+

Jamnagar: શાળામાં ટળી મોટી દુર્ઘટના, શહેરની મોદી સ્કૂલમાં લાગી હતી આગ

Jamnagar: જામનગરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગર શહેરની મોદી સ્કૂલમાં લાગી આગ લાગવાની ઘટના બની છે. વિગતે વાત કરવામાં આવે તો વીજ ઈન્ટોલેશન પેનલમાં સ્પાર્ક થતા આગ લાગી…

Jamnagar: જામનગરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગર શહેરની મોદી સ્કૂલમાં લાગી આગ લાગવાની ઘટના બની છે. વિગતે વાત કરવામાં આવે તો વીજ ઈન્ટોલેશન પેનલમાં સ્પાર્ક થતા આગ લાગી હોવાની અનુમાન છે. મહત્વની વાત તો એ છે કે, પાંચ ફ્લોર ધરાવતી શાળામાં આગની ઘટના બની ત્યારે 500 વિદ્યાર્થીઓ ત્યા હાજર હતા. નોંધનીય છે કે, આગ ભભૂકતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. મળતી જાણકારી પ્રમાણે મોદી સ્કૂલમાં 500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

આગ લાગવાની ઘટના બનતા વાલીઓમાં ફફડાટ ફેલાયો

તમને જણાવી દઈએ કે, આગ લાગવાની ઘટના બનતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. રાહતની વાત એ છે કે, જામનગર (Jamnagar) મહાનગરપાલિકાની ફાયર ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. જેથી અત્યારે જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. આશ્ચર્યની વાત તો એ છે કે, રાજકોટની ગોજારી ઘટના બાદ જામનગરની સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ છે.

બાળકોને સાચવીને પ્રવેશ દ્વારેથી જ બહાર કાઢી લીધા

ઘટનાને પગલે શાળા સંચાલકોએ જણાવ્યું કે, અમારી પાસે સેફ્ટીના તમામ સંસાધનો હતા અને તેની દરેક સ્ટાફને ટ્રે્નિંગ પણ આપવામાં આવી હતી. તેથી જ અત્યારે આગની કાબુમાં લઈ શક્યા હતા. શાળા સંચાલકે કહ્યું કે, અમે અમારા તમામ બાળકોને સાચવીને પ્રવેશ દ્વારેથી જ બહાર કાઢી લીધા હતા. જેથી આ ઘટનામાં કોઈ જ હાનિ થઈ નથી.

ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, વીજ ઇન્સ્ટોલેશન પેનલમાં સ્પાર્ક કરતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. નોંધનીય છે કે, ઘટના સમયે શાળામાં 500 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા પરંતુ કોઈને પણ કોઈ હાનિ થઈ નથી. આગની જાણ થતાની સાથે ઘટના સ્થળ પર પહોંચીને ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ ટળી જતા બધાએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો: Sabarkantha: વડાલીના કુબાધરોદ ગામે તળાવમાં ડૂબી જતાં શ્રમિકનું મોત, ગામમાં શોકનો માહોલ

આ પણ વાંચો: Rajkot: ખીરસરા ગુરૂકૂળના સ્વામી સામે દુષ્કર્મ મામલે ભાયાવદર પોલીસે પીડિત યુવતીની ફરિયાદ નહીં લીધાનો આક્ષેપ

આ પણ વાંચો:  Rain Forecast: રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં આજે વરસાદ પડવાની શક્યતા

Whatsapp share
facebook twitter