+

Rath Yatra : તૈયારીને લઈને કોર્પોરેશન સજ્જ! એકતા સમિતિની બેઠક બાદ મેયરે આપી આ માહિતી

AMC ખાતે રથયાત્રા (Rath Yatra) સંદર્ભે એકતા સમિતિની (Ekta Committee meeting) બેઠક મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં યોજાઇ. બેઠકમાં AMC નાં પદાધિકારી, DYMC, શહેર અધ્યક્ષ અમિત શાહ, પ્રભારી ધર્મેન્દ્ર શાહ હાજર…

AMC ખાતે રથયાત્રા (Rath Yatra) સંદર્ભે એકતા સમિતિની (Ekta Committee meeting) બેઠક મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં યોજાઇ. બેઠકમાં AMC નાં પદાધિકારી, DYMC, શહેર અધ્યક્ષ અમિત શાહ, પ્રભારી ધર્મેન્દ્ર શાહ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓ, ટ્રક એસોસિએશન, મંદિરના ટ્રસ્ટી અને શાંતિ સમિતિના સભ્યો બેઠકમાં ઉપસ્થિતિ રહ્યા હતા. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર થેન્નરશન (Municipal Commissioner Thannarshan) હાજર ના રહેતા પદાધિકારીઓ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે અગાઉની તમામ બેઠકમાં કમિશનર હાજર રહ્યા હતા. શહેર અધ્યક્ષ અમિત શાહની ટકોર બાદ કમિશનર બેઠકમાં હાજર થયા હતા.

મેયરે તમામ તૈયારીઓ અંગ આપી માહિતી

આગામી રથયાત્રાની તૈયારીઓ અને વ્યવસ્થા બાબતે બેઠકમાં ચર્ચા થઇ હતી. બેઠક બાદ મેયરે (Mayor Pratibha Jain) જણાવ્યું હતું કે, 147 મી રથયાત્રા નિમિત્તે આજે એકતા સમિતિ સભ્યો મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા થઈ છે. 7 જુલાઈએ રથયાત્રા નગરની પરિક્રમાએ નીકળશે ત્યારે રોડ રીસરફેસ, પાણી, ફાયર અને મેડિકલ સહિતની સુવિધા આયોજન કરવામાં આવી રહ્યું છે. રૂટ પર ખલાસી નીકળે છે અને રિટર્ન અંધારું પડે તો લાઈટ વ્યવસ્થા, ગરમીમાં પગનાં છોલાઈ તેના માટે પાણીની વ્યવસ્થાની સૂચના આપવામાં આવી છે. રૂટ પર ભયજનક મકાન બાબતે તંત્રને કામગીરી માટે સૂચના અપી છે. કોઈ શેડ હોય તો તેને હટાવવા સૂચના આપી છે. રથયાત્રા સવારે AMC ખાતે આવે છે ત્યારે સૌ કોઈને આવવા આમંત્રણ પણ આપ્યું છે.

અકસ્માત ટાળવા મધ્ય ઝોનમાં નવ જેટલા મકાનો ઉતારી લેવાયા

મહત્ત્વનું છે કે રથયાત્રાનાં (Rath Yatra) રૂટ પર વિવિધ વ્યવસ્થાઓ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે અને રથયાત્રા જ્યારે નીજ મંદિરથી નીકળે ત્યારે તેનું સ્વાગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે પણ કરવામાં આવતું હોય છે. તેને લઈને પણ તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે અને રથયાત્રાનું પરંપરાગત રીતે સ્વાગત પણ કોર્પોરેશન ખમાસા (Khamasa) ખાતે કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. મધ્ય ઝોનમાં નવ જેટલા મકાનો ઉતારી લેવામાં આવ્યા છે, જેથી કોઈ જાનહાનિ અથવા અકસ્માત ન થાય.

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો – Monsoon in Gujarat : રાજ્યમાં ઠેર ઠેર મેઘરાજાની મહેર, 2 કલાકમાં 2 થી 2.5 ઇંચ ખાબક્યો વરસાદ

આ પણ વાંચો – Allen Institute : આરોગ્ય વિભાગે ફટકાર્યો દંડ, ઈન્સ્ટિટ્યૂટ સંચાલકે પણ કરી કેન્ટીન કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી!

આ પણ વાંચો – Allen Institute : લાખોની ફી વસૂલતા ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ! Gujarat First એ દર્શાવી વિદ્યાર્થીઓની વેદના

Whatsapp share
facebook twitter