+

Lohana Samaj: જૂનાગઢમાં રાજેશ ચુડાસમા માટે માઠા સમાચાર, આવતી કાલે લોહાણા સમાજની મોટી બેઠક

Lohana Samaj: લોકસભાની ચૂંટણી માટે મોટું ધમાસાણ ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના રાજકારણને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જૂનાગઢમાં રાજેશ ચુડાસમા માટે મોટા…

Lohana Samaj: લોકસભાની ચૂંટણી માટે મોટું ધમાસાણ ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના રાજકારણને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જૂનાગઢમાં રાજેશ ચુડાસમા માટે મોટા માઠા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઠમાં લોકસભા ચૂંટણીમાં મતદાન યોજાય તે પહેલા જ પોલિટિક્સનો દોર શરૂ થયો ઠેય તમને જણાવી દઈએ કે, જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં લોહાણા સમાજ (Lohana Samaj)ની મોટી બેઠક થવાનની છે. મળતી વિગતો પ્રમાણે આવતીકાલે રઘુવંશી સમાજની વેરાવળ ખાતે મહત્વની બેઠક યોજાવાની છે.

વેરાવળ ખાતે લોહાણા મહાજનવાડી ખાતે આ બેઠક યોજાશે

નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં 7 તારીખે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણીમાં થઈ રહેલી રાજનીતિને લઈને સમગ્ર લોહાણા સમાજ (Lohana Samaj) એક મંચ પર આવવાનો છે. મળતી વિગતો પ્રમાણે વેરાવળ ખાતે લોહાણા મહાજનવાડી ખાતે આ બેઠક યોજાવાની છે. જેમાં લોહાણા સમાજ મહત્વનો નિર્ણય પણ લેશે. તમને જણાવી દઈએ કે, આ બેઠકના પ્રારંભે સેવાભાવી સદગત તબીબ ડો. અતુલ ચગને શ્રદ્ધાંજલી અર્પણ કરાશે . ત્યાર બાદ આ બેઠકમાં સમાજના આત્મસન્માન માટે મતદાનની પદ્ધતિ કરવાનો મુદ્દા વિશે ખાસ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાભરના રધુવંશી સમાજ અગ્રણીઓ અને યુવાનોને આમંત્રીત કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાનમાં 7 તારીખે મતદાન થશે

તમને જણાવી દઈએ કે, જુનાગઢ બેઠકને લઈને ભાજપે રાજેશ ચુડાસમાને ઉમેદાવાર જાહેર કરેલા છે. આ સાથે કોંગ્રેસે હિરભાઈ જોટવાને પોતાના ઉમેદવાર જાહેર કરેલા છે. આ બન્નેમાંથી કોને પોતાના સાંસદ તરીકે જોવા માંગે તે અંગે ખાસ નિર્ણયો લેવામાં આવશે. નોંધનીય છે કે, ગુજરાતમાં 7 તારીખે મતદાન થવાનું છે. જેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બન્ને પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. પરંતુ જૂનાગઢમાં ચૂંટણીના સમીકરણો કેવા આવશે તે અંગે વિચાર કરવો ખુબ જ જટીલ છે. આ બન્નેમાંથી જૂનાગઢમાં લોહાણા સમાજ કોને મત આપશે તે અંગે વિચારણા કરવામાં આવશે.

આ પણ વાંચો: Unjha ભાજપ ઉપપ્રમુખને જનસભા પૂર્વે આવ્યું હાર્ટ એટેક, સારવાર પહેલા જ થયું મોત

આ પણ વાંચો: Bharuch નાં રાજકારણમાં પ્રાણીઓની એન્ટ્રી! મનસુખ વસાવાએ કુતરાં બિલાડા પછી ચૈતર વસાવાને ગણાવ્યાં મચ્છર

આ પણ વાંચો: Porbandar : મતદાનના 3 દિવસ પહેલા BJP ને મોટું નુકસાન, આ દિગ્ગજ નેતાનું હાર્ટ એટેકથી થયું નિધન

Whatsapp share
facebook twitter