+

India Skills 2024 : દેશની પ્રતિભા દર્શાવવા માટેની સૌથી મોટી રાષ્ટ્રીય સ્પર્ધા “ઈન્ડિયા સ્કિલ્સ 2024” નો પ્રારંભ

India Skills 2024 : કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE)ના નેજા હેઠળ રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC) દ્વારા આયોજિત દેશની સૌથી મોટી રાષ્ટ્રીય સ્પર્ધા “ઇન્ડિયા સ્કિલ્સ 2023-2024” (India Skills 2024)…

India Skills 2024 : કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE)ના નેજા હેઠળ રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC) દ્વારા આયોજિત દેશની સૌથી મોટી રાષ્ટ્રીય સ્પર્ધા “ઇન્ડિયા સ્કિલ્સ 2023-2024” (India Skills 2024) 15 મે ના રોજ દિલ્હીના દ્વારકામાં આવેલ યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં શરુ કરવામાં આવી. દેશની આ પ્રતિષ્ઠિત સ્પર્ધા વિવિધ કૌશલ્યોની ઉત્સવ રૂપે ઉજવણી કરવાની સાથે યુવાનોને સુવર્ણ તકોથી ભરપૂર ભવિષ્ય આપવા માટે સશક્ત કરશે.

અંતિમ ઇનામ વિજેતા સ્પર્ધક વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ઈન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન વિવિધ ઉદ્યોગો સાથે સુમેળને પ્રોત્સાહન આપતા, વૈશ્વિક ધોરણો સાથે તાલીમ ધોરણોને એકસાથે લાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અંતિમ ઇનામ વિજેતા સ્પર્ધકને 2024માં ફ્રાન્સના લિયોનમાં યોજાનારી વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. વિજેતા સ્પર્ધક 65 થી વધુ દેશોના 1,500 સ્પર્ધકો સામે સ્પર્ધા કરશે. આ વર્ષે, પ્રારંભિક વલણો મુજબ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે ભારત ઓટોમોબાઈલ, હોસ્પિટાલિટી મેકાટ્રોનિક્સ અને વોટર ટેક્નોલોજીમાં વર્લ્ડ સ્કિલ્સમાં મેડલ જીતવામાં સફળ રહેશે.

47 સ્કિલ કોમ્પિટિશન ઓનસાઈટ

ઈન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન 2024 – દેશના 30 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 900 થી વધુ વિદ્યાર્થીઓ અને 400 થી વધુ ઉદ્યોગ નિષ્ણાતોને એક વિશાળ રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઈન્ડિયા સ્કીલ્સ કોમ્પિટિશન, ચાર દિવસ સુધી ચાલે છે, જેમાં પરંપરાગત હસ્તકલાથી લઈને અત્યાધુનિક તકનીકો સુધીના 61 કૌશલ્યોમાં સહભાગીઓની વિવિધ કૌશલ્યો અને પ્રતિભાઓનું પ્રદર્શન કરવામાં આવે છે. જો કે, 47 સ્કિલ કોમ્પિટિશન ઓનસાઈટ યોજાશે અને શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને કર્ણાટક, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં 14 સ્પર્ધાઓ ઓફસાઈટ યોજાઈ રહી છે. સહભાગીઓ ડ્રોન-ફિલ્મ મેકિંગ, ટેક્સટાઈલ વીવિંગ, લેધર શૂ મેકિંગ અને પ્રોસ્થેટિક્સ-મેકઅપ જેવા 9 એક્ઝિબિશન સ્કિલ્સમાં પણ ભાગ લઈ રહ્યા છે.

ઈન્ડિયા સ્કિલ્સ 2024, દેશની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધા

ઈન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન 2024માં ભાગ લેનારા સ્પર્ધકોને ITIs, NSTIs, પોલીટેકનીક, ઈન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનીયરીંગ, ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ અને ઈન્સ્ટીટ્યુટ ઓફ બાયોટેકનોલોજી માં તાલીમ મેળવવાની તક મળી છે. આ દર્શાવે છે કે ભારતીય યુવાનો આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની તાલીમ મેળવીને કુશળ બની રહ્યા છે. ઈન્ડિયા સ્કિલ્સ 2024, દેશની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધા તરીકે કૌશલ્યના ઉચ્ચતમ ધોરણોનું પ્રદર્શન કરવામાં અને યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપવા માટે અત્યંત અસરકારક છે. પાયાના સ્તર સુધી પહોંચવાની ક્ષમતા સાથે, ઈન્ડિયા સ્કિલ્સ 2024 દેશના કૌશલ્ય લેન્ડસ્કેપ પર કાયમી સ્થાયી પ્રભાર પાડવા માટે પણ તૈયાર છે.

