+

Shambhu Border Farmers: વધુ એકવાર મહાસંગ્રામના પાયા નાખ્યા ખેડૂતોએ સરકાર સામે, કુલ 11 ટ્રેન રદ

Shambhu Border Farmers: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની શરૂઆત પહેલા ફરી એરવાર દેશમાં ખેડૂતો (Farmers Protest) એ સરકાર સામે સંગ્રામના પાયા ખોડ્યા છે. આ પહેલા ખેડૂતોએ MSP ની…

Shambhu Border Farmers: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની શરૂઆત પહેલા ફરી એરવાર દેશમાં ખેડૂતો (Farmers Protest) એ સરકાર સામે સંગ્રામના પાયા ખોડ્યા છે. આ પહેલા ખેડૂતોએ MSP ની માગ સાથે શંભુ બોર્ડર (Shambhu Border) થી Delhi સુધી “ચલો દિલ્હી” ની કૂચ કરી હતી. આ કૂચ દરમિયાન સતત એક મહિના સુધી ખેડૂતો (Farmers Protest) શંભુ બોર્ડર (Shambhu Border) પર ધરણા કર્યા હતા. પરંતુ પોલીસ અને ખેડૂતા (Farmers Protest) વચ્ચે બનેલી એક ઘટનામાં એક યુવકનું મોત નિપજતા આંદોલનને થોડો સમય માટે વિરામ આપવામાં આવ્યા હતો.

  • શંભુ બોર્ડર પાસે આવેલા રેલ્વે સ્ટેશન પર ધરણા
  • ખેડૂતોએ ધરણા કરીને રેલવે ટ્રેક કર્યો જામ
  • ખેડૂત યુવકોની મુક્તિ માટે આંદોલન શરૂ

ત્યારે ફરી એકવાર ખેડૂતો (Farmers Protest) એ સરકાર સામે લાલ આંખ કરીને આંદોલને ચીમકી આપી છે. આ વખતે ખેડૂતો દ્વારા Railway Line પર ધરણા કરવામાં આવ્યા છે. શંભુ બોર્ડર (Shambhu Border) નજીક આવેલી Railway Line પર ખેડૂતો (Farmers Protest) એ ધરણા કર્યા છે. તેના કારણે રેલવે નિગમે ઘણી ટ્રેનના રૂટમાં ફેરફાર કર્યા છે. કુલ 19 ટ્રેનના રૂટમાં ફેરફાર અને કુલ 11 ટ્રેન રદ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસ અને ખેડૂતો (Farmers Protest) વચ્ચે વધુ એકવાર ધક્કામૂક્કીની ઘટના બની હતી.

ખેડૂત યુવકોની મુક્તિ માટે ધરણા કરાયા

હકીકતમાં, જેલમાં બંધ ખેડૂતો (Farmers Protest) ની મુક્તિ માટે ખેડૂતો (Farmers Protest) એ શંભુ રેલવે સ્ટેશન પરધરણા કર્યા છે. બીજી તરફ ખેડૂતો (Farmers Protest) એ શંભુ ટ્રેક બંધ કર્યા બાદ પટિયાલા પોલીસના એક વરિષ્ઠ અધિકારી ખેડૂત (Farmers Protest) નેતા સાથે વાત કરવા આવ્યા હતા. જોકે, કંઈ પરિણામ આવ્યું નથી. ખેડૂત (Farmers Protest) નેતા દલેવાલ અને એસપી પટિયાલા, એડીજીપી પટિયાલા રેન્જના અધિકારીઓએ બેઠક યોજી હતી.

શું કહ્યું ખેડૂત આગેવાનોએ?

તેવું ખેડૂત (Farmers Protest) નેતા જગજીત દલ્લેવાલે જણાવ્યું કે, હરિયાણા પોલીસે તેમના 3 યુવકોની ધરપકડ કરેલી છે. તો જ્યા સુધી તેમને આઝાદ કરવામાં નહીં આવે, ત્યાં સુધી રેલવે ટ્રેક પર ધરણા કરવામાં આવશે. આ પહેવા પણ હરિયાણા પોલીસને 2 થી 3 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ હરિયાણા પોલીસ પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહીં.

આ પણ વાંચો: CM યોગી આદિત્યનાથે ‘રામ નવમી’ પર નાની છોકરીઓના પગ ધોયા, જુઓ Video

આ પણ વાંચો: NandNagri Delhi: બે લોકોની હત્યા કરી ખુદને મારી ગોળી, ઘટનામાં પોલીસ અધિકારીનું પણ મોત

આ પણ વાંચો: Ram Navami 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટરમાં બેસીને નિહાળ્યું રામ લલ્લાનું ‘સૂર્ય તિલક’

Whatsapp share
facebook twitter