+

Lok Sabha elections : ગુજરાતમાં આવતીકાલે આ દિગ્ગજ નેતાઓ કરશે મતદાન, જાણો કોણ ક્યાંથી આપશે વોટ

ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન થવાનું છે. ત્યારે આવતીકાલે PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi), કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત બીજેપીના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવશે…

ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન થવાનું છે. ત્યારે આવતીકાલે PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi), કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત બીજેપીના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવશે અને મતદાન કરવાની ફરજ બજાવશે. આ સાથે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિતના નેતાઓ પણ મતદાન કરશે. અહીં જાણો કોણ, ક્યાં અને કેટલા વાગે કરશે મતદાન..

PM અને અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં કરશે મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) વાત કરીએ તો આજે રાતે પીએમ મોદી ગુજરાત આવી શકે છે. જ્યારે, આવતીકાલે રાણીપની નિશાન સ્કૂલમાંથી મતદાન કરશે. પ્રાપ્ત માહિતી મુજબ, કાલે સવારે 7.30 વાગ્યે પીએમ મોદી મતદાન કરી શકે છે. ત્યાર બાદ તેઓ ચોથા તબક્કા માટે પ્રચાર માટે રવાના થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પણ આવતીકાલે નારણપુરાના મતદાન મથકમાં મતદાન કરશે. તેઓ આવતીકાલે સવારે 9.15 કલાકે મતદાન કરશે.

કોણ ક્યાં કરશે મતદાન ?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે 8.30 થી 9.30 વચ્ચે શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કરવા જશે. જ્યારે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ (CR Patil) નવસારીની ઉ. ગુજરાત સ્કૂલથી મતદાન કરશે. તેઓ સવારે 8.30 કલાકે વોટ આપવા જશે. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) કાલે સવારે 7 કલાકે અમરેલીના ઈશ્વરિયાની પ્રા.શાળાથી મતદાન કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરથી ભાજપના (BJP) ઉમેદવાર મનસુખ માંડવિયા પાલિતાણાના અણોલના મતદાન મથકથી (Lok Sabha elections) વોટિંગ કરશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે સવારે 8 કલાકે રાજકોટના રૈયા રોડના મતદાન મથકથી મતદાન કરશે.

આ પણ વાંચો – Lok Sabha election : PM મોદી સહિત આ દિગ્ગજો કરશે વોટિંગ, આ 7 બેઠકો પર ખરાખરીનો જંગ!

આ પણ વાંચો – LokSabha : હવે આ રીતે રાજકીય પક્ષો કરશે ડૉર ટૂ ડૉર પ્રચાર

આ પણ વાંચો – Lok Sabha Elections : મતદાનના એક દિવસ પહેલા CRPatil અને સાધુ-સંતોએ કરી આ ખાસ અપીલ,જાણો શું કહ્યું

Whatsapp share
facebook twitter