Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતની ZIMBABWE સામે 100 રનથી વિશાળ જીત, SERIES હવે 1-1 થી બરાબર

08:18 PM Jul 07, 2024 | Harsh Bhatt

ભારત અને ZIMBABWE વચ્ચે આજે હરારેના મેદાનમાં બીજી T20 મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર દેખાવ કરતા ધમાકેદાર જીત મેળવી છે. ભારતની ટીમે 100 રને વિશાળ જીત મેળવી છે. ભારત માટે આ મેચમાં અભિષેક શર્માએ શતક મારીને જીતમાં પોતાનું મુખ્ય યોગદાન આપ્યુ હતું. બીજી તરફ બોલિંગમાં આવેશ ખાન અને મુકેશ કુમારે 3-3 વિકેટ ઝડપી હતી. ભારતની ટીમ દ્વારા પ્રથમ બેટિંગ કરતા 234 બનાવવામાં આવ્યા હતા, જેના જવાબમાં ZIMBWAWE ની ટીમ ફક્ત 134 રન જ બનાવી શકી હતી. આ મેચ જીતીને ભારતની ટીમે સીરિઝમાં 1-1 થી બરાબરી કરી છે.

ZIMBABWE સામે મેળવી 100 રનથી વિશાળ જીત

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ભારતના ઓપનર શુભમન ગિલ અને અભિષેક શર્માએ ઇનિંગની શરૂઆત કરી હતી, જ્યાં તેમની શરૂઆત સારી રહી ન હતી અને ટીમ ઇન્ડિયાએ માત્ર 10 રનના સ્કોર પર શુભમન ગિલના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ખરાબ શરૂઆત બાદ યુવા બેટ્સમેન અભિષેક શર્માએ ઇનિંગની કમાન સંભાળી અને પોતાની બીજી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારી હતી. અભિષેક શર્માએ આ મેચમાં 47 બોલમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારી 100 રન બનાવ્યા હતા. વધુમાં ઋતુરાજ ગાયકવાડએ પણ 47 બોલમાં 77 રન બનાવ્યા હતા. અંતમાં ભારતને રીન્કુ સિંગની પારીએ 22 બોલમાં જ 48 રન મારીને ટીમનો સ્કોર 234 સુધી પહોંચાડ્યો હતો.

બીજી તરફ ZIMBABWEની ટીમને ભારતના બોલર્સએ 134 રન ઉપર રોકી હતી. ZIMBABWE માટે MADHEVERE એ 39 બોલમાં 43 અને L JONGWE એ 26 બોલમાં 33 રન બનાવ્યા હતા. બીજી તરફ ભારત માટે બોલિંગમાં આવેશ ખાન અને મુકેશ કુમારે 3-3 વિકેટ ઝડપી હતી અને રવિ બિશનોઈએ 2 અને સુંદરએ 1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : 24 કલાકમાં જ ઝીરોથી હીરો બન્યો ABHISHEK SHARMA, શાનદાર શતક બનાવી બનાવ્યો આ રેકોર્ડ