+

Surendranagar : સંયુક્ત પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને અચાનક છૂટા કરતા ‘ઇચ્છા મૃત્યુ’ની માગ!

સુરેન્દ્રનગર (Surendranagar) સંયુક્ત પાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝ સફાઈ કામદારોને નોકરીમાંથી અચાનક છૂટા કરી દેતા ઉગ્ર વિરોધ દાખવવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટ બેઇઝ આ સફાઈ કામદારોએ રાજ્યપાલ (Governor) પાસે ઇચ્છા મૃત્યુને મંજૂરી આપવા…

સુરેન્દ્રનગર (Surendranagar) સંયુક્ત પાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝ સફાઈ કામદારોને નોકરીમાંથી અચાનક છૂટા કરી દેતા ઉગ્ર વિરોધ દાખવવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટ બેઇઝ આ સફાઈ કામદારોએ રાજ્યપાલ (Governor) પાસે ઇચ્છા મૃત્યુને મંજૂરી આપવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. માહિતી મુજબ, પાલિકા તંત્ર દ્વારા 60 જેટલા કોન્ટ્રાક્ટ બેઇઝ સફાઈ કામદારોને અચાનક નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર (Surendranagar) સંયુક્ત પાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝ (Contract-based Cleaners) 60 જેટલા સફાઈ કામદારોને નોકરી પરથી છૂટા કરવામાં આવતા કાર્મચારીઓને ભારે વિરોધ દાખવ્યો છે. તેમનો આરોપ છે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા અગાઉ કોઈ પણ જાણ કર્યા વગર તેમને નોકરીમાં અચાનક છૂટા કરવામાં આવ્યા છે. છેલ્લા 2 દિવસથી પાલિકા કચેરી બહાર પડતર માંગોને લઈને આ કર્મચારીઓ પ્રતિક ધરણાં પણ બેઠાં છે. છતાં તેમની આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.

‘નિયમિત પગાર પણ ચૂકવવામાં આવતો નથી’

નોકરીમાંથી છૂટા કરાયેલા કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓનો આરોપ છે કે નિયમિત પગાર પણ ચૂકવવામાં આવતો નથી, જેના કારણે તેમને પરિવારનું ગુજરાન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ પાલિકા તંત્ર (Surendranagar) દ્વારા કોઈ જ ઉકેલ લાવવામાં આવતો નથી. આથી માનસિક રીતે કંટાળી જતા તેમણે રાજ્યપાલ (Governor) પાસે ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવા માટે લેખિત રજૂઆત કરી છે.

 

આ પણ વાંચો- Harani Lake : આરોપી બિનિટ કોટિયા પર શાહી ફેંકી મોઢું કાળું કરવાનો પ્રયાસ, જુઓ Video

Whatsapp share
facebook twitter