+

સ્પર્ધકોના ડાર્ક સિક્રેટસે બધાને ચોંકાવી દીધાં

એમ એક્સ પ્લેયર પર સ્ટ્રીમ થયેલ 'લૉકઅપ' એક એવો રિયલિટી શો છે જેણે તેની અલગ અલગ કન્ટેન્ટ અને કોન્ટ્રોવર્સિઝના કારણે સાથે લોકો વચ્ચે એક ફેનબેસ તૈયાર કર્યું  છે. આ રિયાલિટી શો પ્રેક્ષકોને પસંદ પણ પડી રહ્યો છે. 'Lockup' એ એક એવો રિયાલિટી શો છે જેણે તેના અલગ કન્ટેન અને વિવાદો સાથે એક અલગ ફેન ફોલિંગ વર્ગ બનાવ્યો છે. પોતાના નિજી જીવનમાં ઘણા પડકારોનો સામનો કર્યો આ શોમાં સ્પર્ધકોએ એલિમિનેશન રાઉàª
એમ એક્સ પ્લેયર પર સ્ટ્રીમ થયેલ ‘લૉકઅપ’ એક એવો રિયલિટી શો છે જેણે તેની અલગ અલગ કન્ટેન્ટ અને કોન્ટ્રોવર્સિઝના કારણે સાથે લોકો વચ્ચે એક ફેનબેસ તૈયાર કર્યું  છે. આ રિયાલિટી શો પ્રેક્ષકોને પસંદ પણ પડી રહ્યો છે. ‘Lockup’ એ એક એવો રિયાલિટી શો છે જેણે તેના અલગ કન્ટેન અને વિવાદો સાથે એક અલગ ફેન ફોલિંગ વર્ગ બનાવ્યો છે. 
પોતાના નિજી જીવનમાં ઘણા પડકારોનો સામનો કર્યો 
આ શોમાં સ્પર્ધકોએ એલિમિનેશન રાઉન્ડ દરમિયાન પોતાના  ઘેરા રહસ્યો જાહેર કર્યા છે. તેમાંથી કેટલાક રહસ્યો એવા પણ છે જેમના જીવનના સિક્રેટ્સે બધાને ચોંકાવી દીધા છે. ‘લોકઅપ’ના સ્પર્ધકોમાં વિવિધ ક્ષેત્રના લોકોનો સમાવેશ થાય છે જેમણે પોતાના નિજી જીવનમાં ઘણા પડકારોનો સામનો કર્યો છે. બોલિવૂડની ક્વીન કંગના રનૌત દ્વારા આ શો  હોસ્ટ કરવામાં આવે છે. શોની શરૂઆત સોળ કેદીઓ સાથે થઈ હતી અને હવે આ શોમાં નવ સ્પર્ધકો બાકી છે. સોશિયલ મિડિયા સેન્સેશન પૂનમ પાંડેનું ટોપલેસ થવું હોય કે જાહેરમાં નહાવાની ઘટના હોય લોકો સતત આ શો વિશે વાત કરી રહ્યાં છે.   
એલિમિનેશનથી બતાવા સ્પર્ધકોએ જાહેર કર્યા વિચિત્ર રહસ્યો
એલિમિનેશન  ટાળવાના તેમના પ્રયાસો વચ્ચે, કરણવીર બોહરા જણાવે છે કે તે ભારે દેવા તળે દબાયેલા છે અને આવી જ પરિસ્થિતિમાં અન્ય કોઈએ આત્મહત્યા કરી શકે . પાયલ રોહતગીએ પોતાની કારકિર્દીમાં સફળ થવા માટે તાંત્રિક પૂજા અને વશીકરણનો આશરો લીધો. લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ પ્રભાવક અંજલિ અરોરાએ ખુલાસો કર્યો કે તેણે રશિયન રિસેપ્શનિસ્ટ સાથે નાઇટ આઉટ માટે પૈસા લીધા હતા, જ્યારે અઝમાહ ફલાહે ખુલાસો કર્યો હતો કે તેણી તેના પરિવારના ભરણ પોષણ માટે  લોકો પાસેથી ઓનલાઈન પૈસા પડાવતી હતી.
 
દરેક રહસ્ય જે  હેડલાઇન્સ બનાવે છે
શોની  વિશેષતાએ દર્શકોને વધુ આકર્ષિત કર્યા છે. સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકીને એક બાળક સાથેની મહિલાની અસ્પષ્ટ તસવીર બતાવવામાં આવી હતી, જે તેની પત્ની અને બાળક હોવાનું માનવામાં આવે છે, પરંતુ સ્પર્ધકે તેના વિશે વાત કરવાનો ઇનકાર કર્યો હતો અને તે માટે તેણે કારણ તરીકે કોર્ટ કેસનો ઉલ્લેખ કર્યો હતો. તે શો દરમિયાન તેની માતાને યાદ કરીને રડ્યો હતો. આ રિયાલિટી શોમાં અન્ય એક રહસ્ય જે લોકોમાં હેડલાઇન્સ બનાવે છે તે છે મંદાના કરીમી. મંદાના કરીમીએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તેણી એક પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સાથે સિક્રેટ સંબંધમાં હતી  જો કે તેણે પ્રેગનેન્સી બાદ તેણે એબોર્શન કરાવવું પડ્યું હતું. 

ટૂંકા ગાળામાં 200+ મિલિયન વ્યૂ
શોના આ ફોર્મેટને લઈને દર્શકોમાં ઘણી ઉત્સુકતા હતી,કારણ કે સ્પર્ધકો ખુલ્લેઆમ તેમના સૌથી મોટા રહસ્યો વિશે વાત કરે છે જેના વિશે કોઈ જાણતું નથી. વિવાદાસ્પદ સ્પર્ધકો તેમના રહસ્યો વિશે વાત કરતા હોવાથી શો માટે  દર્શકોમાં ભારે કુતુહલ અને ઉત્સાહ હતો. આટલા ટૂંકા ગાળામાં 200+ મિલિયન વ્યૂ મેળવ્યા પછી, ‘લોકઅપ’ એ OTT પ્લેટફોર્મ પર મોટી સફળતા મેળવી છે. જેમ જેમ શો ફિનાલે તરફ આગળ વધે છે તેમાં વધુ ટ્વિસ્ટ જોવા મળે છે. M X Player અને Alt Balaji પર 27 ફેબ્રુઆરી 2022 થી ‘Lockup’નું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ થયું. દર્શકોમાં આટલી હિટ થયા પછી શું ‘લોકઅપ’ સિઝન 2 સાથે આવશે? તે તો સમય આવે જ ખબર પડશે . હાલમાં તો દર્શકો અનુમાન લગાવી રહ્યા છે કે શોનો વિજેતા કોણ હશે.
Whatsapp share
facebook twitter