+

SL vs ENG : વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકા વિરુદ્ધ રહી ફ્લોપ, અંગ્રેજો સેમિફાઈનલની રેસમાંથી બહાર !

ICC ODI World Cup 2023 ની 25 મી મેચમાં આજે ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમ આમને-સામને હતી. જેમા ઈંગ્લેન્ડની ટીમને શરમ જનક હારનો સામનો કરવો પડ્યો છે. જીહા, શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 8…

ICC ODI World Cup 2023 ની 25 મી મેચમાં આજે ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમ આમને-સામને હતી. જેમા ઈંગ્લેન્ડની ટીમને શરમ જનક હારનો સામનો કરવો પડ્યો છે. જીહા, શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવી ઈંગ્લેન્ડની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન માટે ફાઈનલ 4નો રસ્તો મુશ્કેલ

વર્લ્ડ કપ 2023ની 25મી મેચમાં શ્રીલંકાએ પણ ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. ઈંગ્લેન્ડની ટીમને પાંચમી મેચમાં ટૂર્નામેન્ટની ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન માટે ફાઈનલ 4નો રસ્તો મુશ્કેલ બની ગયો છે. આ ઉપરાંત શ્રીલંકાએ આ જીત સાથે સેમિફાઇનલની રેસ રસપ્રદ બનાવી દીધી છે. વાસ્તવમાં, વર્તમાન ટુર્નામેન્ટ ફોર્મેટમાં, ઓછામાં ઓછી 6 જીતને સેમિફાઇનલની ટિકિટ માટે માનક માનવામાં આવતી હતી. હવે જો ઈંગ્લિશ ટીમ બાકીની ચાર મેચ જીતી જશે તો પણ તે અહીં સુધી પહોંચી શકશે નહીં. આ ટૂર્નામેન્ટમાં શ્રીલંકાએ બીજી જીત નોંધાવી છે અને ઈંગ્લેન્ડને ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. એક રીતે જોઈએ તો વર્લ્ડ કપ 2023નો આ ચોથો અપસેટ છે. આ પહેલા ઈંગ્લિશ ટીમને અફઘાનિસ્તાન સામે પણ પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ઈંગ્લેન્ડનું ફ્લોપ પ્રદર્શન

હવે શ્રીલંકાની ટીમે ઈંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવી દીધા છે. ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડની એકમાત્ર જીત બાંગ્લાદેશ સામે જોવા મળી હતી. ત્યારથી ટીમ જીત માટે આતુર છે. ઈંગ્લેન્ડની આ હાર સાથે પોઈન્ટ ટેબલમાં પણ મોટો ફેરફાર થઇ ગયો છે. શ્રીલંકાએ ગત વર્લ્ડ કપમાં પણ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું જ્યારે તે વખતે ઈંગ્લેન્ડની ટીમ પણ ચેમ્પિયન બની હતી. ન્યૂઝીલેન્ડ સામે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ હાર્યા બાદ ઈંગ્લેન્ડને અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાની ટીમે ઈંગ્લેન્ડ સામે પણ જોરદાર પ્રદર્શન કર્યું છે. શ્રીલંકાના બેટ્સમેનોની સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો ખૂબ જ સામાન્ય દેખાયા હતા. ઈંગ્લેન્ડના ખરાબ પ્રદર્શનનું કારણ તેના બેટ્સમેનોનું આઉટ ઓફ ફોર્મ હોવાને કારણભૂત ગણાવી શકાય.

ઈંગ્લેન્ડનો શરમજનક રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે, ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. એ જ દિવસે આપણને નવો ચેમ્પિયન મળશે, પરંતુ તે પહેલા ODI વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ છે. ઈંગ્લેન્ડે 2019માં ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટ્રોફી જીતી હતી. આ વર્ષનો વર્લ્ડ કપ શરૂ થયો ત્યારે ઈંગ્લેન્ડને ફરીથી ટાઈટલ માટે દાવેદાર માનવામાં આવતું હતું, પરંતુ ટીમે આ દરમિયાન એટલું ખરાબ પ્રદર્શન કર્યું હતું કે ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે અને ટાઈટલ જીતવાનું ભૂલી જાય છે. ટીમ ઈંગ્લેન્ડ ટાઈટલ જીતવાનું ભૂલી ગઇ છે. સેમિફાઈનલ તો બહું જ દૂરની વાત છે ટીમ શરૂઆતી તબક્કાની મેચ પણ જીતવામાં સંઘર્ષ કરતી જોવા મળી હતી. દરમિયાન, જ્યારે ટીમ ગુરુવારે બેંગલુરુમાં રમવા માટે આવી ત્યારે તેણે શ્રીલંકાની સામે એક શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો હતો.

પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો આ હારને કારણે ઈંગ્લેન્ડની ટીમને વધુ નુકસાન થયું છે, ટીમ બોટમ લાઈનમાં 9મા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ શ્રીલંકાને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બરાબરી પર 4 પોઈન્ટ મળ્યા છે. આ ત્રણ ટીમોમાં શ્રીલંકાનો નેટ રન રેટ શ્રેષ્ઠ છે. આથી શ્રીલંકાની ટીમ 5માં સ્થાને આવી ગઈ છે. જ્યારે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો અને તે છઠ્ઠા સ્થાને સરકી ગયું. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ સાતમા સ્થાને સરકી ગઈ છે. આ મેચની વાત કરીએ તો પહેલા રમતા ઇંગ્લેન્ડની ટીમ 33.2 ઓવરમાં માત્ર 156 રન પર જ સિમિત રહી હતી. શ્રીલંકાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. લાહિરુ કુમારાએ 3 વિકેટ લીધી હતી. ઈંગ્લિશ ટીમ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા તરફથી ડેવિડ વિલીએ બે વિકેટ ઝડપી હતી. પરંતુ સાદિરા સમરવિક્રમા અને પથુમ નિસાન્કાએ અડધી સદી રમી અને ટીમને આસાન વિજય તરફ દોરી ગઈ.

આ પણ વાંચો – AUS vs NED : વર્લ્ડ કપમાં સ્ટેડિયમની લાઈટિંગ ચર્ચાનો વિષય, આમને-સામને આવ્યા આ બે ઓસ્ટ્રેલિયન ખેલાડી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter