+

Surat weather: લૂથી બચવા બોડીને હાઇડ્રેટ રાખો, સુરત જિલ્લા તંત્રની માર્ગદર્શિકા જાહેર

સુરત: શહેરમાં હાલ મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જતો રહ્યો છે. જેના પગલે શહેરીજનોને દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર…

સુરત: શહેરમાં હાલ મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જતો રહ્યો છે. જેના પગલે શહેરીજનોને દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હીટવેવ દરમિયાન રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળવું

જે શહેરીજનો બપોરના સમયે બાહર નિકળતા હોય તેમના માટે ખાસ આ માર્ગદર્શિકા બાહર પાડવામાં આવી છે. જેમાં મુખ્યત્વે શરીરમાં પાણીની માત્રા ન ઘટે એ માટે પૂરતું પાણી પીવા જણાવવામાં આવ્યું છે. ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળવું જેથી શરીરમાં પાણીની કમી ન વર્તાય.

આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા

સુરત જિલ્લામાં વર્તમાન દિવસોમાં હીટવેવની અસર વર્તાય રહી છે. શહેરીજનોને દિવસે જાણે ભઠ્ઠીમાં તપી રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. આ પ્રકારની પરિસ્થિતિ જોતા હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

હીટવેવ દરમિયાન શું કરવું?

(1) પાણી પીઓ : તરસ ના લાગે તો પણ, તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે ઓ.આર.એસ, ઘરે બનાવેલા શુદ્ધ પીણાં જેવા કે લસ્સી, તોરાની (ચોખ્ખું પાણી), લીંબુપાણી, છાશ વગેરેનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. જે શરીરને ફરીથી હાયડ્રેટ કરવામાં મદદ કરે છે.
(૨) બને તેટલું ઘરની અંદર રહો. શક્ય હોય તો છત્રી લઈને બાહર નીકળો.
(3) હળવા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.
(4) તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ કે ચપ્પલનો ઉપયોગ કરવો. તમારા માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો.
(5) પ્રાથમિક સારવારની તાલીમ મેળવો, વૃદ્ધો, બાળકો, બીમાર અથવા વધુ વજન વાળા લોકો માટે વિશેષ કાળજી લો, કારણકે તેઓ વધુ પડતી ગરમીનો શિકાર બને છે.

હીટવેવ દરમિયાન શું ના કરવું?

(1) તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરના 12:00 કલાકથી 03:00 કલાકની વચ્ચે બહાર ના નીકળવું જોઈએ.
(2) પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોડામાં પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.
(૩) આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રીંકસ પીવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના પીણાં શરીરને ડિહાયડ્રેટ કરે છે.
(4) ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો. વાસી ખોરાક ન ખાવો.
(5) બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં.
(6) વધુ પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળો જે બિન જરૂરી ગરમી પેદા કરી શકે છે, જેમ કે કમ્પ્યુટર અથવા ઉપકરણો.

આ પણ વાંચો: Surat UPSC: ભાડે રહેતી દીકરીએ જોયું હતું આઇએએસ બનવાનું સપનું, સુરતના ભાવી ઓફિસરને ઓળખો છો?

આ પણ વાંચો: Surat CP અચાનક બુટ ઉતારી સુરત પોલીસ કમિશનર મંદિર તરફ ચાલવા લાગ્યા

આ પણ વાંચો: Golden Ramayan: 5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યુ, દુર્લભ સોનાની રામાયણ

Tags : ,District Disaster Management Center
Whatsapp share
facebook twitter