+

Samsung Galaxy A05 : સેમસંગનો સસ્તો ફોન લોન્ચ, મળશે 50MP કેમેરા-5000mAh બેટરી

અહેવાલ – રવિ પટેલ, અમદાવાદ હેન્ડસેટ ઉત્પાદક સેમસંગે ગ્રાહકો માટે ભારતીય બજારમાં નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy A05 લોન્ચ કર્યો છે. આ ડિવાઈસના મહત્વના ફીચર્સ વિશે વાત કરીએ તો Galaxy…

અહેવાલ – રવિ પટેલ, અમદાવાદ

હેન્ડસેટ ઉત્પાદક સેમસંગે ગ્રાહકો માટે ભારતીય બજારમાં નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy A05 લોન્ચ કર્યો છે. આ ડિવાઈસના મહત્વના ફીચર્સ વિશે વાત કરીએ તો Galaxy A05માં મીડિયાટેક પ્રોસેસર અને HD પ્લસ પેનલની સાથે પાવરફુલ બેટરી છે.Samsung Galaxy A05ના એક મહિના પહેલા જ કંપનીએ Samsung Galaxy A05s લૉન્ચ કર્યો હતો, બંને મૉડલની ડિઝાઇન લગભગ સરખી છે પરંતુ ફિચર્સમાં ફરક હશે. ચાલો જાણીએ Galaxy A05 ની કિંમત અને આ હેન્ડસેટમાં કયા નવા ફીચર્સ આપવામાં આવ્યા છે.ભારતમાં Samsung Galaxy A05 ની જાણો કિંમત

આ લેટેસ્ટ સેમસંગ મોબાઈલ ફોનના 4GB/64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9 હજાર 999 રૂપિયા છે, જ્યારે 6GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12 હજાર 499 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તમે આ ઉપકરણને બ્લેક, લાઈટ ગ્રીન અને સિલ્વર રંગોમાં ખરીદી શકો છો.Samsung Galaxy A05 સ્પેસિફિકેશન્સ : ફીચર્સ જાણો

આ સેમસંગ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની એચડી પ્લસ એલસીડી ડિસ્પ્લે છે જે 1600 X 720 પિક્સલ રિઝોલ્યુશન સાથે આવે છે. સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે આ બજેટ ફોનમાં MediaTek G85 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એન્ડ્રોઇડ 13 પર આધારિત વન UI 5.1 કોર ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા આ ફોનમાં સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાય છે.

કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, ફોનના પાછળના ભાગમાં 50-મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે, સાથે 2-મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા અને સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફ્રન્ટમાં 8-મેગાપિક્સલનો કૅમેરા સેન્સર આપવામાં આવ્યો છે.ફોનમાં લાઈફ લાવવા માટે 25 વોટ ફાસ્ટ ચાર્જ સપોર્ટ સાથે 5000 mAhની પાવરફુલ બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે, ડ્યુઅલ બેન્ડ Wi-Fi, 4G, GPS, બ્લૂટૂથ વર્ઝન 5.3, USB Type-C પોર્ટ ચાર્જિંગ અને ડેટા ટ્રાન્સફર માટે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો — Free Mobile Recharge : Paytm હોય કે PhonePe, દરેકે એપ્લિકેશન કાપે છે રૂપિયા, હવે આ એપ્સથી થશે ફ્રી રિચાર્જ

Whatsapp share
facebook twitter