+

રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈ તક્ષશિલા અગ્નિકાંડમાં હોમાયેલા બાળકોના પરિવારજનો થયા એકત્રિત

Surat And Rajkot Fire Accident: તાજેતરમાં Rajkot ના કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં થયેલા અગ્નિકાંડને લઈ ગુજરાત સહિત દેશના દરેક લોકોના હ્રદય થંભી ગયા છે. આ ઘટનામાં…

Surat And Rajkot Fire Accident: તાજેતરમાં Rajkot ના કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં થયેલા અગ્નિકાંડને લઈ ગુજરાત સહિત દેશના દરેક લોકોના હ્રદય થંભી ગયા છે. આ ઘટનામાં માસૂમ બાળકો, મહિલાઓ, TRP Game Zone ના કર્મચારી અને યુવાનો વિકરાળમાં હોમાયા છે. આ ઘટનામાં આશરે 33 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. ત્યારે Rajkot Civil Hospital ની અંદર લાશોની લાઈનો જોવા મળી રહી છે. તે ઉપરાંત આશરે 30 જેટલા લોકો પોતાના સ્વજનોને હજુ પણ ઘટનાસ્થળ અને Rajkot Civil Hospital પર શોધી રહ્યા છે.

  • Takshashila ના અગ્નિકાંડમાં હોમાયેલા બાળકોના પરિવારજનો એકત્રિત થયા

  • ચોથા માળે વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ક્લાસિસ

  • કુલ 22 લોકોના હ્રદયદ્રાવક મોત નિપજ્યા હતા

તો બીજી તરફ આજરોજ 5 વર્ષ પહેલા સર્જાયેલ Surat ના Takshashila અગ્નિકાંડમાં જે લોકાના વાલસોયા આગમાં ભૂંજાયા હતા, તેમના પરિવારજનો દ્વારા તેમની યાદમાં Takshashila પાસે એકત્રિત થયા હતા. ત્યારે અનેક પરિવારજનોએ જણાવ્યું હતું કે, Suratમાં જે પ્રમાણે Takshashila ની અંદર અગ્નિકાંડ થયો હતો. તેમાં અમુક આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. તો અનેક આરોપીઓ હજુ પણ બહાર ફરી રહ્યા છે. ત્યારે અમારી એટલી જ માંગણી છે કે, અમને તો ન્યાય ન મળ્યો. પરંતુ રાજકોટના TRP Game Zone માં થયેલા અગ્નિકાંડમાં જે લોકોના હતભાગીઓ આગમાં હોમાયા છે. તેમને ન્યાય મળે તે માટે તેવી આશા વ્યક્ત કરીએ છીએ.

આ પણ વાંચો: છેલ્લા 3 વર્ષથી વેલ્ડીંગનું કામ કર્મચારીઓ પાસેથી કરાવવામાં આવતું હતું : સાગર બગડા

ચોથા માળે વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ક્લાસિસ

Surat And Rajkot Fire Accident: જોકે 24 મે, 2019 ના રોજ આવી એક ઘટના Surat માં બની હતી. ત્યારે આ ઘટનાની અંદર Surat માં આવેલી Takshashila ઈમારતમાં શોટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. શરૂઆતમાં આગને હાજર Fire extinguisher દ્વારા કાબૂમાં મેળવવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ આગ કાબૂમાં મેળવવાનું અશક્ય સાબિત થયું હતું. જોકે Takshashila ઈમારત 4 માળની હતી. તો તેના ચોથા માળે વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ક્લાસિસ ચાલી રહ્યું હતું.

આ પણ વાંચો: આગ કાબૂમાં આગી શકે તેમ હતી, પરંતુ સ્ટાફ ઘટના સ્થળ પરથી ભાગી ગયો: દેવિકાબા જાડેજા

કુલ 22 લોકોના હ્રદયદ્રાવક મોત નિપજ્યા હતા

તેમાં અનેક વિદ્યાર્થીઓ હાજર હતા. તો બીજી તરફ જોતજોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેના કારણે આ આગમાં સળગવાને બદલે વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવામાં Takshashila ઈમારતાના ચોથા માળેથી કૂદી રહ્યા હતા. જોકે આવું કરવાથી અનેક લોકોના મોત થયા હતા. જોકે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર આવી પહોંચતા અનેક વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્ચા હતા. આ ઘટનામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ મળીને કુલ 22 લોકોના હ્રદયદ્રાવક મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો: 31 પરિવારજનોના ચિરાગ ક્યાં ગયા, આગમાં હોમાયા કે જમીન ગળી ગઈ?

Whatsapp share
facebook twitter