+

Haryana JJP: હરિયાણામાં JJP પાર્ટીના મહિલા કાર્યકર્તાઓના કાફલા પર કર્યો પથ્થરમારો

Haryana JJP: હરિયાણામાં JJP ધારાસભ્ય નૈના ચૌટાલાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના રોજખેડા ગામમાં બની હતી. JJP નો આરોપ છે કે કોંગ્રેસના કાર્યકરોએ કાફલા પર પથ્થરમારો કર્યો…

Haryana JJP: હરિયાણામાં JJP ધારાસભ્ય નૈના ચૌટાલાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના રોજખેડા ગામમાં બની હતી. JJP નો આરોપ છે કે કોંગ્રેસના કાર્યકરોએ કાફલા પર પથ્થરમારો કર્યો હતો. JJP ના કાર્યકરોએ ઉગ્ર બોલાચાલી અને મારપીટ કરી હતી. કોંગ્રેસના વિધાનસભ્ય બીબી બત્રાએ હુમલાની નિંદા કરતા કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો પરના આરોપો ખોટા છે.

  • JJP નેતાના કાફલા પર કરાયો હુમલો

  • JJP નેતાઓ દ્વારા કોંગ્રેસ કાર્યકારો પર આરોપ લગાવાયો

  • લોકોએ મહિલા નેતાના કાફલા પર કર્યો હુમલો

JJP નેતા દિગ્વિજય સિંહ ચૌટાલાએ આરોપ લગાવ્યો કે, મારી માતા અને JJP ઉમેદવાર નૈના ચૌટાલાના કાફલા પર બદમાશોએ પથ્થરમારો કરીને હુમલો કર્યો હતો. કેટલાક લોકો લાંબા સમય સુધી કાફલાનો પીછો કરતા રહ્યા અને જ્યારે JJP પાર્ટીઓની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: CM Arvind Kejriwal: મેં કહ્યું હતું કે ને હું જલ્દી બહાર આવીશ, દિલ્હીના CM નો હુંકાર

રાજકારણનું સ્તર આનાથી વધુ નીચું ક્યારેય નહીં ગયું હોય

JJP નેતા દિગ્વિજય સિંહ ચૌટાલાએ આને ધિક્કારપાત્ર કૃત્ય ગણાવ્યું અને વધુમાં કહ્યું, “હું માનું છું કે રાજકારણનું સ્તર આનાથી વધુ નીચું ક્યારેય નહીં ગયું હોય. હવે, આ લોકો મહિલા નેતાના કાફલા પર હુમલો કરશે. હુમલાખોરોની ઓળખ થઈ ગઈ છે. આ કોંગ્રેસના કાર્યકરો છે. આ લોકો જયપ્રકાશના સમર્થક છે. આ તેમનો ઇતિહાસ રહ્યો છે. તેઓ હંમેશા આવા લોકોને સપોર્ટ કરતા આવ્યા છે. ચૂંટણીનો માહોલ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Earthquake in Jammu and Kashmir: જમ્મુ કાશ્મીરના કારગિલમાં આવ્યો ભૂકંપ, લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ

JJP નેતા નૈના ચૌટાલા બધરા વિધાનસભા સીટથી ધારાસભ્ય

તો JJP એ હરિયાણાની હિસાર લોકસભા સીટ પરથી નૈના સિંહ ચૌટાલાને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર ચૌટાલા પરિવારના ત્રણ-ત્રણ લોકો ઉભા છે. સુનૈના ચૌટાલા પણ INLD ની ટિકિટ પર મેદાનમાં ઉતરી છે. ભાજપે અહીં રણજીત સિંહ ચૌટાલાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. JJP નેતા નૈના ચૌટાલા બધરા વિધાનસભા સીટથી ધારાસભ્ય પણ છે. તે ઓમપ્રકાશ ચૌટાલાના મોટા પુત્ર અજય ચૌટાલાની પત્ની છે. અજય ચૌટાલા JJPના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

આ પણ વાંચો: Bijapur Naxal Encounter: છત્તીસગઢના જંગલમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન, 12 નક્સલવાદીઓેને કરાયા ઠાર

Whatsapp share
facebook twitter