+

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પર વિરોધ અને ભાજપના નેતાનું મોત, જાણો પૂરી વિગત

Karnataka BJP Leader Dies : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પૂર્ણ થતા જ કર્ણાટકની સરકારે (Karnataka Government) પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol and Diesel Price) માં વધારો કરી દીધો હતો.…

Karnataka BJP Leader Dies : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પૂર્ણ થતા જ કર્ણાટકની સરકારે (Karnataka Government) પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol and Diesel Price) માં વધારો કરી દીધો હતો. જનતા પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહી હતી અને તેમા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી અહીંનો વિરોધ પક્ષ (Opposition Party) ભાજપે હોબાળો મચાવવાનું શરી કર્યું હતું. આ વિરોધ દરમિયાન ભાજપના એક નેતાનું મોત થયું છે. જણાવી દઇએ કે, ભાજપ (BJP)ના નેતા અને પૂર્વ MLC એમબી ભાનુપ્રકાશનું કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે વિરોધ દરમિયાન હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓ 69 વર્ષના હતા. આ ઘટના સોમવારે બની હોવાનું કહેવાય છે.

ભાજપ નેતાનું મોત

કર્ણાટકમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વિરોધ દરમિયાન ભાજપના એક નેતાનું મોત થયું છે, જેના કારણે હોબાળો મચી ગયો છે. આ વિરોધ કર્ણાટક સરકારના પેટ્રોલ અને ડીઝલ પર સેલ્સ ટેક્સ વધારીને અનુક્રમે 29.84 ટકા અને 18.44 ટકા કરવાના નિર્ણય સામે હતો. સરકારના આ નિર્ણયને કારણે 15 જૂનથી રાજ્યભરમાં પેટ્રોલના ભાવમાં લગભગ 3 રૂપિયા અને ડીઝલના ભાવમાં 3.05 રૂપિયાનો વધારો થયો છે. લોકસભાની ચૂંટણી બાદ ઈંધણના ભાવમાં સુધારો કરનાર કર્ણાટક પ્રથમ રાજ્ય છે. જણાવી દઇએ કે, આ પહેલા ભાનુપ્રકાશ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભાનુપ્રકાશે શિવમોગામાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું અને કાર્યકરોને સંબોધિત કર્યા. ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, શિવમોગામાં ભાજપ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા બાદ પૂર્વ રાજ્ય ઉપાધ્યક્ષ ભાનુપ્રકાશ પ્રકાશ પોતાની કારમાં બેસીને પડી ગયા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તે બેભાન થઇ ગયા હતા. જે પછી નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પણ તેમનો બચાવી શકાયા નહી.

‘છેલ્લા શ્વાસ સુધી ભાજપ માટે કામ કર્યું’

મીડિયાને સંબોધતા કર્ણાટક ભાજપના વડા બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું કે તેઓ RSSના વફાદાર ભાનુપ્રકાશના આકસ્મિક નિધનથી આઘાતમાં છે, જેમણે રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવા સખત મહેનત કરી હતી. “ભાનુપ્રકાશે તેમના છેલ્લા શ્વાસ સુધી ભાજપ માટે કામ કર્યું. તેમના નિધનથી પાર્ટીને મોટી ખોટ પડી છે.” ભાજપના પ્રદેશ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, “અમે મુખ્યમંત્રીને આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવા વિનંતી કરીએ છીએ. ગઈકાલે અમે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો યોજ્યા છે અને જ્યાં સુધી આ વધારો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમે ચૂપ બેસીશું નહીં.” દરમિયાન કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ સરકારના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોની સરખામણીમાં ઈંધણના ભાવ હજુ પણ ઓછા છે.

આ પણ વાંચો – ફરી એકવાર લોકોને મોંઘવારીનો માર! આ રાજ્યમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

Whatsapp share
facebook twitter