+

Maruti Suzuki એ મિડલ ક્લાસ ફેમિલીને આપ્યો મોટો ઝટકો, જાણો કંપનીએ શું લીધો નિર્ણય ?

મારુતિ સુઝુકી (Maruti Suzuki) ની કારને મિડલ ક્લાસ ફેમિલી ખૂબ જ પસંદ કરે છે. ઓછી કિંમતમાં મારુતિની કાર મળી જતી હોવાના કારણે પણ લોકો તેને ખરીદવાનું વધુ પસંદ કરે છે.…

મારુતિ સુઝુકી (Maruti Suzuki) ની કારને મિડલ ક્લાસ ફેમિલી ખૂબ જ પસંદ કરે છે. ઓછી કિંમતમાં મારુતિની કાર મળી જતી હોવાના કારણે પણ લોકો તેને ખરીદવાનું વધુ પસંદ કરે છે. પણ હવે કંપનીએ ભારતમાં તેના તમામ વાહનોની કિંમતોમાં 0.45 ટકાનો વધારો કર્યો છે. આ વધારો આજથી એટલે કે 16મી જાન્યુઆરીથી લાગુ થઈ ગયો છે. આજથી મારુતિ કારના બુકિંગ (Booking) માટે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે. કંપનીએ તેની પાછળનું કારણ મોંઘવારી અને કોમોડિટી (Inflation and Commodities) ના વધતા ભાવને કારણે વધતા ખર્ચને ટાંક્યું છે.

મારુતિ વધારી કારની કિંમત

મિડલ ક્લાસ ફેમિલીની સૌથી વધુ પસંદ કરવામાં આવતી કાર કંપની મારુતિ સુઝુકીએ હવે પોતાની તમામ કારને મોંઘી કરી દીધી છે. કંપનીએ મંગળવારે તેના વાહનોની કિંમતો તાત્કાલિક અસરથી વધારવાની જાહેરાત કરી છે. શેરબજારને આપેલી માહિતીમાં, મોટર વાહન ઉત્પાદકે જણાવ્યું હતું કે તમામ મોડલ્સમાં વધારાની અંદાજિત વેઇટેડ એવરેજ 0.45 ટકા છે. આ ભાવવધારો દિલ્હીમાં મોડલની એક્સ-શોરૂમ કિંમતો પર થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર, નવી કિંમતો આજથી એટલે કે 16 જાન્યુઆરી, 2024થી અમલમાં આવી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI) અલ્ટોથી લઈને ઈન્વિક્ટો સુધીની ઘણી લોકપ્રિય કાર વેચે છે. તેમની કિંમત રૂ. 3.54 લાખથી રૂ. 28.42 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. આ ભાવવધારાની જાહેરાત સૌપ્રથમ નવેમ્બરમાં કરવામાં આવી હતી. પરંતુ તે આજથી અસરકારક છે.

અન્ય કાર કંપનીઓ પણ વધારી શકે છે કિંમત

કંપનીએ જણાવ્યું છે કે તમામ મોડલની કિંમતમાં સરેરાશ 0.45 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વાહનોની એક્સ-શોરૂમ કિંમતો પર લાગુ થશે. મારુતિ ઉપરાંત, ટાટા મોટર્સે પણ વધેલા ઈનપુટ ખર્ચની ભરપાઈ કરવા માટે જાન્યુઆરીથી તેના કોમર્શિયલ વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. તેવી જ રીતે હોન્ડા, ઓડી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અન્ય કંપનીઓએ પણ જાન્યુઆરીથી કિંમતો વધારવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.

પેસેન્જર વાહનોની નિકાસમાં Maruti Suzuki અગ્રેસર રહી

એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન પેસેન્જર વાહનો (Passenger Vehicle) ની નિકાસમાં મારુતિ સુઝુકી (Maruti Suzuki) અગ્રેસર રહી છે. આ સમયગાળા દરમિયાન મારુતિએ 2,02,786 યુનિટ ડિસ્પેચ કર્યા છે, જે ગયા વર્ષ કરતાં 6% વધુ છે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા (Hyundai Motor India) એ 1,29,755 એકમોની નિકાસ કરી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1,19,099 એકમો હતી. એપ્રિલ અને ડિસેમ્બર વચ્ચે, કિયા ઇન્ડિયા (Kia India) એ 47,792 યુનિટ્સ, ફોક્સવેગન (Volkswagen) 33,872 યુનિટ્સ, નિસાન (Nissan) 31,678 યુનિટ્સ અને હોન્ડા કાર્સ (Honda) 20,262 યુનિટ્સની નિકાસ કરી હતી.

ભારતીય કારની નિકાસ 21% ઘટી

ગયા વર્ષે, ઘણા વિદેશી બજારોમાં ભંડોળની સમસ્યાઓ અને રાજકીય મુદ્દાઓને કારણે ભારતીય કારની નિકાસ 21% ઘટી હતી. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (Society of Indian Automobile Manufacturers) ના તાજેતરના ડેટામાંથી આ માહિતી સામે આવી છે. ગયા વર્ષે કુલ નિકાસ 42,85,809 યુનિટ્સ હતી, જે 2022માં 52,04,966 યુનિટ કરતાં ઓછી છે. એકંદરે નિકાસમાં ઘટાડો થયો હોવા છતાં, મોકલેલ પેસેન્જર કારની સંખ્યા 5% વધીને 6,77,956 યુનિટ થઈ છે.

કયા વાહનોની નિકાસ ઘટી ?

કોમર્શિયલ વાહનો, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરની નિકાસમાં ઘટાડો થયો છે. ટુ-વ્હીલરની નિકાસ 20% ઘટીને 32,43,673 યુનિટ થઈ છે. કોમર્શિયલ વાહનોનું શિપમેન્ટ ઘટીને 68,473 યુનિટ થયું હતું અને થ્રી-વ્હીલર્સની નિકાસ 30% ઘટીને 2,91,919 યુનિટ થઈ હતી. પેસેન્જર કારની નિકાસમાં વધારો એટલા માટે થયો છે કારણ કે ગયા વર્ષની સરખામણીમાં સપ્લાય ચેઇન સરળ હતી.

આ પણ વાંચો – Hyundai Creta નું નવું Facelift વર્ઝન જલ્દી જ થશે લોન્ચ, જાણો શું હશે ફેરફાર

આ પણ વાંચો – Tesla 2024 માં ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખોલવા માંગે છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter