+

રશિયાએ તેલની નિકાસને લઈને લીધો મહત્વનો નિર્ણય, USDમાં રદ કરી ચૂકવણી

યુક્રેન યુદ્ધ પછી રશિયા પર પશ્ચિમી પ્રતિબંધોને પગલે વૈશ્વિક સ્તરે ઘટનાઓ ઝડપથી બદલાઈ રહી છે. હવે રશિયાએ તેલની નિકાસ માટે યુએસ ડોલરમાં ચૂકવણીને દૂર કરવાનો નિર્ણય લીધો છે. એનર્જી ઈન્ટેલિજન્સના રિપોર્ટ અનુસાર, ડોલરને બદલે રશિયા ચીનની કરન્સી યુઆન અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ની કરન્સી દિરહામમાં તેલ વેચશે. જોકે, રશિયા-ભારત વેપારમાં ભારતીય રૂપિયાના ઉપયોગ અંગે હજુ સુધી કોઈ નિર્ણય

યુક્રેન યુદ્ધ પછી રશિયા પર પશ્ચિમી
પ્રતિબંધોને પગલે વૈશ્વિક સ્તરે ઘટનાઓ ઝડપથી બદલાઈ રહી છે. હવે રશિયાએ તેલની નિકાસ
માટે યુએસ ડોલરમાં ચૂકવણીને દૂર કરવાનો નિર્ણય લીધો છે. એનર્જી ઈન્ટેલિજન્સના
રિપોર્ટ અનુસાર
, ડોલરને બદલે રશિયા ચીનની કરન્સી યુઆન
અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ની કરન્સી દિરહામમાં તેલ વેચશે. જોકે
, રશિયા-ભારત વેપારમાં ભારતીય રૂપિયાના ઉપયોગ અંગે હજુ સુધી કોઈ નિર્ણય
લેવામાં આવ્યો નથી.


તેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું
કહેવું છે કે રશિયાએ તેલ નિકાસકારોને યુએસ ડોલરની જગ્યાએ યુઆન અને દિરહામમાં તેલ
વેચવાનું શરૂ કરવા કહ્યું છે. તે આવતા મહિનાથી શરૂ થઈ શકે છે.
 રશિયા પરના
પ્રતિબંધોની અસર ઘટાડવા માટે તેને તાત્કાલિક શરૂ કરવાની જરૂર છે. આને ધ્યાનમાં
રાખીને
, રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિનની
અધ્યક્ષતામાં ઊર્જા ઉદ્યોગ સાથે સરકારની
26 જુલાઈની
બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવી હતી.
આ સંદર્ભે, રશિયન સરકાર નવી બજેટ નીતિ પર પણ કામ કરી રહી છે, જેમાં વેપાર માટે સંલગ્ન કરન્સીનો ઉપયોગ કરવામાં આવશે.


રશિયાને કરન્સી સ્વેપિંગનો થોડો અનુભવ
છે.
2019 માં, રશિયાએ ઇસ્ટ સાઇબિરીયા પેસિફિક મહાસાગર પાઇપલાઇન દ્વારા ચીનની તેલ
કંપની ચાઇના નેશનલ પેટ્રોલિયમ કોર્પ (
CNPC) ને યુરોમાં તેલનું વેચાણ કર્યું હતું.

CNPC ને તેલની નિકાસ આ વર્ષે યુઆનમાં
ચૂકવવામાં આવશે. 
રોયટર્સે ગયા અઠવાડિયે પોતાના
અહેવાલમાં જણાવ્યું હતું કે જુલાઈમાં ભારતીય તેલ કંપનીઓને તેલની નિકાસ કરતી રશિયન
સરકારી ઓઈલ કંપની રોઝનેફ્ટની ટ્રેડિંગ કંપનીઓએ યુએસ ડોલરના સમકક્ષ દિરહામની માંગણી
કરી હતી.

ભારત રશિયાના આ પ્રસ્તાવ સાથે સહમત નથી

સૂત્રોનું કહેવું છે કે રશિયા પણ તેલના
કારોબાર માટે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવા માંગે છે
, પરંતુ સરકારી અધિકારીઓએ નક્કી કર્યું છે કે દેશને બહારના બિઝનેસ માટે
આટલી મોટી સંખ્યામાં ભારતીય રૂપિયાની જરૂર નથી.

રિપોર્ટ અનુસાર, રશિયા ઇચ્છે છે કે ભારત ચીનની કરન્સી યુઆનનો ઉપયોગ ઓઇલ બિઝનેસમાં કરે
પરંતુ ભારત તેના માટે તૈયાર નથી.

સૂત્રોનું કહેવું છે કે રશિયન તેલના
પશ્ચિમી ખરીદદારો કહે છે કે તેઓ પહેલાની જેમ ચૂકવણી કરવાનું ચાલુ રાખશે. તમને
જણાવી દઈએ કે પશ્ચિમી ખરીદદારો મોટાભાગે યુરોમાં વેપાર કરે છે. 
પશ્ચિમી ખરીદદારો માને છે કે તેઓ
યુઆનમાં વેપાર કરી શકશે નહીં. તકનીકી રીતે તે શક્ય છે પરંતુ કોઈ વિનિમય દરો વિશે
ચિંતા કરવા માંગતું નથી. યુએસ ડોલર અને
યુરોના વિનિમય દરને પ્રભાવિત કરવા માટે રશિયાની સેન્ટ્રલ બેંક મિત્ર દેશોની કરન્સી
ખરીદવાનું શરૂ કરશે. આવી નીતિ રશિયન બજારમાં યુઆનની માંગને ઐતિહાસિક સ્તરે વધારશે.

Whatsapp share
facebook twitter