+

VADODARA : BJP ના કોર્પોરેટર સામે કાર્યકરોનો મોરચો, “અમે બહિષ્કાર કરીએ છે”

VADODARA : વડોદરાના ભાજપના મહિલા કોર્પોરેટર (VADODARA BJP FEMALE CORPORATOR) પ્રફુલ્લાબેન જેઠવાનો જાહેરમાં બહિષ્કાર કરવાના પોસ્ટર સાથે કાર્યકર્તાઓ મેદાને આવ્યા છે. કાર્યકરોનો આરોપ છે કે, તેમના દ્વારા કાર્યકર પર કરવામાં…

VADODARA : વડોદરાના ભાજપના મહિલા કોર્પોરેટર (VADODARA BJP FEMALE CORPORATOR) પ્રફુલ્લાબેન જેઠવાનો જાહેરમાં બહિષ્કાર કરવાના પોસ્ટર સાથે કાર્યકર્તાઓ મેદાને આવ્યા છે. કાર્યકરોનો આરોપ છે કે, તેમના દ્વારા કાર્યકર પર કરવામાં આવેલો આક્ષેપ પાયા વિહોણા છે. અને તમામ ભાજપના મહિલા કોર્પોરેટર માફી માંગે તેમ જણાવી રહ્યા છે. આમ, શહેરમાં વધુ એક વખત કાર્યકરોએ ચૂંટાયેલા પ્રતિનિધી સામે મોરચો ખોલ્યો છે. તો બીજી તરફ ભાજપના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાના સમર્થનમાં પણ મહિલાઓ આગળ આવી હતી. અને તેમના સાથે થયેલી ઘટનાના વિરોધમાં ટેકો આપ્યો હતો.

BOYCOTT PRAFULLA BEN

લોકસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે ભાજપના મહિલા કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા જોડે કાર્યકર દ્વારા ગેરવર્તણુંક કરવામાં આવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ બાદ તેમણે પોલીસ તપાસ માટે અરજી પણ કરી હતી. આ બાદ મામલે વધુ ગરમાયો હતો. અને આજે વડોદરામાં ભાજપના જ કાર્યકરો દ્વારા ચૂંટાયેલા મહિલા કોર્પોરેટર સામે મોરચો ખોલવામાં આવ્યો છે. તેમણે “અમે બહિષ્કાર કરીએ છે”, BOYCOTT PRAFULLA BEN, પાયાના કાર્યકર્તાઓ પર ખોટા આક્ષેપો કરનાર કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાનો જાહેર બહિષ્કારનું બેનર પ્રદર્શિત કરીને વિરોધ નોંધાવ્યો હતો.

તેઓ કાર્યકર્તાઓની માફી માંગે

કાર્યકર જણાવે છે કે, આજે અમે લોકો હિરેનભાઇના સપોર્ટમાં ભેગા થયા છે. 7 તારીખે વોટીંગ થયું, તે દિવસે પ્રફુલ્લાબેને અમારા કાર્યકર્તાઓ પર ખોટા આરોપ લગાવ્યા છે. તેને લઇને અમે ભેગા થયા છીએ. તેમણે તેમના હોદ્દા અનુસાર તેમણે જે શબ્દો કહ્યા છે, તે ખોટા છે. તે દિવસે 5 – 30 કલાકથી કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. આવો કોઇ બનાવ બન્યો ન્હતો. જેથી અમે તેમનો બહિષ્કાર કરી રહ્યા છીએ. તેઓ કાર્યકર્તાઓની માફી માંગે, તાપમાં કાર્યકર્તાઓ કામ કરતા હતા. તેમણે કહ્યું કે, તમે બરાબર કામ કરતા નથી. કાર્યકર્તાએ તેમને કહ્યું કે, તમે આવીને બેસી જાઓ. આજ સુધી કાર્યકર્તાઓથી કોઇ ભુલ નથી થઇ. તમે તાત્કાલિક આવીને કહો છો કે, કામ બરાબર કરતા નથી. અમે તેમની માફી ઇચ્છીએ છીએ.

વિપક્ષને લઇને આરોપ મુકવા ઉભા થયા

મહિલા કાર્યકર જણાવે છે કે, હું મહિલા છું, તેણે કાર્યકર્તા પર જે આરોપ મુક્યો છે, કમલા નગરમાં તમામ ભાજપને સપોર્ટ કરી રહ્યા હતા. ભાજપ જંગી વોટથી જીતીને આવતી હતી. તેમણે 5 મીનીટમાં જે કાર્યકર્તાઓનું નામ ખરાબ કર્યું હોય તે કેવી રીતે પાછુ લાવી શકીએ. તે દિવસે તમે અનેક વાતે એક્શન લઇ શકતા હતા. તેમણે બીજા દિવસે સાથીદારોએ દબાવવાની રોકાયા હોવાનું જણાવતા હતા. તમે બીજા દિવસે વિપક્ષને લઇને આરોપ મુકવા ઉભા થયા. તમે શું બોલો છો તેનું ભાન હોવું જોઇએ. 15 વર્ષમાં આવું કશું સામે નથી આવ્યું. સુત્રોના જણાવ્યા અનુસાર, તો બીજી તરફ ભાજપના મહિલા કોર્પોરેટર પ્રફુલ્લાબેનના સમર્થનમાં પણ મહિલાઓ આગળ આવી હતી. અને મોટી સંખ્યામાં હાજર રહીને તેમની સાથે થયેલી ઘટના અંગે ટેકો જાહેર કર્યો હતો.

આ પણ વાંચો — VADODARA : TASTE OF VADODARA ઇવેન્ટના ઘોંઘાટથી રહીશો ત્રસ્ત

Whatsapp share
facebook twitter