+

Sara Tendulkar : પિતા સચિનના પગલે ના ચાલી પુત્રી સારા…!

Sara Tendulkar : ક્રિકેટના ભગવાન સચિન તેડુંલકરની પુત્રી સારા તેંડુલકર પિતાનું નામ રોશન કર્યું છે. પુત્રીના આ એ એચિવમેન્ટથી પિતા સચિન ખુશ થઇ ગયા છે અને તેમણે સોશિયલ મીડિયામાં એક…

Sara Tendulkar : ક્રિકેટના ભગવાન સચિન તેડુંલકરની પુત્રી સારા તેંડુલકર પિતાનું નામ રોશન કર્યું છે. પુત્રીના આ એ એચિવમેન્ટથી પિતા સચિન ખુશ થઇ ગયા છે અને તેમણે સોશિયલ મીડિયામાં એક ભાવૂક પોસ્ટ કરી છે. સારા તેંડુલકરે માતાના પગલે આગળ ચાલીને મેડિકલની ડિગ્રી મેળવી છે.

સચિને પુત્રીના એચિવમેન્ટના પગલે ખુશી વ્યક્ત કરી

સચિન તેંડુલકર માટે ખુશીનો દિવસ આવ્યો છે કારણ કે તેમની દિકરીએ પોતાના જીવનમાં ખાસ ઉપલબ્ધી મેળવી છે. તેણે મેડિકલની ડિગ્રી મેળવી છ. ઇન્સ્ટાગ્રામ પર સચિન તેંડુલકરે લખ્યું છે કે મારા માટે આ સુંદર દિવસ હતો. એક એવો દિવસ જ્યારે મારી દિકરીએ ડિસ્ટિંક્શનની સાથે માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. સારાએ આ ડિગ્રી યુસીએલના ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનથી ક્લિનિકલ એન્ડ પબ્લિક હેલ્થ ન્યૂટ્રીશ્યનમાં મેળવી છે.સચિને લખ્યું છે કે પેરેન્ટ્સ તરીકે આ અમારા માટે ઘણી જ ગર્વની ક્ષણ છે. પોતાની દિકરીની પ્રશંસા કરતાં તેમણે લખ્યું કે અમે વર્ષોથી તને આ માટે મહેનત કરતાં જોઇ રહ્યા છીએ. સચિને તેડુંલકરે પોસ્ટમાં લખ્યું કે ભવિષ્યને લગતું તારું સપનું પૂર્ણ થઇ રહ્યું છે. સચિને પોતાની દિકરી પર આ પોસ્ટમાં ભરપૂર પ્રેમ દર્શાવ્યો છે.

સારા માતાના પગલે ચાલી

ક્રિકેટમાં અનેક રેકોર્ડ સર્જનારા અને ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા થયેલા સચિન તેંડુલકરના પત્ની અંજલી પણ મેડિકલ પ્રોફેશનમાં છે અને તેમની પુત્રી સારા પણ માતાના પગલે ચાલી છે. સચિનને એક પુત્ર અને એક પુત્રી છે જેમાં પુત્ર અર્જુન તેંડુલકર પિતાની જેમ ક્રિકેટમાં આગળ વધી રહ્યો છે. હાલ તે આઇપીએલમાં મુંબઇ ઇન્ડીયન્સનો હિસ્સો છે.

આ પણ વાંચો—World Cup : લાંબા અરસે અમદાવાદના સ્ટેડિયમમાં સાંભળવા મળ્યા સચીન..સચીન ના નારા…

આ પણ વાંચો—સચીનને ક્રિકેટના ભગવાન કેમ કહેવાય છે, આ Video છે ઉદાહરણ

Whatsapp share
facebook twitter