+

તિસ્તા સેતલવાડને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવી, આજે કોર્ટમાં રજૂ કરાશે

ગુજરાત એટીએસએ ગુજરાત રમખાણોના કેસમાં શનિવારે સામાજિક કાર્યકર્તા અને પત્રકાર તિસ્તા સેતલવાડની મુંબઈથી અટકાયત કરવામાં આવી હતી. તેમને આજે વહેલી સવારે ગુજરાત લઈ આવવામાં આવિ છે. આજે સવારે તેમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને ક્રાઈમ બ્રાન્ચ બોલાવ્યા હતા અને પ્રાથમિક પૂછપરછ પછી તેમની ધરપકડ કરી હતી. પૂર્વ આઈપીએસ સંજીવ ભ

ગુજરાત એટીએસએ ગુજરાત રમખાણોના કેસમાં શનિવારે સામાજિક કાર્યકર્તા અને પત્રકાર તિસ્તા સેતલવાડની મુંબઈથી અટકાયત કરવામાં આવી હતી. તેમને આજે વહેલી સવારે ગુજરાત લઈ આવવામાં આવિ છે. આજે સવારે તેમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને ક્રાઈમ બ્રાન્ચ બોલાવ્યા હતા અને પ્રાથમિક પૂછપરછ પછી તેમની ધરપકડ કરી હતી. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને વડોદરાની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફતે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લાવવામાં આવશે. 



2002માં ગોધરા કાંડ પછી જે રમખાણો થયા હતા ત્યાર બાદ અલગ અલગ કમિશનમાં અરજી કરવામાં આવી હતી.  તે મામલે સુપ્રીમ કોર્ટના અવલોકન બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.  આ ગુન્હાના આરોપી તિસ્તાની ધરપકડ કરી અને તેમને અમદાવાડ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતના પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના રીમાન્ડ માંગશે.   
શું છે મામલો 
તિસ્તા સેતલવાડની સંસ્થા CJPએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 62 અન્ય સરકારી અધિકારીઓ વિરુદ્ધ 2002ના ગુજરાત રમખાણોમાં તેમની ભૂમિકા માટે ગુનાહિત કેસ કરવાની માંગ કરી હતી. આ સમગ્ર મામલે  ભાજપનું કહેવું હતુ કે તિસ્તાનું સંગઠન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીને બદનામ કરવા માટે કોંગ્રેસ દ્વારા મેનેજ કરવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલા જ  24 જૂન, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો મામલે વડાપ્રધાન મોદીને આપવામાં આવેલી SITની ક્લીનચીટને યથાવત રાખવા સાથે કહ્યું હતું કે, સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડે અરજકર્તા ઝાકિયા જાફરીની ભાવનાઓનો પોતાનો સ્વાર્થ સાધવા માટે ઉપયોગ કર્યો છે તેમ પણ કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે જે લોકો કાયદા સાથે રમત રમે છે તેમની સામે કાર્યવાહી કરવી જરુંરી બને છે

જાણો કોણ છે તિસ્તા સેતલવાડ
તિસ્તાનો જન્મ 9 ફેબ્રુઆરીએ મુંબઈમાં થયો હતો. તિસ્તાએ પોતાનો અભ્યાસ મુંબઈમાં જ પૂર્ણ કર્યો હતો. તિસ્તાના પિતા અતુલ સેતલવાડ વ્યવસાયે વકીલ હતા. તીસ્તાના દાદા એમસી સેતલવાડ ભારતના પ્રથમ એટર્ની જનરલ રહી ચૂક્યા છે. તિસ્તાના પતિ આનંદ પત્રકાર છે. તિસ્તા સેતલવાડ સામાજિક કાર્યકર્તા અને પત્રકાર છે. તે સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP)ના સચિવ પણ છે. જે 2002માં ગુજરાત હિંસાના પીડિતોની વકીલાત કરવા માટે બનાવવામાં આવેલી એક સંસ્થા છે. 

તિસ્તા સેતલવાડને  વર્ષ 2000માં પ્રિન્સ ક્લૉસ એવોર્ડ, 2003માં નૂર્નબર્ગ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. 2002માં તીસ્તાને રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્દભાવના પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. આ ઉપરાંત વર્ષ 2007માં પદ્મશ્રીથી પણ સમ્માનિત થયા છે. 
તિસ્તા સેતલવાડ અને વિવાદ 
તિસ્તા સેતલવાડ પર વિદેશમાંથી ઉઘરાવેલા નાણા અંગત કાર્ય માટે વાપર્યા હોવાનો આરોપ પણ લાગી ચૂક્યો છે.
તેમની  સંસ્થા `સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ’ ગુજરાતના રમખાણ પીડિત મુસ્લિમોની મદદનું કાર્ય કરતી હતી. જો કે રમખાણ પીડિતોએ જે તે સમયે તિસ્તા સામે એવી ફરિયાદ કરી હતી કે પીડિતોની મદદના નામે દેશ વિદેશમાંથી ઉઘરાવેલા નાણા તીસ્તાએ અંગત કાર્ય માટે વાપર્યા. 2019માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પણ એવું સામે આવ્યું હતું કે તીસ્તા તેના પતિ જાવેદ અને અન્ય ત્રણ લોકોએ રૂ. 1 કરોડ 51 લાખની છેતરપિંડી કરી હતી. તિસ્તાએ 2019માં મહાકાળી માતાની તુલના ISISના આતંકવાદી સાથે કરતો ફોટો શેર કર્યો હતો. તસવીરમાં એક આતંકવાદીના હાથમાં સુદર્શન ચક્ર દેખાડાયું હતું. આ મામલે તિસ્તા સામે વિરોધનો વંટોળ ભભૂકયો હતો અને તેમણે આ મામલે માફી માંગી હતી 
Whatsapp share
facebook twitter