+

શાહપુર મેટ્રો પાસે લૂંટનો બનાવ, આશરે 3 કરોડ રૂપિયાથી વધુના દાગીનાની થઈ લૂંટ

અમદાવાદમાં શાહપુર મેટ્રો સ્ટેશન પાસે  મોટી લૂંટની ઘટના બની છે મોડી સાંજે  શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી  બે બાઇક સવારો સોનાના દાગીના ભરેલી મત્તા લૂટી ગયા હતા.  લૂંટારૂઓએ કુલ 3 કરોડના વધુ દાગીના ભરેલી બેગ આંચકી લીધી હતી.  કરોડો રૂપિયાના સોનાના દાગીના ભરેલી બેગ લૂંટી લૂંટારૂઓ ફરાર થયાની જાણ થતા સિનિયર પોલીસ અધિકારીઓનો  કાફલો  પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.  શાહપુર મેટ્રો સ્ટેશન પાસà«
અમદાવાદમાં શાહપુર મેટ્રો સ્ટેશન પાસે  મોટી લૂંટની ઘટના બની છે મોડી સાંજે  શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી  બે બાઇક સવારો સોનાના દાગીના ભરેલી મત્તા લૂટી ગયા હતા.  લૂંટારૂઓએ કુલ 3 કરોડના વધુ દાગીના ભરેલી બેગ આંચકી લીધી હતી.  કરોડો રૂપિયાના સોનાના દાગીના ભરેલી બેગ લૂંટી લૂંટારૂઓ ફરાર થયાની જાણ થતા સિનિયર પોલીસ અધિકારીઓનો  કાફલો  પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.  
શાહપુર મેટ્રો સ્ટેશન પાસે બની લૂંટની ઘટના
પ્રાપ્તા માહિતી અનુસાર અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે બની લૂંટની ઘટના બની હતી. અંદાજે 3 કરોડથી વધુની  કિંમતના 6 કિલો સોનાના દાગીનાની લૂંટ થઈ હતી. એસ એસ તીર્થ ગોલ્ડના બે કર્મચારીઓ એક્ટિવા પર સવાર થઈને નીકળ્યા હતા. પરાગ અને ધર્મેશ નામના બે કર્મચારીઓને બાઈક સવાર 2 લૂંટારુઓએ શિકાર બનાવ્યા હતા. કર્મચારીઓ બપોરે સીજી રોડ રોડથી નીકળી નરોડા, નિકોલ અને બાપુનગર થઇને શાહપુર તરફ આવ્યા હતા. એક્ટિવાની આગળ મુકેલી 2 પૈકી 1 બેગ લૂંટીને લૂંટારુઓ ફરાર થયા હતા. 
પોલીસે ઘટનાસ્થળ આસપાસના cctv ફૂટેજની પણ તપાસ શરૂ કરી
લૂંટ થયા બાદ કર્મચારીઓએ પીછો કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ લૂંટારુઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો હતો. જેના બાદ પોલીસ દોડતી થઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. હાલ પોલીસે ઘટનાસ્થળ આસપાસના cctv ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે.  
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ – જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter