Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

John Cena Retirement: જોન સીનાએ WWE માંથી સન્યાસ લેવાની કરી જાહેરાત, જાણો… ક્યારે હશે તેની અંતિમ મેચ

04:13 PM Jul 07, 2024 | Aviraj Bagda

John Cena Retirement: John Cena એ WWE ના ઈતિહાસમાં સૌથી લોકપ્રિય અને મહાન ખેલાડી રહ્યા છે. John Cena એ તેની કારર્કિદીમાં અનેક WWE માં સૌથી ઉચ્ચકોટીના ખિતાબો જીત્યા છે. તો તાજેતરમાં WWE માં 16 વાર World Champion રહેલા John Cena એ WWE માંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. તો તાજેતરમાં Money in The Bank માં પરત ફરીને John Cena એ આવતા વર્ષે WWE ને હંમેશા માટે અલવિદા કહેવાનું નક્કી કર્યું છે. તો વર્ષ 2025 માં અંતિમ વખત John Cena WWE ના સ્ટેજ પર જોવા મળશે.

  • John Cena નો સોશિયલ મીડિયા વિડીયો વાયરલ

  • Wrestlemania 2025 માં હું આવીશ

  • 16 વખત World Champion નો ખિતાબ જીત્યો છે

તો તાજેતરમાં Canada ના Toronto માં આયોજિત WWE Money in The Bank ની મેચ દરમિયાન સૌની સામે ચોંકાવનાર ખુલાસો John Cena એ કર્યો હતો. ત્યારે John Cena એ કહ્યું હતું કે, આજની રાતથી હું ઔપચારિક રીતે WWE માંથી સંન્યાસ લઈ રહ્યો છું. તો WWE એ John Cena નો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો પણ શેર કર્યો છે. તો John Cena ના આ પ્રકારના નિવેદન બાદ John Cena ના ચાહકોમાં નાખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક ચાહકોએ John Cena ને તેમના આ નિવેદન પણ ભાવૂક થયેલા સંદેશો પાઠવ્યો છે.

Wrestlemania 2025 માં હું આવીશ

તે ઉપરાંત John Cena એ WWE ના સ્ટેજ પર જણાવ્યું હતું કે, મારી વિદાય આ રાત્રે થશે નહીં. આગળના દિવસોમાં હું WWE માં અંતિમ મેચ રમતો જોવા મળીશ. આ એક ઐતિહાસિક ક્ષણ હશે. જોકે જીવન અને દુનિયામાં અનેક ક્ષણો માત્ર એકવાર જ બનતી હોય છે. તો 2025 માં યોજવામાં આવેલા Royal Rumble માં મારી અંતિમ મેચ જોવા મળશે. ત્યારે હું અહીંયા એ વાતની ઘોષણા આવ્યો છે કે, Wrestlemania 2025 માં હું આવીશ.

16 વખત World Champion નો ખિતાબ જીત્યો છે

તો 47 વર્ષના John Cena એ WWE ના સ્ટેજ પર 2001 માં પહેલીવાર પગ મૂક્યો હતો. તો John Cena એ WWE ના સ્ટેજ પર દરેક વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. તો John Cena એ 2018 માં Hollywood ની દુનિયામાં પગપેસારો કર્યો હતો. તો John Cena એ WWE ના સ્ટેજ પર એકથી એક દમદાર મેચમાં પોતાનું અદ્ધભૂત પ્રદર્શન કરીને 16 વાર WWE World Champion નો ખિતાબ મેળવ્યો છે.

આ પણ વાંચો: HARDIK PANDYA: કૃણાલ પંડયા રડ્યો ત્યારે પીગળ્યું નતાશાનું દિલ, કહી આ વાત