Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સાવરકુંડલાના ગાધકડા રેલ્વે ટ્રેક પર આવી ચઢ્યા સિંહ, જાણો કઇ રીતે કરાયો બચાવ

03:57 PM Jul 26, 2023 | Vishal Dave

અમરેલી જિલ્લામાં પીપાવાવ બ્રોડગેજ રેલ્વે લાઈન ગુજરાતની આન બાન અને શાન ગણાતા સિંહો માટે જોખમી છે .હજુ થોડા દિવસ પહેલા જ રાજુલાના ઉચૈયાં ગામે રેલ્વે ટ્રેક પર માલગાડીની હડફેટે 1 સિંહનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું.અને એક સિંહ ઇજાગ્રસ્ત થયો હતો.. ત્યારે ફરીએકવાર આવી ઘટના ઘટતા બચી છે. વન વિભાગની સતર્કતાને કારણે સિંહનો જીવ બચ્યો છે. .

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો રાત્રિના સાવરકુંડલાના ગાધકડા રેલવે ટ્રેક પર સિંહ આવી ગયાની માહિતી પ્રાપ્ત થતા જ ટ્રેકર ડાયાભાઈ અને મેરુભાઈ તાત્કાલિક રેલ્વે ટ્રેક આગળ ગોઠવાઈ ગયાને વન વિભાગના અધિકારી પ્રતાપભાઇ ચાંદુ, ફોરેસ્ટર યાસીન ઝુણેઝા અને પી.સી. થડેસાને જાણ કરી હતી.. જે બાદ વનવિભાગનો આખો સ્ટાફ ગાધકડા રેલ્વે ટ્રેક પર પહોચ્યો હતો…અને 11.17 મિનિટે માલગાડી ટ્રેઈન આવતા વનવિભાગે ટ્રેઈન ઊભી રખાવી દીધી હતી અને સિંહને રેલવે ટ્રેક પરથી દૂર ખસેડ્યા હતા.. અને બાદમાં માલગાડી ટ્રેઈન રવાના કરી .. એટલું જ નહીં સિંહોને રવાના કર્યા બાદ પણ સતત આ રેલવે ટ્રેક પર સિંહોનો કોરિડોર હોવાથી વનવિભાગ આખી રાત ખડેપગે રહ્યો હતો.

સાવરકુંડલાના આર.એફ.ઓ. પ્રતાપભાઇ ચાંદુએ જણાવ્યું હતું કે રેલ્વે વિભાગને માલગાડી ટ્રેનની સ્પીડ ઘટાડવાનો અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે લીલીયાની શેત્રુજી નદી નજીકના રેલ્વે ટ્રેકથી સાવરકુંડલા, રાજુલાના પીપાવાવ પોર્ટ સુધી રેલ્વે ટ્રેક નજીક જ સિંહોનું સામ્રાજ્ય હોય છે.. પહેલા મીટર ગેજ રેલવે લાઇન હતી, બાદમાં હવે બ્રોડગેજ લાઈન થતા હાલ ઇલેક્ટ્રોનિક ટ્રેઈન ચાલતી હોય અને માલગાડી ટ્રેઈનની સ્પીડ 150 આસપાસની હોવાથી સિંહોના અકસ્માતની ઘટનાઓ ઘટવાને બદલે વધવાની સંભાવનાઓ હોય છે. ત્યારે રાત્રિના માલગાડી ની અવરજવર બંધ થાય અથવા 40 ની સ્પીડ રાખવામાં આવે તોજ ગીરની શાન સમા સિંહો બચી શકશે તેવું વન્યપ્રેમીઓ અને નિષ્ણાંતોનું કહેવુ છે.