+

Gondal Forest Department: ગોંડલ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં દીપડો હોવાની અફવા વચ્ચે CCTV આવ્યા સામે

Gondal Forest Department: Gondal સ્ટેશન પ્લોટ વિસ્તાર શેરી નંબર 15 માં ગત 22 જૂન ની સાંજે 7.30 વાગ્યા આસપાસ એક CCTV માં દીપડો દેખાયા હોવાની વાતો વહેતી થઈ હતી. જેમના…

Gondal Forest Department: Gondal સ્ટેશન પ્લોટ વિસ્તાર શેરી નંબર 15 માં ગત 22 જૂન ની સાંજે 7.30 વાગ્યા આસપાસ એક CCTV માં દીપડો દેખાયા હોવાની વાતો વહેતી થઈ હતી. જેમના પગલે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 22 જૂન ની રાત્રે લોકો ઘર બહાર નીકળ્યા હતા Forest Department અને પોલીસ ઘટના સ્થળે પોહચ્યા હતા.

  • તપાસ કરતા Animals ના ફૂટ માર્ક મળ્યા

  • પ્રાણી દેખાતું હોઈ તેવા CCTV સામે આવ્યા

  • અફવાથી દુર રહેવાની એક અપીલ કરી

Gondal સ્ટેશન પ્લોટ વિસ્તારમાં દીપડો હોવાની વાતો વાયુ વેગે ફેલાતા શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. Gondal RFO દીપકસિંહ જાડેજા, ફોરેસ્ટર એચ.એમ.જાડેજા, સહદેવસિંહ જાડેજા અને Gondal ની ટ્રેકર ટીમ દ્વારા સતત ત્રણ દિવસ અને રાત્રીના આસપાસની સોસાયટીમાં અને સ્થળ તપાસ કરતા Animals ના ફૂટ માર્ક (પગના નિશાન) જોવા મળ્યા ન હતા.

પ્રાણી દેખાતું હોઈ તેવા CCTV સામે આવ્યા

સ્ટેશન પ્લોટ સહિતની આસપાસની સોસાયટીમાં જૂનવાણી બંધ મકાનોમાં Forest Department અને ટ્રેકર ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી ક્યાંય પણ કશું દેખાયું ન હતું. વધુમાં Gondal ના RFO દીપકસિંહ જાડેજા એ જણાવ્યુ હતું કે Gondal સ્ટેશન પ્લોટ વિસ્તારમાં 22 જૂન ની સાંજે 7.30 વાગ્યા આસપાસ એક પ્લોટ માં Animals દેખાતું હોઈ તેવા CCTV સામે આવ્યા હતાં.

અફવાથી દુર રહેવાની એક અપીલ કરી

જેમાં Forest Department દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા ફૂટ માર્ક દેખાયા ન હતાં. સતત ત્રણ દિવસ અને રાત્રીના ફોરેસ્ટરોનું પેટ્રોલીંગ રાખવામાં આવ્યું હતું. સ્ટેશન પ્લોટ વિસ્તારમાં જુનવાણી બંધ મકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ક્યાંય પણ Animals કે તેમના ફૂટ માર્ક દેખાયા ન હતા. શહેરીજનોએ આ Animals ની અફવાથી દુર રહેવાની એક અપીલ કરી હતી.

અહેવાલ વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો: Gift City News: ગિફ્ટ સિટી અને TiE એ ઉદ્યોગસાહસિકતા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કર્યા MoUs

Whatsapp share
facebook twitter