Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Viral Video : ‘હું ભગવાન રામ અને હનુમાનનો ભક્ત છું’ આફ્રિકન ક્રિકેટરે આપ્યું આ નિવેદન

12:08 AM Jul 05, 2024 | Hardik Shah

Viral Video : આફ્રિકન ક્રિકેટર કેશવ મહારાજે તેની તાજેતરના નિવેદન સાથે ક્રિકેટની દુનિયામાં ચર્ચા જગાવી છે. એક વીડિયો ક્લિપમાં, કેશવ મહારાજે કહ્યું, ‘હું ભગવાન રામ અને હનુમાનનો ભક્ત છું.’ આ નિવેદનથી ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા છે. જણાવી દઇએ કે, સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​કેશવ મહારાજ બેટિંગ કરવા આવે કે બોલિંગ, મેદાન પર આવતાની સાથે જ ‘રામ સિયા રામ’ ગીત વાગવા લાગે છે. જ્યારે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસે હતી ત્યારે પણ ઘણી વખત આ જોવા મળ્યું હતું.

કેશવ મહારાજે શું કહ્યું?

કેશવ મહારાજે પોતાના ઈમોશનલ પળો શેર કર્યા જેમાં તેણે તેના ધર્મ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વિશે વાત કરી. કેશવે કહ્યું, ‘હું નાની ઉંમરથી જ ભગવાન રામ અને હનુમાનમાં વિશ્વાસ કરું છું. મારી આસ્થા અને ભક્તિ મારી ક્રિકેટની કારકિર્દીનો ભાગ રહી છે.’ આ વીડિયો પછી, સોશિયલ મીડિયા પર કેશવ મહારાજના ચાહકોની સંખ્યા વધી છે. ઘણાં લોકોએ આ વીડિયોને શેર કરી તેમની શ્રદ્ધાને વખાણી રહ્યા છે. ક્રિકેટ જગતમાં આ પ્રકારની ઘોષણાઓ દુર્લભ છે અને તેના કારણે કેશવ મહારાજના ચાહકો તેની આ ખૂબીથી અત્યંત પ્રભાવિત થયા છે. કેશવ મહારાજનું આ નિવેદન માત્ર તેમની ધાર્મિક આસ્થા જ નહીં, પણ ક્રિકેટ જગતમાં એક અનોખું ઉદાહરણ પણ પૂરું પાડે છે. કેશવ મહારાજના આ નિવેદનથી માત્ર તેમના ચાહકો જ નહીં, પરંતુ ક્રિકેટ જગતના ઘણા મોટા ખેલાડીઓએ પણ તેમની પ્રશંસા કરી રહ્યા છે.

કેએલ રાહુલે પણ સવાલ પૂછ્યો હતો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી વનડે સીરિઝ દરમિયાન કેએલ રાહુલે કેશવ મહારાજને પૂછ્યું હતું કે, કેશવ ભાઈ, તમે જ્યારે પણ મેદાન પર આવો છો ત્યારે રામ સિયા રામ ગીત વગાડો છો? આના પર આફ્રિકન ક્રિકેટરે હામાં જવાબ આપ્યો. આ સિવાય કેપટાઉન ટેસ્ટમાં જ્યારે કેશવ બેટિંગ કરવા આવ્યો અને સ્ટેડિયમમાં ગીત વાગવા લાગ્યું ત્યારે ભારતીય દિગ્ગજ વિરાટ કોહલીએ સ્પિનરની તરફ હાથ જોડી દીધા અને પછી ધનુષમાંથી તીર છોડવાની મુદ્રા લીધી. વિરાટનો આ વીડિયો ઘણો વાયરલ થયો હતો.

આ પણ વાંચો – WANKHEDE STADIUM માં જીતની અવિસ્મરણીય ઉજવણી; સર્જાયા અહ્લાદક દ્રશ્યો!

આ પણ વાંચો – MUMBAI માં CHAMPIONS ના સ્વાગત માટે ઊમટ્યું માનવ મહેરામણ; સર્જાયા અવિશ્વનિય દ્રશ્યો!