+

સાબરડેરી નિયામક મંડળની બેઠક ચૂંટણી, ૯૦૦ થી વધુ મતદારો કરશે મતદાન

સાબરડેરી ચૂંટણી : સાબરડેરીના નિયામક મંડળની ૧૬ બેઠકો બિનહરીફ થયા બાદ અરવલ્લી જિલ્લાની માલપુર બેઠક પર ઉમેદવારો વચ્ચે સર્વસંમતિ ન થવાને કારણે ચુંટણી અનિવાર્ય બની છે. ત્યારે રવિવાર તા.૧૦ માર્ચના…

સાબરડેરી ચૂંટણી : સાબરડેરીના નિયામક મંડળની ૧૬ બેઠકો બિનહરીફ થયા બાદ અરવલ્લી જિલ્લાની માલપુર બેઠક પર ઉમેદવારો વચ્ચે સર્વસંમતિ ન થવાને કારણે ચુંટણી અનિવાર્ય બની છે. ત્યારે રવિવાર તા.૧૦ માર્ચના રોજ સાબરડેરીના ઓડીટોરીયમમાં એક બેઠક માટે મતદાન થશે. જેમાં બંને જિલ્લાના મળી અંદાજે ૯૦૦થી વધુ મતદારો મતદાન કરશે ત્યારબાદ મતગણતરી સોમવાર તા.૧ર માર્ચના રોજ મતગણતરી થશે.

૧પ બેઠકો બિનહરીફ થયા બાદ એક બેઠકની ચૂંટણી કરવી અનિવાર્ય બની

સાબરડેરીના નિયામક મંડળની ચુંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ નિયામક મંડળની ૧૬ બેઠકો પૈકી ૧પ બેઠકો બિનહરીફ થયા બાદ એક બેઠકની ચુંટણી કરવી અનિવાર્ય બની છે. જેથી રવિવારે અરવલ્લીની માલપુર બેઠક પર ચુંટણી યોજાશે જેમાં ભાજપ તરફી અને કોંગ્રેસ તરફી ઉમેદવાર મેદાનમાં છે. બંને ઉમેદવારો વિજયી બનવા માટે મહેનત કરી રહયા છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લીના મળી લગભગ ૯૦૦ની આસપાસ મતદારો મતદાન કરશે.

માલપુર બેઠક પર બંને ઉમેદવારો વચ્ચે સમજુતી ન થતાં ચુંટણી યોજવી આવશ્યક બની હતી જેને લઈને હિંમતનગર પ્રાંત અને ચુંટણી અધિકારી દ્વારા જાહેરનામામાં જણાવાયા મુજબ તા.૧૦ માર્ચના રોજ એક બેઠક માટે ચુંટણી યોજવા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. જેથી રવિવારે સાબરડેરીના ઓડીટોરીયમ ખાતે મતદાન થશે ત્યારબાદ સોમવારે આ જ સ્થળે મતગણતરી હાથ ધરાશે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થશે. મતદાનનો સમય સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધીનો છે.

અહેવાલ  – યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : GIR SOMNATH : ક્રાઇમ બ્રાન્ચે કર્યો લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, ગામના યુવકને શિકાર બનાવી પડાવ્યા હતા 1.24 લાખ

આ પણ વાંચો : રાજ્ય સરકાર દ્વારા ગોધરા ST નિગમને આધુનિક સુવિધા ધરાવતી 54 નવીન એસટી બસોની ફાળવણી કરાઈ

Whatsapp share
facebook twitter