+

રશિયન મિસાઈલે યુક્રેનના રહેણાંક ઈમારતોને કરી ટાર્ગેટ, જુઓ Video

યુક્રેનની સેનાએ શનિવારે વહેલી સવારે મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારે લડાઈમાં 1,000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. જો કે, રશિયન સૈન્યએ હજુ સુધી જાનહાનિનો ખુલાસો કર્યો નથી. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, રશિયાના ચાલુ હુમલામાં 25 નાગરિકો માર્યા ગયા અને 102 ઘાયલ થયા છે. ઈમારત પર મિસાઇલથી હુમલો આ ઉપરાંત, યુક્રેને એવો પણ દાવો કર્યો હતો કે, તેણે ઓછામાં ઓછી 80 ટેન્ક, 516 સશસ્ત્ર લડ
યુક્રેનની સેનાએ શનિવારે વહેલી સવારે મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારે લડાઈમાં 1,000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. જો કે, રશિયન સૈન્યએ હજુ સુધી જાનહાનિનો ખુલાસો કર્યો નથી. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, રશિયાના ચાલુ હુમલામાં 25 નાગરિકો માર્યા ગયા અને 102 ઘાયલ થયા છે. 
ઈમારત પર મિસાઇલથી હુમલો 
આ ઉપરાંત, યુક્રેને એવો પણ દાવો કર્યો હતો કે, તેણે ઓછામાં ઓછી 80 ટેન્ક, 516 સશસ્ત્ર લડાકુ વાહનો, 7 હેલિકોપ્ટર, 10 એરક્રાફ્ટ અને 20 ક્રૂઝ મિસાઈલોનો નાશ કર્યો છે. વળી, રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, તેના સૈનિકોએ યુક્રેનમાં 211 સૈન્ય માળખાને નષ્ટ કરી દીધા છે. તેટલું જ નહી રશિયાએ યુક્રેનની ઈમારતોને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધુ છે. આ વચ્ચે એક ઈમારત પર મિસાઇલથી હુમલો કર્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. આપને જણાવી દઇએ કે, રશિયન સૈનિકોએ શુક્રવારે યુક્રેનની રાજધાની કીવ પર હુમલો કર્યો. ત્યારે સરકારી ઈમારતો નજીક ગોળીબાર અને વિસ્ફોટના અવાજો ગુંજી ઉઠ્યા હતા. રશિયાની આ કાર્યવાહીથી યુરોપમાં વ્યાપક યુદ્ધની સંભાવના વધી ગઈ છે, જ્યારે તેને રોકવા માટે વિશ્વભરમાં પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. યુદ્ધમાં સેંકડો જાનહાનિના અહેવાલો વચ્ચે કીવમાં ઇમારતો, પુલો અને શાળાઓની સામે ગોળીબાર અને વિસ્ફોટની ઘટનાઓ પણ બની છે. 

1,000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા-સૂત્ર
યુક્રેનની સૈન્યએ શનિવારે વહેલી સવારે કહ્યું કે, તેણે યુદ્ધગ્રસ્ત દેશમાં ભારે લડાઈ વચ્ચે 1,000 થી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. જોકે, રશિયન સૈન્યએ હજુ સુધી મૃતકોની સંખ્યા જાહેર કરી નથી. વળી યુક્રેનિયન સૈન્યએ જણાવ્યું હતું કે, રશિયન સૈનિકોએ મુખ્ય કીવ એવેન્યુ પરના લશ્કરી સ્ટેશન પર હુમલો કર્યો હતો પરંતુ હુમલો નિષ્ફળ ગયો હતો. યુક્રેનની સૈન્યએ તેના વેરિફાઇડ ફેસબુક પેજ પર જણાવ્યું હતું કે, રશિયાએ “કીવમાં વિક્ટરી એવન્યુ પર લશ્કરી એકમોમાંથી એક પર હુમલો કર્યો હતો.” ઉપરાંત કીવથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક ગગનચુંબી ઈમારત મિસાઈલથી ધ્વસ્ત થઈ ગઈ છે. 
હજારો લોકો ભૂગર્ભ બંકરો, મેટ્રો સ્ટેશનની અંદર ફસાયેલા છે
કીવ પર રશિયન હુમલાના ડરથી હજારો લોકો રાત પડતા જ ભૂગર્ભ બંકરો અને સબવે સ્ટેશનની અંદર ચાલ્યા ગયા છે. કેટલાક પરિવારો માટે તે એક સાથે સમય પસાર કરવાની તક પણ હતી. કેટલાક લોકો રાત પસાર કરવા માટે ક્રોસવર્ડ પઝલ ઉકેલી રહ્યા હતા. એવા લોકો પણ હતા જેઓ તેમના કૂતરા સાથે સ્લીપિંગ બેગ લાવ્યા હતા. સબવે સ્ટેશનની અંદર આશરો લેનાર એન્ટન મીરોનોવે કહ્યું, “કોઈને વિશ્વાસ ન હતો કે આ યુદ્ધ શરૂ થશે અને તેઓ કીવને પણ નિશાન બનાવશે.” કેટલાક કામચલાઉ બંકરોમાં રાત પસાર કર્યા પછી સવારે મોટી સંખ્યમાં લોકો બહાર આવ્યા હતા. હાઈવે પર સેનાના જવાનો સાથે સામાન્ય લોકોની ગાડીઓ પણ સામે આવી રહી હતી. ગુરુવારે ઇંધણ સ્ટેશનો પર લાંબી કતારો જોવા મળી હતી. રશિયાએ કહ્યું છે કે, તે શહેરોને નિશાન બનાવી રહ્યું નથી, પરંતુ પત્રકારોએ કેટલાક રહેણાંક વિસ્તારોમાં વિનાશ જોયો હતો.
મિસાઈલ સાથે શરૂ થયો હુમલો
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે, શહેરો અને લશ્કરી સ્ટેશન પર શ્રેણીબદ્ધ મિસાઇલ હુમલાઓ સાથે આક્રમણની શરૂઆત થઈ, અને ત્યારબાદ યુક્રેન તરફ કૂચ શરૂ કરી. પૂર્વમાં ઘણા વિસ્તારોમાંથી સૈનિકો પ્રવેશવા લાગ્યા. ક્રીમીયાના દક્ષિણી પ્રદેશમાંથી પણ સૈનિકો આવ્યા હતા, જેના પર રશિયાએ 2014માં કબજો કર્યો હતો. પડોશી દેશ બેલારુસથી પણ રશિયન સૈનિકો ધસી આવ્યા હતા. યુક્રેનના અધિકારીઓએ કહ્યું છે કે, તેમનો બંધ પડેલા ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ સાથે સંપર્ક તૂટી ગયો છે. અહીં વિશ્વની સૌથી ખરાબ પરમાણુ દુર્ઘટના બની હતી. દેશના ઘણા ભાગોમાં, લોકો સુરક્ષિત સ્થળોએ જવા માટે ઉતાવળમાં ટ્રેનો અને કારમાં ચઢતા જોવા મળ્યા હતા.
Whatsapp share
facebook twitter