Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઝિમ્બાબ્વે સામે વનડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી બહાર

05:04 AM Apr 17, 2023 | Vipul Pandya

ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. વોશિંગ્ટન સુંદર ખભાની ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, થોડા દિવસો પહેલા તે ઈંગ્લેન્ડમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા 18 ઓગસ્ટથી ઝિમ્બાબ્વે સામે વનડે શ્રેણી રમશે. અહીં કુલ ત્રણ મેચ રમાશે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની વન-ડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાનો એક મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે ટીમની બહાર થઈ ગયો છે. હવે ટીમ ઈન્ડિયામાં તેના સ્થાનની જાહેરાત કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે વોશિંગ્ટન સુંદરની જગ્યાએ શાહબાઝ અહેમદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શાહબાઝ અહેમદને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. એટલે કે જો તે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થશે તો તેને ભારત માટે ડેબ્યૂ કરવાની તક મળશે. શાહબાઝ અહેમદ પહેલા પણ IPLમાં પોતાની ટીમ માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે અને ટીમ ઈન્ડિયામાં સામેલ થવાની રાહ જોઈ રહ્યો હતો, જે હવે પૂર્ણ થઈ છે.

શાહબાઝ અહેમદ વિરાટ કોહલીની કપ્તાનીમાં RCB તરફથી રમી રહ્યો હતો. જોકે, IPL 2022માં વિરાટ કોહલી કેપ્ટન નહોતો, પરંતુ શાહબાઝ અહેમદ આ પછી પણ ટીમમાં રહ્યો અને તેણે સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું. શાહબાઝ અહેમદે IPL 2022માં RCB માટે 16 મેચ રમી હતી, જેમાં તેણે ચાર વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે આ 16 મેચમાં 219 રન બનાવ્યા હતા. અહેમદે 27.38ની એવરેજથી આ રન બનાવ્યા અને તેનો સ્ટ્રાઈક રેટ 120.99 છે. કહેવાય છે કે શાહબાઝ અહેમદ ટૂંક સમયમાં ઝિમ્બાબ્વે જવા રવાના થશે. પરંતુ એ જોવાનું રસપ્રદ રહેશે કે શાહબાઝ અહેમદને આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળશે કે નહીં.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ વન-ડે મેચોની શ્રેણી રમાવાની છે. તેની પ્રથમ મેચ 18 ઓગસ્ટે રમાશે, જ્યારે બીજી મેચ 20 અને છેલ્લી મેચ 22 ઓગસ્ટે રમાશે. તમામ મેચ હરારેમાં યોજાશે. ટીમ ઈન્ડિયાના ઘણા સિનિયર ખેલાડીઓ આ શ્રેણીમાંથી આરામ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, શાહબાઝ અહેમદ પાસે તેની પહેલી જ શ્રેણીમાં તક હશે કે જો તેને રમવાની તક મળે તો વધુ સારું પ્રદર્શન કરીને આગામી શ્રેણી માટે પોતાનો દાવો રજૂ કરે.