+

ત્રીજી વનડે પહેલા ભારતીય ટીમને રાહત, ઓપનર રૂતુરાજ ગાયકવાડે કોરોનાની આપી માત

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સિરીઝની આજે છેલ્લી મેચ છે. ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના ઓપનર રૂતુરાજ ગાયકવાડ જે પ્રથમ મેચ પહેલા કોરોનાથી સંક્રમિત થયો હતો જે હવે સ્વસ્થ થયો છે.   મેચ પહેલા લાગ્યું હતું કોરોનાનું સંક્રમણ  ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે સિરીઝની શરૂઆત પહેલા જ શિખર ધવન, શ્રેયસ અય્યર સહિત કુલ ચાર ખેલાડીઓ કોરોના સંક્રમિત à

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ
રહેલી ત્રણ મેચની વન
ડે સિરીઝની આજે છેલ્લી મેચ છે. ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના ઓપનર રૂતુરાજ ગાયકવાડ જે પ્રથમ મેચ પહેલા કોરોનાથી સંક્રમિત થયો
હતો જે હવે સ્વસ્થ થયો છે.

 

મેચ પહેલા લાગ્યું
હતું કોરોનાનું સંક્રમણ 

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે સિરીઝની શરૂઆત પહેલા જ શિખર ધવન, શ્રેયસ અય્યર સહિત કુલ ચાર ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું જેમાં ભારતીય ઓપનર બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ પણ કોવિડ-19થી
સંકર્મિત થયા હતા
, તે હવે આ વાયરસ માંથી સ્વસ્થ થઈ ગયો છે
અને ક્વોરેન્ટાઈનમાંથી બહાર આવી ગયો છે. જો કે
, સુકાની રોહિત શર્માએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે,
શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં સિનિયર ઓપનર શિખર ધવન ઈનિંગની શરૂઆત
કરશે
.

 

ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી જીતી

ટીમ ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી
સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને શ્રેણી
જીતી લીધી છે. ભારતીય ટીમે પ્રથમ મેચ 6 વિકેટે જીતી હતી જ્યારે બીજી મેચ 44 રને
જીતીને શ્રેણીમાં લીડ મેળવી હતી.

Whatsapp share
facebook twitter