+

તમારા WHATSAPP ઉપર આ નંબરથી આવે છે કોલ? તો રહેજો સાવધ

અત્યારના સમયમાં WHATSAPP નો ઉપયોગ જાણે દરેક લોકો માટે અનિવાર્ય થઈ ગયો હોય તેમ છે. WHATSAPP વગર આપના જીવનના એક દિવસની કલ્પના કરવી પણ અશકય છે. પરંતુ આ મેસેજિંગ એપમાં…

અત્યારના સમયમાં WHATSAPP નો ઉપયોગ જાણે દરેક લોકો માટે અનિવાર્ય થઈ ગયો હોય તેમ છે. WHATSAPP વગર આપના જીવનના એક દિવસની કલ્પના કરવી પણ અશકય છે. પરંતુ આ મેસેજિંગ એપમાં ઘણી સમસ્યાઓ અને ફ્રોડ પણ થાય છે. આજકાલ સાયબર ક્રાઇમના કિસ્સાઓ પણ ખૂબ વધી રહ્યા છે. માટે આપણે આવા સમયમાં કેટલીક તકેદારી રાખવી જરૂરી છે. શું તમે પણ WHATSAPP ઉપર નંબરને જોયા વિના કોલ રિસીવ કરો છો? તો આમ કરતાં પહેલા હવે સાવધાન થવાની તમારે જરૂર છે. કેમ કે આ બાબત તમારા માટે મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે. વાસ્તવમાં, સરકારે કેટલાક ફોન નંબરોને લઈને ચેતવણી જાહેર કરી છે. વોટ્સએપ યુઝર્સને અમુક નંબરો પરથી કોલ રીસીવ ન કરવા અને તે નંબરોને તરત જ બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું છે.

WHATSAPP ઉપર લોકોને ફોન કરી ઠગવામાં આવે છે

ટેલિકોમ મંત્રાલયના દ્વારા કેટલાક નંબર સામે ચેતવણી જાહેર કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, આ નંબરો પરથી આવતા કોલ્સમાં DoTના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અને એવું પણ કહેવાય છે કે તેમના ફોન નંબરો ડિસ્કનેક્ટ થઈ જશે. સમગ્ર બાબત એમ છે કે, લોકોને ફોન કરીને કહેવામાં આવે છે કે તેમના ફોન નંબરનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત તેમના ફોન નંબર પરથી પણ ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમને સાયબર ક્રાઈમનો હવાલો આપીને ધમકી પણ આપવામાં આવે છે. CBI અને અન્ય અધિકારીઓના ખોટા નામે ઠગ કરવામાં આવે છે. માટે આવા ફ્રોડથી સૌએ સાવધાન રહેવાની જરૂર છે.

આ નંબરનો ફોન આવે તો રહો સાવધ

ટેલિકોમ્યુનિકેશન વિભાગ DoTએ કેટલાક નંબરોને બ્લોક કરવા જણાવ્યું છે. આ નંબરમાં વિદેશી મૂળના મોબાઇલ ફોન નંબર પરથી WhatsApp કૉલ આવે છે, તો તેને તરત જ બ્લોક કરો. +92-xxxxxxxxxx જેવા નંબરો પરથી કૉલ્સ પ્રાપ્ત કરશો નહીં. કહેવામાં આવ્યું છે કે આ કોલ્સમાંથી તમારી અંગત માહિતી મેળવી શકાય છે. આ સિવાય તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે.

આ પણ વાંચો : CNG Bike : એકવાર ફ્યુલ ભરી દિલ્હીથી શિમલા સુધી કરો મુસાફરી

Whatsapp share
facebook twitter