમાંથી 1 પાળી પર આવી ગઈ છે. કાપડ ઉદ્યોગમાં આવેલી મીલોમાં કામ ઓછું થઈ રહ્યું છે એટલે 30% કારીગરોની ઘટ પણ નડી રહી છે જે એક ચિંતાનો વિષય બન્યો છે.

યાર્નની ડિમાન્ડમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો
વધુમાં વિવર્સ અગ્રણી મયુર ગોળવાલા જણાવ્યું હતું કે  નાયલોન સહિત વિવિધ યાર્નની ડિમાન્ડમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. યાર્નનાં રોમટીરિયલ અને યાર્નનાં ભાવો ઘટવા છતાં વિવર્સ નવી ખરીદી ટાળી રહ્યાં છે. જો કે હાલ કાપડ માર્કેટમાં ગ્રે કાપડની ડિમાન્ડ નથી એટલે વિવિંગ ઉધોગ પણ ત્રણ થી 4 દિવસ કારખાનાં બંધ રાખવા મજબૂર બન્યો છે.જ્યારે યુક્રેન રશિયા યુદ્ધને લીધે ક્રૂડ ઓઇલ અને યાર્નનાં સમટીરીયલનાં ભાવો ખૂબ વધી ગયા હતા. જો એ ભાવ વાસ્તવિક સપાટીએ ન આવે તો બજારની સ્થિતિ કથળી જશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનું ફંડ અટકી ગયું. ટફ યોજના બંધ થઈ ગઈ છે, તો ટીટીડીએસ યોજના જાહેરાત પછી શરૂ જ થઈ શકી નથી આ તમામ વસ્તુ વિવર્સ ને ઇફેક્ટ કરી રહ્યું છે.
કોલસાની અછત
સુરતના કાપડ ઉદ્યોગમાં આવેલી મિલો અને ઉદ્યોગો માટે જરૂરી એવો કોલસો જીએમડીસી પૂરો પાડી રહી છે. કેમિકલ ઉદ્યોગ અને મિલો કોલસો ઉપયોગમાં લે છે, જોકે નિયમ પ્રમાણે આ એકમોએ 10% આયાતી કોલસો ફરજિયાત ખરીદવાનો હોય છે.પંરતુ હાલ ની પરિ્થિતિ ની વાત કરી એ તો રશિયા યુક્રેન યુદ્ધને લીધે ઇન્ડોનેશિયાથી આયાત થતો કોલસો 8000 થી 10,000 થઈ ગયો છે. સાથે જ યુરોપના દેશોમાં ડિમાન્ડ વધતાં ભાવો વધ્યાં હતાં જેનો સીધો અસર અહી જોવા મળ્યો હતો.
કાપડ ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે
ઉદ્યોગોમાં વધતી મુશ્કેલી અંગે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના જીતેન્દ્ર વખારિયા એ કહ્યું હતું કે સુરતનો મેન મેઇડ ફાઈબર આધારિત કાપડ ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે.વિદેશી અને લોકલ માર્કેટમાં હાલ નબળી પરિસ્થિતિ જોવા મળી રહી છે.જેને કારણે સુરતમાં મેન મેડ ફાઇબર આધારિત કાપડ ઉદ્યોગ મંદીમાં છવાઈ છે. કાપડનાં વેપારીઓ, એમ્બ્રોઇડરી કારખાનેદારો, વિવરો, યાર્ન ડિલરો, પ્રોસેસર્સની સંપૂર્ણ વેલ્યુ ચેઇન મની ક્રાઇસીસમાં છે. એક બાજુ લગ્નસરા સિઝન નિષ્ફળ ગઈ છે. તો બીજી બાજુ નાયલોન સહિત વિવિધ યાર્નની ડિમાન્ડમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો છે.