ઈન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન એ એક અનોખું પ્લેટફોર્મ

ઈન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન 2024ના લોન્ચીંગ સમયે સંબોધન કરતા કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE)ના સચિવ શ્રી અતુલ કુમાર તિવારીએ જણાવ્યું હતું કે, “આ ઈવેન્ટ કૌશલ્ય વિકાસ અને શ્રેષ્ઠતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટેના સામૂહિક પ્રયાસો અને અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ઈન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન એ ખરેખર એક અનોખું પ્લેટફોર્મ છે, જે આપણા સ્પર્ધાત્મક અને ગતિશીલ વિશ્વમાં બધાને ઉચ્ચ કૌશલ્યના ધોરણોના લાભો તમામ લોકો સુધી પહોંચાડે છે. ઈન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન એ માત્ર કૌશલ્યોનું પ્રદર્શન નથી; તે આપણા રાષ્ટ્રના ભાવિને ઘડવામાં કૌશલ્ય વિકાસના આંતરિક મૂલ્યનો ઉત્સવ છે.” શ્રી અતુલ કુમાર તિવારીએ સ્પર્ધકોને પણ કહ્યું કે, “કોઈપણ સ્પર્ધામાં ભાગ લેવો એ તેને જીતવા માટેનું પ્રથમ પગલું છે. તેથી, આપ સૌને ભારતની સૌથી મોટી સ્કિલ ચેમ્પિયનશિપમાં ભાગ લેતા જોઈને મને ખૂબ જ ગર્વ છે. હું જાણું છું કે આપ દેશના અન્ય યુવાનો માટે શ્રેષ્ઠતાનું ઉદાહરણ બનશો અને યુવાનોને કૌશલ્ય માટે જુસ્સો વિકસાવવા, શ્રેષ્ઠતા હાંસલ કરવા અને વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તકો શોધવા માટે પ્રેરણા આપશો.”

આપણા યુવાનોની ક્ષમતાનો ઉપયોગ કરવો આવશ્યકતા

આ પ્રસંગે કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના વરિષ્ઠ આર્થિક સલાહકાર શ્રી નીલંબુજ શરણે જણાવ્યું હતું કે, “આપણા દેશના આર્થિક લેન્ડસ્કેપને આકાર આપવામાં કુશળ યુવાનો દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખવી આવશ્યક છે. આપણા દેશમાં જ્યાં મોટાભાગની વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે તેમાં આપણા યુવાનોની ક્ષમતાનો ઉપયોગ કરવો એ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ એક આવશ્યકતા છે. કુશળ યુવાનો પાસે તેમની પ્રતિભા અને કુશળતાથી આપણા અર્થતંત્રમાં નવીનતા લાવવા, બનાવવા અને આગળ વધારવાની શક્તિ છે. ભારતીય યુવાનોને યોગ્યતા, શ્રેષ્ઠતા અને ઉત્પાદકતાના વિશ્વ-સ્તરના ધોરણો હાંસલ કરવામાં મદદ કરવા માટે પ્રયત્નો કરીને, ઈન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન માત્ર કૌશલ્ય વિકાસનો દર વધારતી નથી પરંતુ વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમમાં ભારતને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરી રહી છે.

ક્યુરેન્સિયા નામની સ્પર્ધાત્મક માહિતી સિસ્ટમનો સમાવેશ

ઉલ્લેખનિય છે કે ઈન્ડિયા સ્કિલ્સ 2024માં સહભાગીઓને નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક હેઠળ ક્રેડિટ મેળવવાની તક મળશે. વર્લ્ડ સ્કિલ્સ અને ઈન્ડિયા સ્કિલ્સ બંને સ્પર્ધાઓમાં દર્શાવવામાં આવેલ તમામ કૌશલ્યોને નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (NSQF) સાથે કાળજીપૂર્વક સંરેખિત કરવામાં આવ્યા છે. આ વખતે પહેલી વાર ઈન્ડિયા સ્કિલ્સ દ્વારા ક્યુરેન્સિયા નામની સ્પર્ધાત્મક માહિતી સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પોર્ટલ પર સ્પર્ધા માટે લગભગ 2.5 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી

સ્કિલ ઈન્ડિયા ડિજિટલ હબ (SIDDH) પોર્ટલ પર સ્પર્ધા માટે લગભગ 2.5 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 26,000 હજારને પ્રી-સ્ક્રિનિંગની પ્રક્રિયા દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ ડેટા રાજ્ય અને જિલ્લા સ્તરની સ્પર્ધાઓ યોજવા માટે રાજ્યો સાથે શેર કરવામાં આવ્યો હતો, જેમાંથી 900 થી વધુ વિદ્યાર્થીઓને ઈન્ડિયા સ્કિલ નેશનલ કોમ્પિટિશન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ વર્ષે, ઈન્ડિયા સ્કિલ્સ કોમ્પિટીશનને ટોયોટા કિર્લોસ્કર, ઑટોડેસ્ક, જેકે સિમેન્ટ, મારુતિ સુઝુકી, લિંકન ઇલેક્ટ્રિક, નમટેક, વેગા, લોરિયલ, સ્નેઇડર ઇલેક્ટ્રિક, ફેસ્ટો ઇન્ડિયા, આર્ટેમિસ, મેદાંતા અને સિગ્નિયા હેલ્થકેર જેવા 400 થી વધુ ઉદ્યોગો અને શૈક્ષણિક ભાગીદારો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ઈન્ડિયા સ્કિલ્સ કોમ્પિટીશન કૌશલ્યના અંતરને દૂર કરવા અને યુવાનોને સતત વિકસતા જોબ માર્કેટ માટે તૈયાર કરવા માટે સરકાર, ઉદ્યોગો અને શિક્ષણવિદો વચ્ચે ભાગીદારીની સુવિધા આપે છે, જે તેમને સક્ષમતા, શ્રેષ્ઠતા અને ઉત્પાદકતાના વૈશ્વિક સ્તરના ધોરણો હાંસલ કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો—ગાંધીનગરમાં પ્રિ-વાઇબ્રન્ટ ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023’નું આયોજન, CMએ કહ્યું- PM મોદીએ 3S સ્પોર્ટ્સ, સ્કીલ અને સ્ટાર્ટઅપનો કોન્સેપ્ટ આપ્યો…

Whatsapp share
facebook twitter