સુરત: રામનવમીના પવિત્ર તહેવારને લઈ સમગ્ર શહેરમાં એક તરફ તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં કોઈ અણબનાવ ન બને તે હેતુથી સુરત પોલીસ (Surat CP) દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં પોલીસ ફોર્સ સહિત પોતે સુરત પોલીસ કમિશનર (Surat CP) અનુપમ સિંહ ગેહલોતે નિરીક્ષણ કર્યું હતું. જો કે આ માર્ચ દરમિયાન અચાનક કમિશનર બુટ કાઢીને મંદિર તરફ ચાલવા લાગ્યા સમગ્ર કાફલો કુતૂહલ વશ થંભી ગયો હતો. Surat CP
દોતિવાલા બેકરીથી નાવડી ઓવારા સુધી માર્ચ પાસ્ટ
મહત્વની વાત છે કે ચૂંટણી સામે છે ત્યારે શહેરમાં હત્યા સહિત એક પછી એક ગુનાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જો કે રામનવમીના દિવસે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુ સમગ્ર સુરત શહેરમાં ઠેર ઠેર ફ્લેગ માર્ચ કરી શહેરને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવાયુ હતું. જો કે પોતે પોલીસ કમિશનર પણ શહેરના નાનપુરા વિસ્તારમાં નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. શહેર પોલીસ કમિશનરે નાનપુરા દોતિવાલા બેકરીથી નાવડી ઓવારા સુધી માર્ચ પાસ્ટ કરી હતી.
અચાનક બુટ કાઢી મંદિર તરફ ચાલવા લાગ્યા કમિશનર
પોલીસ કમિશનરે આ ફ્લેગ માર્ચમાં તમામ સમુદાયના લોકો સાથે મળી સુરક્ષા અને સલામતીની બાહેધરી મેળવી હતી. જો કે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સુરતના નવનિયુક્ત પોલીસ કમિશનર બહુમાળીની ગલીમાં ચાલવા લાગ્યા હતા. આ ગલીમાં એક ખોડીયાર માતાના મંદિરે આઠમનો હવન ચાલી રહ્યો હતો. અને અચાનક પોલીસ કમિશનર બુટ કાઢી મંદિર તરફ ચાલવા લાગ્યા હતા. તો કાફલો પણ થંભી જઈ આ ભક્તિમય દૃશ્ય નિહાળી રહ્યા હતા. બાદમાં કમિશનરે માતાના દર્શન કરી ફરી માર્ચને આગળ ધપાવી હતી.
અયોધ્યા રામ મંદિરે દર્શનની ઈચ્છા
ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા કમિશનરે જણાવ્યુ હતુ કે શહેરમાં પોલીસ કાફલા થકી લારી ગલ્લા તેમજ ડીપ સ્થળોએ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોન મારફતે પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. રામનવમીને લઈ હનુમાનજી તમામ પોલીસ ફોર્સ સહિત લોકોની સલામતીની વાત પણ કરી હતી, તો અયોધ્યા રામ મંદિરે દર્શનની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: Golden Ramayan: 5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યુ, દુર્લભ સોનાની રામાયણ
આ પણ વાંચો: Surat news ઇતિહાસમાં પહેલીવાર સુરત 73 દિવસ કમિશનર વિનાનું રહ્યું, નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો
આ પણ વાંચો: Surat news લોહીવાળા કપડા-મોટર સાયકલ ધોઈ નિરાંતે સુઈ ગયો હત્યારો નાનો ભાઈ